Watch: 'મારા કરતાં વધારે વિવાદ તમારો છે...' ઇન્ટરવ્યૂમાં સામસામે બેઠા ગૌતમ-વિરાટ, ફરી 'ઝઘડા' જેવો માહોલ સર્જાયો
Gautam Gambhir-Virat Kohli BCCI Interview: બીસીસીઆઈએ સોશિયલ મીડિયા દ્વારા એક વીડિયો શેર કર્યો છે, જેમાં વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર એકબીજાની સામે બેસીને ઈન્ટરવ્યુ કરતા જોવા મળે છે.
હાલમાં વિરાટ કોહલી ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેનોમાંનો એક છે. જ્યારે ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની જવાબદારી સંભાળી રહ્યો છે. ભલે ટીમ ઈન્ડિયામાં બંને દિગ્ગજ એકસાથે જોવા મળે છે, પરંતુ એક સમયે બંને એકબીજાના સૌથી મોટા 'દુશ્મન' હતા એ હકીકતને કોઈ નકારી શકે નહીં. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઇન્ટરવ્યુમાં બંને દુશ્મનોને સામસામે બેસાડ્યા.
BCCIએ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના ઈન્ટરવ્યુનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોની શરૂઆત વર્લ્ડ કપ 2011ની ફાઈનલમાં વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરની ઈનિંગ્સથી થઈ હતી. ત્યારે વીડિયોમાં તે ઐતિહાસિક ક્ષણ બતાવવામાં આવી જ્યારે ટીમ ઈન્ડિયાએ 28 વર્ષ બાદ ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. આ પછી ઇન્ટરવ્યુ શરૂ થાય છે.
BCCI ઈન્ટરવ્યુમાં ગૌતમ ગંભીર-વિરાટ કોહલીએ શું વાત કરી?
ઈન્ટરવ્યુની શરૂઆત કરતા ગૌતમ ગંભીરે કહ્યું, "મને યાદ છે કે તમે ઓસ્ટ્રેલિયામાં બમ્પર સિરીઝ રમી હતી, જ્યાં તમે ઘણા રન બનાવ્યા હતા અને તે તમને તે ઝોનમાં લાવ્યા હતા. મારા માટે, તે બરાબર એ જ હતું કે જ્યારે હું નેપિયરમાં રમ્યો હતો. અને જો હું પાછું વળીને જોઉં, તો શું હું ફરીથી અઢી દિવસ બેટિંગ કરી શકું છું અને મને નથી લાગતું કે હું ફરી ક્યારેય આવું કરી શકીશ અને તે પછી હું મારા જીવનમાં ક્યારેય તે ઝોનમાં નથી રહ્યો."
ગંભીરે આગળ કહ્યું, "તેથી હું અનુભવી શકું છું કે તે ઝોનમાં રહેવું કેટલું અદ્ભુત છે અને હું આશા રાખું છું કે તમે ઘણી વખત તે લાગણી અનુભવી હશે, જે મારી હતી."
પછી વિરાટ કોહલીએ આગળ કહ્યું, "પરંતુ જ્યારે તમે બેટિંગ કરી રહ્યા હતા અને તમારા વિરોધીઓ સાથે તમારી થોડી દલીલ થઈ હતી, ત્યારે શું તમે ક્યારેય વિચાર્યું હતું કે આના કારણે તમે તે ઝોનની બહાર જઈ શકો છો અને તમે આઉટ થવા લાગ્યા છો અથવા તમે તમારી જાતને વધુ પ્રેરિત કરી છે.
કોહલીના નિવેદનના જવાબમાં ગંભીરે કહ્યું કે, તમે મારા કરતા વધુ વિવાદો ઉઠાવ્યા છે. આ સાંભળીને કોહલી હસવા લાગે છે. ત્યારે ગંભીર કહે છે કે, આ સવાલનો જવાબ તમે મારા કરતા વધુ સારી રીતે આપી શકો છો. અહીં વિડિયો જુઓ...
A Very Special Interview 🙌
— BCCI (@BCCI) September 18, 2024
Stay tuned for a deep insight on how great cricketing minds operate. #TeamIndia’s Head Coach @GautamGambhir and @imVkohli come together in a never-seen-before freewheeling chat.
You do not want to miss this! Shortly on https://t.co/Z3MPyeKtDz pic.twitter.com/dQ21iOPoLy
આ પણ વાંચો : IND vs BAN: બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં સરફરાઝને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે કે નહીં? ગૌતમ ગંભીરે કરી દીધું સ્પષ્ટ