શોધખોળ કરો

તિલક વર્માએ ઈતિહાસ રચ્યો, કોહલીનો  આ મહારેકોર્ડ તોડી વિશ્વ કિક્રેટમાં ખળભળાટ મચાવ્યો  

ઇંગ્લેન્ડ સામેની બીજી T20 મેચ (IND vs ENG, 2nd T20I), તિલક વર્માએ 72 રનની અણનમ ઇનિંગ રમીને ભારતને જીત અપાવી હતી.

Tilak Varma record in T20I: ઇંગ્લેન્ડ સામેની બીજી T20 મેચ (IND vs ENG, 2nd T20I), તિલક વર્માએ 72 રનની અણનમ ઇનિંગ રમીને ભારતને જીત અપાવી હતી. ભારતમાં તિલકની આ પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય અડધી સદી છે. અત્યાર સુધીની કારકિર્દીમાં તિલક T-20 ઇન્ટરનેશનલમાં ત્રણ અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો છે. તમને જણાવી દઈએ કે એક તરફ તિલક વર્મા T-20 ઈન્ટરનેશનલમાં બે મેચમાં આઉટ થયા વગર 300થી વધુ રન બનાવનાર વિશ્વના એકમાત્ર બેટ્સમેન બની ગયા છે, તો બીજી તરફ ભારતીય બેટ્સમેને વિશ્વ ક્રિકેટમાં કોહલીનો મોટો રેકોર્ડ તોડીને ખળભળાટ મચાવી  દીધો છે.

તિલક વર્મા કોહલીના રેકોર્ડને તોડીને આઉટ થયા વગર સતત ચાર T20I ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બન્યો છે. અત્યાર સુધી તિલક 4 ઇનિંગ્સમાં આઉટ થયા વિના કુલ 318 રન બનાવી શક્યો છે. તિલક પહેલા વિરાટ કોહલી (258), સંજુ સેમસન (257), રોહિત શર્મા (253) અને શિખર ધવને (252) સતત ચાર ઇનિંગ્સમાં આઉટ થયા વગર રન બનાવ્યા હતા.

ડાબા હાથના બેટ્સમેન, જેમણે તેની છેલ્લી ત્રણ T20I ઇનિંગ્સમાં 19*, 120* અને 107* રન બનાવ્યા હતા, તેણે ચેપોકમાં 55 બોલમાં અણનમ 72 રન બનાવીને બીજી અદ્ભુત ઇનિંગ રમી હતી. તેની ઇનિંગ્સે એકલા હાથે ભારતને પાંચ મેચની શ્રેણીમાં 2-0ની લીડ અપાવી હતી અને અત્યાર સુધી T20I માં આઉટ થયા વગર 318 રન બનાવવામાં સફળ રહી છે.

સતત 4 T20I ઇનિંગ્સમાં ભારતીયો દ્વારા આઉટ થયા વગર સૌથી વધુ રન

318 - તિલક વર્મા

258 - વિરાટ કોહલી

257 - સંજુ સેમસન

253 - રોહિત શર્મા

252 - શિખર ધવન

આ પહેલા બીજી T20માં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઇંગ્લેન્ડની ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 165 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન જોસ બટલરે 45 રનની ઈનિંગ રમી હતી. ભારત તરફથી અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી હતી.

જ્યારે ભારત માટે તિલકે 72 રનની અણનમ ઇનિંગ રમી હતી. તિલકે પોતાની ઇનિંગમાં 55 બોલનો સામનો કર્યો હતો. પોતાની ઇનિંગમાં તિલક 4 ફોર અને 5 સિક્સર ફટકારવામાં સફળ રહ્યો હતો. તિલક સિવાય વોશિંગ્ટન સુંદરે 19 બોલમાં 26 રનની ઈનિંગ રમી જેનાથી ભારતને મેચ બચાવવામાં મદદ મળી. ભારતીય ટીમ શ્રેણીમાં 2-0થી આગળ છે. તિલકને તેની શાનદાર ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો. 

IND vs ENG: ક્યારે અને ક્યાં રમાશે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટી-20, જાણો વેન્યૂ સહિત તમામ જાણકારી

ટોપ સ્ટોરી

IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
દિલ્હી કેપિટલ્સની મોટી જાહેરાત, સૌરવ ગાંગુલીને બનાવ્યા નવા હેડ કોચ
દિલ્હી કેપિટલ્સની મોટી જાહેરાત, સૌરવ ગાંગુલીને બનાવ્યા નવા હેડ કોચ
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
IND vs WI: બેટ્સમેન કે બૉલર ? કોણ કરશે લખનઉની પીચ પર રાજ, આંકડા ચોંકાવી દેશે
IND vs WI: બેટ્સમેન કે બૉલર ? કોણ કરશે લખનઉની પીચ પર રાજ, આંકડા ચોંકાવી દેશે

વિડિઓઝ

Bhavnagar |  ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 6 લોકોનાં મોત
Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
10 લાખ નોકરીઓ પર સંકટ? IRDAI ના નવા નિયમ સામે વીમા એજન્ટોએ PM મોદી પાસે માંગી મદદ
10 લાખ નોકરીઓ પર સંકટ? IRDAI ના નવા નિયમ સામે વીમા એજન્ટોએ PM મોદી પાસે માંગી મદદ
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
Embed widget