IND vs NZ: રાયપુરમાં સીરીઝ કબજે કરવા ઉતરશે ભારતીય ટીમ, જાણો ક્યારે-ક્યાંથી અને કઇ રીતે જોઇ શકાશે લાઇવ ટેલિકાસ્ટ
ખાસ વાત છે કે અત્યારે ન્યૂઝીલેન્ડની ટીમ આઇસીસી વનડે રેન્કિંગમાં નંબર વન ટીમ છે, હવે આગામી મેચ રાયપુરના સ્ટેડિયમમાં રમાશે,
IND vs NZ 2nd ODI Live Streaming: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે 21 જાન્યુઆરીએ સીરીઝની બીજી વનડે મેચ રમાશે, કીવી ટીમ અત્યારે ભારતના પ્રવાસે છે અને અહીં હાલમાં તે ત્રણ મેચોની વનડે સીરીઝ રમી રહી છે, પ્રથમ વનડે મેચમાં ટીમ ઇન્ડિયાએ કીવી ટીમને 12 રનોથી હાર આપી હતી, જોકે, આ મેચનો ફેંસલો છેલ્લી 50મી ઓવરમાં થયો હતો, આ રોમાંચક મેચમાં ટીમ ઇન્ડિયાએ જીત મેળવીને સીરીઝમાં અત્યારે 1-0થી લીડ બનાવી લીધી છે.
ખાસ વાત છે કે અત્યારે ન્યૂઝીલેન્ડની ટીમ આઇસીસી વનડે રેન્કિંગમાં નંબર વન ટીમ છે, હવે આગામી મેચ રાયપુરના સ્ટેડિયમમાં રમાશે, આ મેચમાં જીત માટે બન્ને ટીમો પ્રયાસ કરશે, એકબાજુ કીવી ટીમ જીત સાથે સીરીઝ બરાબર કરવા પ્રયાસ કરશે, તો બીજુબાજુ રોહિત એન્ડ કંપની સીરીઝ સીલ કરવા જીત માટે મેદાનમાં ઉતરશે. જાણો અત્યારે બન્ને ટીમો વચ્ચેની બીજી વનડે મેચ ક્યારે ને કેટલા વાગ્યાથી કઇ ચેનલ પરથી જોઇ શકાશે લાઇવ......
ક્યારે રમાશે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી વનડે મેચ ?
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી વનડે મેચ 20 જાન્યુઆરીએ રમાશે.
ક્યાં રમાશે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી વનડે મેચ ?
ભારત-ન્યૂઝીલેન્ડની વચ્ચે બીજી વનડે મેચ છત્તીસગઢના રાયપુર ખાતે આવલા શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
ભારતીય સમયાનુસાર કેટલા વાગે શરૂ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી વનડે ?
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી બીજી વનડે મેચ ભારતીય સમયાનુસાર, બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે, મેચના અડધા કલાક પહેલા એટલે કે 1 વાગે ટૉસ થશે.
કઇ ચેનલ પર જોઇ શકાશે ભારત-ન્યૂઝીલેન્ડની બીજી વનડે મેચનું લાઇવ પ્રસારણ ?
ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાનારી બીજી વનડે મેચનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્કની કેટલીય ચેનલો પર જોઇ શકાશે. આ ઉપરાંત ડીડી સ્પૉર્ટ્સ પર પણ મેચનુ લાઇવ પ્રસારણ જોઇ શકાશે. જે યૂઝર્સની પાસે હૉટસ્ટારનું સબ્સક્રિપ્શન છે, તે ઓનલાઇન સ્ટ્રીમિંગ દ્વારા મેચનો આનંદ માણી શકશે. આ ઉપરાંત મેચનું પળેપળનુ અપડેટ તમે https://gujarati.abplive.com/ પરથી પણ જોઇ શકો છો.
ભારત અને ન્યૂઝીલેન્ડની વનડેની ફૂલ સ્ક્વૉડ -
ભારતીય વનડે ફૂલ સ્ક્વૉડ -
રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (ઉપકેપ્ટન), શ્રીકર ભરત (વિકેટકીપર), યુજવેન્દ્ર ચહલ, ઇશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર, વિરાટ કોહલી, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાહબાજ અહેમદ, શુભમન ગીલ,, શાર્દૂલ ઠાકુર, ઉમરાન મલિક, વૉશિંગટન સુંદર, સૂર્યકુમાર યાદવ.
ન્યૂઝીલેન્ડની વનડે ફૂલ સ્ક્વૉડ -
ટૉમ લાથમ (કેપ્ટન), ફિન એલન, ડગ બ્રાસવેલ, માઇકલ બ્રાસવેલ, માર્ક ચેપમેન, ડેવૉન કૉન્વે (વિકેટકીપર), જેકૉબ ટફી, લૉકૂ ફર્ગ્યૂસન, એડમ મિલ્ને, ડેરિલ મિશેલ, હેનરી નિકોલ, ગ્લેન ફિલિપ્સ (વિકેટકીપર), મિશેલ સેન્ટનર, હેનરી શિપ્લે, ઇશ સોઢી.