T20 WC: આજે ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાન વચ્ચે પ્રથમ સેમિ ફાઇનલ, કઇ ચેનલ પરથી કેટલા વાગે થશે મેચનુ લાઇવ પ્રસારણ, જાણો
પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની વચ્ચે અત્યાર સુધી 28 ટી20 મેચો રમાઇ છે, આમાં પાકિસ્તાને 17 મેચો જીતી છે અને ન્યૂઝીલેન્ડના ભાગે 11 મેચો જીત માટે આવી છે
Pakistan vs New Zealand Semifinal: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022ની આજે પ્રથમ સેમિ ફાઇનલ મેચ રમાશે, જેમાં પાકિસ્તાન (Pakistan)નો સામનો ન્યૂઝીલેન્ડ (New Zealand) સામે થશે. ન્યૂઝીલેન્ડે જ્યાં ગૃપ 1માં ટૉપ પર રહેતા સેમિ ફાઇનલમાં એન્ટ્રી મારી છે. વળી, પાકિસ્તાનની ટીમ ગૃપ 2માં બીજા નંબર પર રહેતા અંતિમ ચારમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે. આમાં પાકિસ્તાનને ભાગ્યનો સાથ મળ્યો છે.
ક્યારે ને ક્યાં રમાશે પહેલી સેમિ ફાઇનલ મેચ ?
ન્યૂઝીલેનડ અને પાકિસ્તાન વચ્ચે આજે એટલે કે, 9 નવેમ્બર, (બુધવાર)એ બપોરે 1.30 વાગ્યાથી મેચ શરૂ થશે. આ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. જો વરસાદ પડશે તો નિર્ધારિત દિવસમં મેચ ના થઇ શકે તો તે આગાળની દિવસ માટે જશે. એટલે સેમિ ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામા આવ્યો છે.
ક્યાં જોઇ શકાશે મેચનુ લાઇવ ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગ ?
ભારતમાં ટી20 વર્લ્ડકપ 2022ની તમામ મેચોના પ્રસારણ અધિકાર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની પાસે છે. આવામાં સ્ટાર સ્પોર્ટ્સની અલગ અલગ ચેનલો પર આ સેમિ ફાઇનલ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આની સાથે જ ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર મેચનું લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકાશે.
પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હેડ ટૂ હેડ રેકોર્ડ ?
પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની વચ્ચે અત્યાર સુધી 28 ટી20 મેચો રમાઇ છે, આમાં પાકિસ્તાને 17 મેચો જીતી છે અને ન્યૂઝીલેન્ડના ભાગે 11 મેચો જીત માટે આવી છે. એટલે કે ઓવરઓલ જોઇએ તો ટી20માં પાકિસ્તાની ટીમનું પલડુ ભારે દેખાઇ રહ્યું છે. તાજેતરમાં જ પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને તેના જ ઘરઆંગણે માત આપી હતી. પાકિસ્તાને ટી20 વર્લ્ડકપની ઠીક પહેલા ન્યૂઝીલેન્ડને ટ્રાઇ સીરીઝની ફાઇનલમાં હરાવ્યુ હતુ.
જાણો પ્રથમ સેમિ ફાઇનલ માટે શું હશે બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન....
ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
ફિન એલન, ડેવૉન કૉનવે, કેન વિલિયમસન, ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિશેલ, જેમ્સ નિશામ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉદી, ટ્રેન્ટ બૉલ્ટ, ઇશ સોઢી, લૉકી ફર્ગ્યૂસન.
પાકિસ્તાનની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ, મોહમ્મદ હેરિસ, શાન મસૂદ, ઇફ્તિખાસ અહેમદ, મોહમ્મદ નવાજ, શાદાબ ખાન, મોહમ્મદ વસીમ, નસીમ શાહ, શાહીન આફ્રિદી, હેરિસ રાઉફ.