Umar Akmal: પાકિસ્તાની ક્રિકેટર ઉમર અકમલ જૂના દિવસો યાદ કરી રડ્યો, કહ્યું- દિકરીની સ્કૂલ ફીના પણ પૈસા નહોતા...
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વર્ષ 2020માં વિકેટ કીપર બેટ્સમેન ઉમર અકમલ પર પ્રતિબંધ મૂક્યો હતો. ઉમર અકમલને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ભ્રષ્ટાચાર વિરોધી એકમ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
Umar Akmal Ban: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વર્ષ 2020માં વિકેટ કીપર બેટ્સમેન ઉમર અકમલ પર પ્રતિબંધ મૂક્યો હતો. ઉમર અકમલને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ભ્રષ્ટાચાર વિરોધી એકમ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જે બાદ આ વિકેટ કીપર બેટ્સમેન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હવે ઉમર અકમલ તે સમયને યાદ કરીને પોતાના આંસુ રોકી શક્યો નથી. ઉમર અકમલે કહ્યું કે તે સમય મારા અને મારા પરિવાર માટે ખૂબ જ પડકારજનક હતો. ઉપરાંત, તેણે જણાવ્યું કે તે સમયે તેને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
ઉમર અકમલ એ સમયને યાદ કરીને રડી પડ્યો હતો
ઉમર અકમલ છેલ્લે પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે વર્ષ 2019માં રમ્યો હતો. પ્રતિબંધના દિવસોને યાદ કરતાં પાકિસ્તાની ક્રિકેટર ઉમર અકમલ કહે છે કે મેં જે પ્રકારના દિવસો જોયો, એવા દિવસો મારા દુશ્મનોએ પણ જોવા ન પડે. અલ્લાહે મારી પરીક્ષા લીધી. તેણે કહ્યું કે જ્યારે હું મારા ખરાબ દિવસોમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મારી આસપાસના ઘણા લોકોએ તેમનો અસલી રંગ બતાવ્યો હતો. આ લોકોએ મને ખરાબ સમયમાં છોડી દીધો. પરંતુ હું એ લોકોનો આભાર માનું છું જેમણે એ મુશ્કેલ સમયમાં મને સાથ આપ્યો.
'મારી પત્નીનો જન્મ સોનાની ચમચી સાથે થયો હતો, પરંતુ...'
ઉમર અકમલે કહ્યું કે હું મારી દીકરીને લગભગ 8 મહિનાથી સ્કૂલે મોકલી શક્યો નહોતો. પણ મારી પત્નીએ મને નીચે પડવા ન દીધો, તે પડછાયાની જેમ મારી પડખે ઉભી રહી. તેણે કહ્યું કે જ્યારે પણ હું એ સમયને યાદ કરું છું ત્યારે મારી આંખોમાં આંસુ આવી જાય છે. ઉમર અકમલ કહે છે કે મારી પત્નીનું જીવન ખૂબ જ રોયલ હતું, પરંતુ જ્યારે મારો ખરાબ તબક્કો આવ્યો ત્યારે તેણે કહ્યું કે પરિસ્થિતિ ભલે ગમે તે હોય, પરંતુ હું હંમેશા તમારી સાથે રહીશ. આ માટે હું મારી પત્નીનો હંમેશા આભારી રહીશ.
પાકિસ્તાની વિકેટકીપર બેટ્સમેન ઉમર અકમલ ખૂબ જ શાનદાર બેટ્સમેન હતો. અકમલ છેલ્લે પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે વર્ષ 2019માં રમ્યો હતો.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial