Test Cricket: વર્ષ 2022માં આ બેટ્સમેનો બન્યા ટેસ્ટમાં બાદશાહ, જે રૂટ નંબર 1 પર, જુઓ ટૉપ 5નુ લિસ્ટ
જેમાં ઇંગ્લિશ બેટ્સમેને જૉ રૂટ અત્યાર સુધી 2022માં સર્વાધિક રન બનાવનારા બેટ્સમેનના મામલામાં નંબર વનની પૉઝિશન પર છે
2022 Test Cricket top-5 run scorer: ક્રિકેટમાં ટેસ્ટ ફોર્મેટને સૌથી ઉંચો દરજ્જો હાંસલ કર્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ રમનારા દરેક ખેલાડીનુ સપનુ હોય છે કે તે પોતાના દેશ માટે ટેસ્ટ ક્રિકેટ જરૂર રમે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ કુલ 12 દેશોને ટેસ્ટ ક્રિકેટ રમવાનો દરજ્જો આપ્યો છે, જેને ફૂલ મેમ્બર્સ કહેવામાં આવે છે, ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં અત્યાર સુધી એકથી એક ચઢિયાતા દિગ્ગજ બેટ્સમેન છે. વળી આ વર્ષે પણ આ ફોર્મેટમાં કેટલાય શાનદાર બેટ્સમેનો જોવા મળ્યો છે. જેમાં ઇંગ્લિશ બેટ્સમેને જૉ રૂટ અત્યાર સુધી 2022માં સર્વાધિક રન બનાવનારા બેટ્સમેનના મામલામાં નંબર વનની પૉઝિશન પર છે. જાણો અત્યાર સુધી 2022 માં સર્વાધિક રન બનાવવાના મામલામાં ટૉપ 5 બેટ્સમેનો વિશે........
1 જૉ રૂટ -
ઇંગ્લિશ બેટ્સમેન જૉ રૂટ આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં અલગ જ લયમાં દેખાઇ રહ્યો છે. આ વર્ષે તેના બેટથી કુલ 5 સદી અને 2 અર્ધસદી નીકળી છે. આમાં 176 રનનો હાઇ સ્કૉર રહ્યો છે, જૉ રૂટે 2022માં અત્યાર સુધી કુલ 13 મેચોની 24 ઇનિંગોમાં 50.90 ની એવરેજથી 1069 રન બનાવ્યા છે.
2 જૉની બેયરર્સ્ટો -
ઇંગ્લેન્ડના જ બેટ્સમેન જૉની બેયરર્સ્ટો આ વર્ષ નંબર બે પર છે. તેને અત્યાર સુધી આ વર્ષ 10 મેચોની 19 ઇનિંગોમાં 6 સદી અને 1 અર્ધસદી ફટકારી છે. તેનો હાઇ સ્કૉર 162 રનોનો રહ્યો છે.
3 ઉસ્માન ખ્વાઝા -
ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ઉસ્માન ખ્વાઝા આ વર્ષ અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમા સૌથી વધુ રન બનાવવાના મામલામાં નંબર 3 પર રહ્યો છે.તેને અત્યાર સુધી 9 ટેસ્ટ મેચોની 16 ઇનિંગોમાં 85.80 ની એવરેજથી 1021 રન બનાવ્યા છે. આ એવરેજ તમામ પાંચ બેટ્સમેનોથી સૌથી વધુ છે. આ દરમિયાન તેને 4 સદી અને 5 અડધીસદી નોંધાવી છે. તેનો હાઇ સ્કૉર 160 રનોનો છે.
4 માર્નસ લાબુશાને -
તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટ રેન્કિંગમાં નંબર વન પર આવનારો ઓસ્ટ્રેલિયન બેટ્સમેન માર્નસ લાબુશાનેએ આ વર્ષે ટેસ્ટમાં સર્વાધિક રન બનાવ્યા છે, તે હાલમાં નંબર 4 પર છે. તેને અત્યાર સુધી 9 મેચોની 15 ઇનિંગોમાં 62.07 ની એવરેજથી 807 રન બનાવ્યા છે. આમાં 3 સદી અને 2 અડધીસદી સામેલ છે.તેનો હાઇ સ્કૉર 204 રનોનો છે.
5 બાબર આઝમ -
પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ પણ આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર લયમાં દેખાઇ રહ્યો છે. તેને અત્યાર સુધી 6 મેચોની 11 ઇનિંગોમાં 72.81 ની એવરેજથી 801 રન બનાવ્યા છે. તેને 3 સદી અને 4 ફિફ્ટી ફટકારી છે. તેનો હાઇસ્કૉર 196 રનોનો રહ્યો છે.