IND vs BAN: બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં સરફરાઝને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે કે નહીં? ગૌતમ ગંભીરે કરી દીધું સ્પષ્ટ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી ( India vs Bangladesh 1st Test) 19 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે
Gautam Gambhir Press Conference: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી ( India vs Bangladesh 1st Test) 19 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાવાની છે. પ્રથમ ટેસ્ટ પહેલા ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે આજે ચેન્નઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં પ્રથમ ટેસ્ટ માટે ભારતના પ્લેઈંગ-11ને લઈને મોટું નિવેદન આપ્યું હતું.
We respect Bangladesh but we will play the game that a champion side does: India coach Gautam Gambhir ahead of first Test
— Press Trust of India (@PTI_News) September 18, 2024
વાસ્તવમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે યુવા બેટ્સમેન સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલને પ્લેઇંગ-11માં સામેલ કરવા અંગે મોટો સંકેત આપ્યો હતો. સરફરાઝ, યશસ્વી અને ધ્રુવ જુરેલ જેવા યુવા ખેલાડીઓને બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમમાં જગ્યા મળી છે.
India was batting-obsessed nation but Bumrah, Ashwin, Shami and Jadeja turned it into bowlers' game: Gambhir
— Press Trust of India (@PTI_News) September 18, 2024
ચેન્નઈમાં રમાનારી પ્રથમ ટેસ્ટ પહેલા ગૌતમ ગંભીરનું માનવું છે કે એક ટીમમાંથી માત્ર 11 ખેલાડીઓને જ રમવાની મંજૂરી છે. સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલ જેવા યુવા ખેલાડીઓને તેમનું કૌશલ્ય દર્શાવવાની તક મેળવવા માટે વધુ રાહ જોવી પડી શકે છે.
(Jasprit) Bumrah is world's best fast bowler, who can make a difference at any stage of the game: Gambhir
— Press Trust of India (@PTI_News) September 18, 2024
આ સિવાય ગૌતમ ગંભીરે કહ્યું કે ઋષભ પંત પ્રથમ ટેસ્ટમાં રોહિત શર્મા સાથે ઇનિંગની શરૂઆત કરી શકે છે. ગંભીરે કહ્યું કે પંત અમારા માટે ઇનિંગની શરૂઆત કરી શકે છે. તેણે વિકેટકીપર તરીકે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. આપણે બધા જાણીએ છીએ કે પંત કેટલો વિસ્ફોટક હોઈ શકે છે. તેના જેવો ખેલાડી હોવો સારી વાત છે. તેણે વિકેટકીપિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.