શોધખોળ કરો
Advertisement
આ પાંચ મોંઘા ભાવના વિદેશી ખેલાડીઓ IPLમાં પડ્યા સાવ માથે, હવે પછીની સીઝનમાં નહીં હોય કોઈ લેવાલ
કેટલાક સ્ટાર ખેલાડીઓ આઇપીએલ 2020માં ફ્લૉપ સાબિત થયા. પૂર્વ ભારતીય ઓપનર વિરેન્દ્ર સહેવાગે એક ફેસબુક વીડિયો શેર કર્યો છે, જેમાં તેને આઇપીએલની 13મી સિઝનમાં મોંઘા ભાવના ફ્લૉપ વિદેશી ખેલાડીઓને ગણાવ્યા છે. આમાં પાંચ નામ મુખ્ય છે
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝન સક્સેસફૂલ રીતે પુરી થઇ ચૂકી છે, મુંબઇ ઇન્ડિયન્ય તરીકે આઇપીએલને નવો ચેમ્પિયન મળી ચૂક્યો છે. આઇપીએલની 13મી સિઝનમાં કેટલાક ખેલાડીઓએ પોતાની આગવી છાપ ઉભી કરી, કેએલ રાહુલ, જોફ્રા આર્ચર, જસપ્રીત બુમરાહ, શિખર ધવન, ડેવિડ વોર્નર, કગિસો રબાડા સહિતના ખેલાડીઆ સ્ટાર રહ્યાં.
પરંતુ કેટલાક સ્ટાર ખેલાડીઓ આઇપીએલ 2020માં ફ્લૉપ સાબિત થયા. પૂર્વ ભારતીય ઓપનર વિરેન્દ્ર સહેવાગે એક ફેસબુક વીડિયો શેર કર્યો છે, જેમાં તેને આઇપીએલની 13મી સિઝનમાં મોંઘા ભાવના ફ્લૉપ વિદેશી ખેલાડીઓને ગણાવ્યા છે. આમાં પાંચ નામ મુખ્ય છે.
સહેવાગે ફ્લૉપ લિસ્ટમાં સૌથી પહેલા રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરના ઓપનર એરોન ફિન્ચનુ નામ લીધુ છે. બાદમાં કેકેઆરના આંદ્રે રસેલ, ચેન્નાઇના શેન વૉટસન, પંજાબના ગ્લેન મેક્સવેલ અને પાંચમા નંબર આરસીબીના ફાસ્ટ બૉલર ડેલ સ્ટેનને આ લિસ્ટમાં સામેલ કર્યા છે.
સહેવાગે કહ્યું આ મોંઘા ભાવના પાંચેય વિદેશી ખેલાડીઓએ યુએઇ આઇપીએલમાં કંઇ ખાસ કમાલ નથી કર્યો, બની શકે કે આવતી સિઝનમાં તેમને કોઇ લેનારુ પણ ન હોઇ શકે. જ્યારે બીજી બાજુ ભારતીય ખેલાડીઓનો આઇપીએલ 13મી સિઝનમાં દબદબો રહ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement