Ashes 2021: ડે-નાઇટ ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બન્યો Marnus Labuschagne
એડિલેડમાં રમાઇ રહેલી એશિઝ સીરિઝની બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન માર્નસ લાબુશેને ઇતિહાસ રચી દીધો છે.
Australia vs England 2nd Test: એડિલેડમાં રમાઇ રહેલી એશિઝ સીરિઝની બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન માર્નસ લાબુશેને ઇતિહાસ રચી દીધો છે. નોંધનીય છે કે ઇગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ મેચ પિંક બોલથી રમાઇ રહી છે. લાબુશેને આ મેચમાં સર ડોન બ્રેડમેનનો રેકોર્ડ તોડ્યો છે.
ઇગ્લેન્ડ વિરુદ્ધ ચાલી રહેલી ડે-નાઇટ ટેસ્ટમાં લાબુશેને 103 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ડે-નાઇટ ટેસ્ટમાં આ લાબુશેનની ત્રીજી સદી છે. આ સાથે જ તે ડે-નાઇટ ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.
માર્નસ લાબુશેને પાકિસ્તાનના ટેસ્ટ બેટ્સમેન અસદ શફીકનો રેકોર્ડ તોડ્યો છે. માર્નસ લાબુશેન અગાઉ શફીકે ડે-નાઇટ ટેસ્ટમાં સૌથી વધુ બે સદી ફટકારી હતી પરંતુ એડિલેટ –ડે-નાઇટ ટેસ્ટમાં માર્નસ લાબુશેને ત્રીજી સદી ફટકારી શફીકને પાછળ છોડ્યો હતો.
માર્નસ લાબુશેનની આ 20મી સદી છે. ટેસ્ટ કરિયરમાં તેણે 17મી વખત 50થી વધુ રનની ઇનિંગ રમી છે. આ સાથે તેણે સર ડોન બ્રેડમેને પાછળ છોડી દીધા છે. બ્રેડમેને 20 ટેસ્ટમાં 15 વખત 50થી વધુની રનની ઇનિંગ રમી હતી.
Vadodara : હવસખોરે મહિલા સાથે બળાત્કાર કરી હત્યા કરી ને પછી લાશ સાથે માણ્યું ફરી શરીરસુખ, હવે.....
એક જ દિવસમાં Jioનો યૂ-ટર્ન: 24 કલાકની અંદર આ પ્લાનની વેલિડિટી 29 દિવસ ઘટાડી, ડેટા પણ 90MB ઘટ્યો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ રત્ન છે, ખૂબ જ ચમત્કારી, 30 દિવસની અંદર જ જોવા મળે છે તેની અદભૂત અસર