શોધખોળ કરો
Advertisement
ટી20 વર્લ્ડકપમાં કેવી હશે ટીમ ઇન્ડિયા, ઉમેશ યાદવે બતાવી પ્લેઇંગ ઇલેવન
સ્પોર્ટ્સ વેબસાઇટ સ્પોર્ટ્સકીડાની સાથે ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશનમાં બોલતા ભારતીય ટીમના ફાસ્ટ બૉલર ઉમેશ યાદવે ટી20ની પ્લેઇંગ ઇલેવનને દર્શાવી છે
નવી દિલ્હીઃ દુનિયાભરમાં ક્રિેકટની ગતિવિધિઓ બંધ છે, ત્યારે આગામી ઓક્ટોબરમાં યોજાનારી ક્રિકેટ ટી20 વર્લ્ડકપને લઇને પણ આશંકાઓ દર્શાવાઇ રહી છે. હાલ ક્રિકેટરો મેદાનથી દુર પોતાના ઘરમાં સમય વિતાવી રહ્યાં છે. કેટલાક ક્રિકેટરો લાઇવ સેશનમાં ભાગ લઇને ક્રિેકટને લગતા સવાલોના જવાબો આપી રહ્યાં છે.
સ્પોર્ટ્સ વેબસાઇટ સ્પોર્ટ્સકીડાની સાથે ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશનમાં બોલતા ભારતીય ટીમના ફાસ્ટ બૉલર ઉમેશ યાદવે ટી20ની પ્લેઇંગ ઇલેવનને દર્શાવી છે.
ઉમેશ યાદવે લાઇવ શૉમાં કહ્યું આગામી પુરુષ ટી20 વર્લ્ડકપ ટૂર્નામેન્ટ માટે મારી ટીમમાં રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર બેટ્સમેન હશે.
ઉમેશ યાદવે પોતાની ટી20 પ્લેઇંગ ઇલેવન વિશે વાત કરતા કહ્યું કે, ધોની પર હજુ ટીમ મેનેજમેન્ટે નિર્ણય નથી લીધો, પણ ધોની ભાઇની મરજી છે કે મારી પ્લેઇંગ ઇલેવનમાં રમે. ઉમેશે ટીમ ઇન્ડિયાનો ધૂરંધર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પોતાની ટી20 પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખ્યો છે. હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાય સમયથી ઇજાઓ સામે ઝઝૂમી રહ્યો છે.
ઉમેશ યાદવની ટી20 પ્લેઇંગ ઇલેવન
શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, એમએસ ધોની/ઋષભ પંત, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી/દીપક ચાહર.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement