(Source: ECI/ABP News/ABP Majha)
Team India : ગાવસ્કરનો ટીમ ઈન્ડિયાને ટોણોં, "હવે વેસ્ટ ઈન્ડિઝને 2-0,3-0થી હરાવી લ્યો..."
સુનિલ ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સ પર વાત કરતા ભારતીય ટીમને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે, હવે તમે જાઓ અને વેસ્ટ ઈન્ડિઝને 3-0, 2-0થી હરાવીને આવો.
WTC Final : ડબલ્યુટીસી ફાઇનલમાં ભારત (ભારતીય ક્રિકેટ ટીમ)ની હાર બાદ પૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડી સુનિલ ગાવસ્કરનો ગુસ્સો જાણે કે અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે ગાવસ્કરે વધુ એક આકરૂ નિવેદન આપ્યું છે જેની ચર્ચા થઈ રહી છે.
સુનિલ ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સ પર વાત કરતા ભારતીય ટીમને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે, હવે તમે જાઓ અને વેસ્ટ ઈન્ડિઝને 3-0, 2-0થી હરાવીને આવો. પરંતુ હવે તેનો કોઈ અર્થ નથી. તે ટીમ બેસ્ટ ટીમ નથી. જો તમે તેને હરાવી દેશો તો પણ કોઈ ફરક પડવાનો નથી.
ઉલ્લેખનીય છે કે, WTC ફાઇનલમાં ભારતને ઓસ્ટ્રેલિયાએ 209 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમ બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ જીતી શકી નથી. મેચમાં ભારતીય પ્લેઈંગ ઈલેવનને લઈને ઘણો હોબાળો થયો છે. ખાસ કરીને અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ન કરવા બદલ ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટની ટીકા થઈ રહી છે. સચિન તેંડુલકરે પણ ટ્વીટ કરીને પોતાનો અભિપ્રાય આપ્યો હતો અને અશ્વિનનું ન રમવું એ હારનું મહત્વનું કારણ હતું.
હવે ભારતીય ટીમ જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે. જ્યાં ટીમને વનડે, ટેસ્ટ અને ટી20 શ્રેણી રમવાની છે. જાહેર છે કે, આ વર્ષે વર્લ્ડ કપ પણ યોજાવાનો છે. આ સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ દરેક ફોર્મેટમાં સકારાત્મક રમત બતાવીને ફરી સ્પર્ધામાં પાછા ફરવું પડશે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ સુનિલ ગાવસ્કાર બરાબરના ભડક્યા હતાં. WTCની ફાઈનલમાં શરમજનક રીતે હાર્યા બાદ ટીમ ઈન્ડિયાના કપ્તાન રોહિત શર્માએ બચાવ કરતા દલીલ આપી હતી કે, ડબ્લ્યુટીસીની ફાઈનલ 3 મેચની હોવી જોઈએ. આ મામલે આકરી ઝાટકણી કાઢતા ગાવસ્કરે કહ્યું હતું કે, આવી જ માંગણી આઈપીએલમાં તો નથી કરવામાં આવતી? શા માટે આઈપીએલમાં આવી માંગ નથી કરવામાં આવતી? ગાવસ્કરે રોહિતને ખખડાવતા કહ્યું હતું કે, કાલે ઉઠેને તુ તો એમ કહીશ કે, WTCની ફાઈનલ 3 નહીં પણ 5 મેચની હોવી જોઈએ.
આ ઉપરાંત ટીમમા આર અશ્ચિનને શામેલ ના કરવા પર પણ આ ભૂતપૂર્વ દિગ્ગજ ભારતીય ખેલાડી ટીમ સિલેક્શન અને કોચ રાહુલ દ્રવિડની આકરી ઝાટકણી કાઢી ચુક્યા છે.
Cricketer : "વર્લ્ડકપ તો ધોની એકલાએ જ જીતો બાકીના 10 ખેલાડીઓ તો..."
ભારતીય ક્રિકેટ ટીમનું ICC ટ્રોફી જીતવાનું સપનું ફરી એકવાર અધૂરું રહી ગયું છે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે 209 રને નાલેશીજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત જ્યારે પણ ICC ટ્રોફીમાંથી બહાર થાય છે ત્યારે ત્યારે ક્યાંકને ક્યાંક ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનું નામ ચર્ચામાં આવી જ જાય છે.