Test 2023: ભારતીય ટીમ માટે મુશ્કેલરૂપ બની રહ્યો છે કેએસ ભરત ? પુરી નથી કરી રહ્યો ઋષભ પંતની કમી, જુઓ આંકડા
કેએસ ભરતે નાગપુરમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં પોતાનું ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતુ, અને અત્યારે તે સીરીઝની ત્રણ મેચોમાં ટીમ ઇન્ડિયાનો ભાગ રહ્યો છે.
Border-Gavaskar Trophy 2023, KS Bharat: ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત અકસ્માત બાદ બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી 2023 માટે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો, આ સીરીઝ માટે બેકઅપ વિકેટકીપર તરીકે કેએસ ભરતને ઉતારવામાં આવ્યો છે. વિકેટકીપર બેટ્સમેને કેએસ ભરતે આ સીરીઝ માટે પોતાનું ટેસ્ટ ડેબ્યૂ કર્યુ અને ઇશાન કિશાનને એક બેકઅપ વિકેટકીપર તરીકે રાખવામાં આવ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં ઋષભ પંત ટીમ માટે શાનદાર પ્રદર્શન માટે સૌથી આગળ છે. પરંતુ શું આવુ કેએસ ભરત ઋષભ પંતની કમી પુરી કરી રહ્યો છે ? જાણો અહીં આંકડા અત્યાર સુધી કેવુ રહ્યુ છે પ્રદર્શન.
સીરીઝમાં આવા રહ્યાં કેએસ ભરતના આંકડા -
કેએસ ભરતે નાગપુરમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં પોતાનું ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતુ, અને અત્યારે તે સીરીઝની ત્રણ મેચોમાં ટીમ ઇન્ડિયાનો ભાગ રહ્યો છે. ત્રણેય મેચોની 5 ઇનિંગોમાં કેએસ ભરતે માત્ર 14.25 ની એવરેજથી 57 રન બનાવ્યા છે, આમાં તેને નાગપુર ટેસ્ટમાં 8, દિલ્હી ટેસ્ટમાં 6 અને 23* તથા ઇન્દોર ટેસ્ટમાં 17 અને 3 રન બનાવ્યા છે.
ગઇ બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં આવા હતા ઋષભ પંતના આંકડા -
2020-21 માં રમાયેલી બૉર્ડર-ગાવસ્કર ટ્રૉપીમાં ઋષભ પંતે કુલ 3 મેચોની 5 ઇનિંગોમાં 68.50ની એવરેજથી કુલ 274 રન બનાવ્યા હતા. આમાં તેને 2 ફિફ્ટી ફટકારી હતી, વળી, પંતે ગાબામાં રમાયેલી સીરીઝની અંતિમ ટેસ્ટમાં 89 રનોની અણનમ ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. તેની આ મહત્વની ઇનિંગમાં કુલ 9 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ રહ્યો હતો.
બન્નેના આંકડા જોઇને એવુ લાગી રહ્યુ છે, આ વખતે ભારતીય ટીમને ઋષભ પંતની મોટી કમી અનુભવાઇ રહી છે. ઋષભ પંત ઓસ્ટ્રેલિયન સ્પીનર નાથન લિયૉનની સામે શાનદાર લયમાં દેખાય છે, પંત સ્પિન બૉલિંગને ખુબ આક્રમક રીતે રમે છે. અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં પંત, લિયૉનની બૉલિંગમાં 45.8 ની એવરેજથી અને 66 ની સ્ટ્રાઇક રેટથી કુલ 229 રન બનાવી ચૂક્યો છે.
WTC Points Table: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચ્યું ઓસ્ટ્રેલિયા, જાણો પોઇન્ટ્સ ટેબલમાં ક્યા નંબર પર છે ટીમ ઇન્ડિયા?
ટીમ ઈન્ડિયા બીજા નંબર પર છે
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ભારતીય ટીમ બીજા નંબર પર છે. ભારતના 60.29 પોઈન્ટ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના બીજા રાઉન્ડમાં ભારતે 10 ટેસ્ટ જીતી છે જ્યારે 5 મેચ હારી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા પર 5 પોઈન્ટનો દંડ પણ લગાવવામાં આવ્યો હતો. જો ભારત ઈન્દોર ટેસ્ટ જીતવામાં સફળ રહ્યું હોત તો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાઈ થઈ ગયું હોત.
ઓસ્ટ્રેલિયા ટોચ પર
ઓસ્ટ્રેલિયાની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. કાંગારૂ ટીમના 68.52 પોઈન્ટ છે. કાંગારૂ ટીમે બીજા રાઉન્ડમા ટેસ્ટ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ દરમિયાન તેણે અત્યાર સુધીમાં 11 મેચ જીતી છે જ્યારે માત્ર 3 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ભારત 60.29 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર છે. આ સિવાય શ્રીલંકા 53.33 પોઈન્ટ સાથે ત્રીજા, સાઉથ આફ્રિકા 52.38 પોઈન્ટ સાથે ચોથા, ઈંગ્લેન્ડ 46.97 પોઈન્ટ સાથે પાંચમા, પાકિસ્તાન 38.1 પોઈન્ટ સાથે છઠ્ઠા, વેસ્ટ ઈન્ડીઝ 37.5 પોઈન્ટ સાથે સાતમા, ન્યૂઝીલેન્ડ 27.27 પોઈન્ટ સાથે આઠમા અને બાંગ્લાદેશ 11.11 પોઈન્ટ સાથે નવમા નંબર પર અકબંધ છે.