શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનના ફાસ્ટ બોલર ઉમર ગુલે ક્રિકેટ છોડવાની કરી જાહેરાત
ટ્વેન્ટી-ટ્વેન્ટી ક્રિકેટમાં પોતાના યોર્કરને કારણે ગુલ ખૂબ જ ખાસ બોલર બનીને સામે આવ્યો હતો.
નવી દિલ્હીઃ પાકિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર ઉમર ગુલે ક્રિકેટ છોડવાની જાહેરાત કરી છે. ઉમર ગુલે પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે 47 ટેસ્ટ, 130 વનડે અને 60 ટી20 મેચ રમ્યા છે. 36 વર્ષના સ્ટાર ફાસ્ટ બોલર ઉમર ગુલે ઘરેલુ ટૂર્નામેન્ટ નેશનલ કપમાં પોતાની ટીમ બલૂચિસ્તાનની હાર બાદ ક્રિકેટ છોડવાનો નિર્ણય કર્યો છે.
ઉમર ગુલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પાકિસ્તાન ટીમનું પ્રતિનિધિત્વ કરવાને ગર્વની વાત ગણાવી છે. આ સ્ટાર બોલરે કહ્યું કે, “મેં ક્રિકેટનો પૂરો આનંદ લીધો. ક્રિકેટને કારણે મેં સખત મેહનત કરી અને મને તેનું ફળ પણ મળ્યું. આ સફર દરમિયાન ઘણાં સારા લોકો પણ મળ્યા જેમણએ કોઈને કોઈ સ્તરે મારો સાથ આપ્યો, હું એ બધાનો આભારી છું.”
ઉમર ગુલે ફેન્સનો પણ હંમેશા સપોર્ટ કરવા માટે આભાર વ્યક્ત કર્યો. ગુલે કહ્યું, “સમગ્ર સફરમાં ફેન્સે હંમેશા મને પ્રેમ આપ્યો. હું જીવનભર આ પ્રેમ માટે આભારી રહીશ. જ્યારે હું મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પણ ફેન્સે સાથ આપ્યો. હું મારા પરિવારનો પણ આભાર માનુ છું કે જેમણે મને સફરમાં આગળ વધવામાં મારી મદદ કરી.”
જણાવીએ કે, ઉમર ગુલ વિતેલા 20 વર્ષથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી શાનદાર બોલરમાંથી એક રહ્યો છે. 2002માં ઉમર ગુલે પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત અંડર 19 વર્લ્ડકપથી શરૂ કરી હતી. 2003માં જ ગુલે પાકિસ્તાનની નેશનલ ટીમમાં સ્થાન બનાવ્યું હતું.
ગુલે એપ્રિલ 2003માં ઝિમ્બાબ્વે વિરૂદ્ધ વનડે ડેબ્યૂ ક્યું. 2003 ઓગસ્ટમાં ગુલે બાંગ્લાદેશ વિરૂદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કર્યું. 47 ટેસ્ટ મેચ રતમા ગુલે 34ની સરેરાશથી 163 વિકેટ લીધી, જ્યારે 130 વનડજેમાં તેના નામે 179 વિકેટ રહી.
ટ્વેન્ટી-ટ્વેન્ટી ક્રિકેટમાં પોતાના યોર્કરને કારણે ગુલ ખૂબ જ ખાસ બોલર બનીને સામે આવ્યો હતો. ગુલે 60 મેચ રમતા 85 વિકેટ લીધી. ગુલ ટ્વેન્ટી-ટ્વેન્ટી ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેનાર પાંચ ટોપ બોલરમાંથી એક છે.
જોકે ઉમર ગુલને 2015માં વનડે વર્લ્ડકપ બાદ આ ફોર્મેટમાં રનવાની તક ન મળી. 2016માં ઉમર ગુલે પોતાની અંતિમ ઇન્ટરનેશનલ મેચ રમી અને ત્યારબાત જી તે ઘરેલુ ક્રિકેટ રમી રહ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion