Vadodara : હવસખોરે મહિલા સાથે બળાત્કાર કરી હત્યા કરી ને પછી લાશ સાથે માણ્યું ફરી શરીરસુખ, હવે.....
કરજણની સેશન્સ કોર્ટે આરોપી ભરમલ ઉર્ફે ચૌહાણ રમણ વસાવાને જીવનના અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી છે. આરોપીએ મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું. હત્યા કરી ડેડબોડી સાથે ફરીવાર દુષ્કર્મ આચર્યું હતું.
વડોદરાઃ કરજણના મેથી ગામમાં મહિલા સાથે દુષ્કર્મ કરી હત્યા કરવાના મામલે કરજણની સેશન્સ કોર્ટે આરોપી ભરમલ ઉર્ફે ચૌહાણ રમણ વસાવાને જીવનના અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી છે. આરોપીએ મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું. બાદમાં હત્યા કરી ડેડબોડી સાથે ફરીવાર દુષ્કર્મ આચર્યું હતું.
મહિલા ગામની સીમમાં બકરા ચરાવવા માટે નીકળી હતી તે સમયે આરોપીએ દુષ્કર્મ ગુજાર્યો હતો. મહિલાનું મોઢું વજનદાર પથ્થરથી છૂંદી પણ નાખ્યું હતું. આરોપીએ જધન્ય અપરાધ કરી હેવાનિયતની હદ વટાવી હોવાનું કોર્ટે ટાંક્યું છે.
આ અંગેની વિગતો એવી છે કે, ત્રણ વર્ષ પહેલા કરજણના મેથી ગામમાં 40 વર્ષીય મહિલાને ખેતરમાં બળજબરીપૂર્વક લઇ જઇ ગળે ટૂંપો દઇને બે વાર દુષ્કર્મ ગુજાર્યો હતો. તેમજ આ પછી મોંઢા પર મોટો પથ્થર મારી હત્યા કરનારા આરોપીને કોર્ટે આજીવન સખત કેદની સજા ફટકારી હતી.
40 વર્ષીય મહિલા ગામની સીમમાં બળિયાદેવના મંદિર પાસે ગોચર જમીનમાં બકરાં ચરાવવા ગઇ હતી. અહીં એકલતાનો લાભ ઉઠાવી ભારમલ ઉર્ફે ચૌહાણ રમણ વસાવા તેની પાસે પહોંચ્યો હતો. દુષ્કર્મ કરવાના ઇરાદે ઝપાઝપી કરી બળજબરી કરી ગળે ટૂંપો દઇને ઊંચકીને કપાસના ખેતરમાં લઇ ગયો હતો.
અહીં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યાર બાદ ભારમલે મહિલાને ઊંચકીને બાજુના અન્ય ખેતરમાં લઇ જઇ તેની સાથે ફરી દુષ્કર્મ કરી મહિલાના મોંઢાના ભાગે મોટો પથ્થર મારીને હત્યા કરી હતી. આ પછી લાશને ઊંચકીને પાસેના ખેતરમાં લઇ જઇ ઝાડ નીચે સંતાડી દીધી હતી. આ બનાવમાં પોલીસે ભારમલની ધરપકડ કરી હતી. અદાલતી કાર્યવાહી બાદ અદાલતે ભારમલને તકસીરવાન ઠેરવીને આજીવન સખત કેદની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.