શોધખોળ કરો

શોએબ અખ્તરનો સૌથી ફાસ્ટ બોલનો રેકોર્ડ આ વર્ષે તૂટશે ? આ બોલર છે ઇતિહાસ રચવાનો દાવેદાર

રાવલપિંડી એક્સપ્રેસ તરીકે ઓળખાતા ભૂતપૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલરે 2003 વર્લ્ડ કપ દરમિયાન ઈંગ્લેન્ડ સામેની મેચમાં 161.3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો.

fastest Ball In Cricket History: ક્રિકેટ ઈતિહાસમાં સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરના નામે છે. રાવલપિંડી એક્સપ્રેસ તરીકે ઓળખાતા ભૂતપૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલરે 2003 વર્લ્ડ કપ દરમિયાન ઈંગ્લેન્ડ સામેની મેચમાં 161.3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. જોકે, આ ક્રિકેટ ઈતિહાસનો સૌથી ઝડપી બોલ છે. શોએબ અખ્તરના રેકોર્ડના લગભગ 20 વર્ષ પછી પણ કોઈ બોલર આ ઝડપે બોલ ફેંકી શક્યો નથી. જો કે આ વર્ષે શોએબ અખ્તરનો રેકોર્ડ તોડી શકે છે.

શું ઉમરાન મલિક રેકોર્ડ તોડી શકશે?

તાજેતરમાં જ ભારત અને શ્રીલંકા વચ્ચે 3 T20 મેચોની શ્રેણી રમાઈ હતી. આ સિરીઝમાં ભારતીય ફાસ્ટ બોલર ઉમરાન મલિકે 155 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી. જે બાદ ઉમરાન મલિકે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. અત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતીય ફાસ્ટ બોલર ઉમરાન મલિક પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનો સૌથી ઝડપી બોલનો રેકોર્ડ તોડી શકે છે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયા વર્ષ 2022માં ઘણી મેચ રમશે. સાથે જ ઉમરાન મલિકને ઘણી મેચ રમવાની તક મળશે.

શોએબ અખ્તરના રેકોર્ડ પર ઉમરાન મલિકે શું કહ્યું?

જોકે, ઉમરાન મલિક શોએબ અખ્તરના રેકોર્ડ પર નજર રાખી રહ્યો છે. તાજેતરમાં ઉમરાન મલિકે કહ્યું હતું કે તે શોએબ અખ્તરનો રેકોર્ડ તોડી શકે છે, પરંતુ મારી પ્રાથમિકતા ભારત માટે વધુ સારું પ્રદર્શન કરવાની છે. તેણે કહ્યું કે તમે મેચમાં કઈ ઝડપે બોલિંગ કરી રહ્યા છો, તે સમયે તમને ખબર નથી. તમારી બોલિંગ સ્પીડ મેચ પૂરી થયા પછી જાણી શકાય છે. ભારતીય ફાસ્ટ બોલરે કહ્યું કે મેચ દરમિયાન મારું ધ્યાન સારી જગ્યાએ બોલિંગ કરવા અને વિકેટ મેળવવા પર હોય છે. જો કે એ જોવાનું રસપ્રદ રહેશે કે ઉમરાન મલિક પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનો રેકોર્ડ તોડી શકશે કે નહીં?  

સૂર્યા T20I રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન છે

સૂર્યકુમાર યાદવ હાલમાં ICC T20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન છે. ગયા વર્ષે તે એકમાત્ર એવો ખેલાડી હતો જેણે T20 ક્રિકેટમાં 1000થી વધુ રન બનાવ્યા હતા. અત્યાર સુધીમાં સૂર્યકુમારે 45 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 180.34ની અદભૂત સ્ટ્રાઈક રેટથી 1578 રન બનાવ્યા છે. શનિવારે શ્રીલંકા સામે રમાયેલી ત્રણ મેચોની T20 શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચમાં તેણે 51 બોલમાં અણનમ 112 રન બનાવ્યા હતા. આ તેની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની ત્રીજી સદી હતી. 

શ્રીલંકા સામેની આ મેચમાં સૂર્યાએ 7 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી તેની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે સૂર્યા ભારત માટે બીજા નંબર પર આવી ગયો છે. રોહિત શર્મા 4 સદી સાથે નંબર પર છે.

આ સિવાય તેણે ભારતીય ટીમ માટે T20માં બીજી સૌથી ઝડપી સદી ફટકારી હતી. આ મેચમાં તે 45 બોલમાં પોતાની સદી પૂરી કરી શક્યો હતો. તે જ સમયે, રોહિત શર્મા 35 બોલમાં સદી ફટકારીને આ મામલે નંબર વન પર છે. સૂર્યાની આ ઇનિંગના કારણે ભારતીય ટીમ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 229 રન બનાવી શકી હતી. 

હવે માત્ર ભારતીય કેપ્ટન રોહિત શર્મા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારવામાં સૂર્યકુમારથી આગળ છે. રોહિતે ભારત માટે T20માં ચાર સદી ફટકારી છે અને આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel Hamas War: ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ રોકવા બની સંમતિ, ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન
Israel Hamas War: ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ રોકવા બની સંમતિ, ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન
Delhi Elections: આ 6 ફિલ્મસ્ટાર્સ કરશે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર, બીજેપીએ જાહેર કરી 40 સ્ટાર પ્રચારકોની યાદી
Delhi Elections: આ 6 ફિલ્મસ્ટાર્સ કરશે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર, બીજેપીએ જાહેર કરી 40 સ્ટાર પ્રચારકોની યાદી
Harsha Richhariya: શું બોલિવૂડમાં એન્ટ્રી કરશે મહાકુંભની વાયરલ સાધ્વી હર્ષા? લવ ટિપ્સ પર આપ્યું આ નિવેદન
Harsha Richhariya: શું બોલિવૂડમાં એન્ટ્રી કરશે મહાકુંભની વાયરલ સાધ્વી હર્ષા? લવ ટિપ્સ પર આપ્યું આ નિવેદન
Mahakumbh: મહાકુંભમાં IITian Babaની એન્ટ્રીએ બધાને આશ્ચર્યચકિત કર્યા,સદગુરુ સાથે શું છે કનેક્શન?
Mahakumbh: મહાકુંભમાં IITian Babaની એન્ટ્રીએ બધાને આશ્ચર્યચકિત કર્યા,સદગુરુ સાથે શું છે કનેક્શન?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Crime : ‘હું ભાજપનો મહામંત્રી છું, હું બધાને મારી નાંખીશ’ , તલવાર લઈ ભાજપ નેતાની મારામારીHun To Bolish : હું તો બોલીશ : શિક્ષકના વેશમાં શેતાનHun To Bolish : હું તો બોલીશ : કેમ ભૂલ્યા ભાન?Gir Somanth Leopard Attack : ગીર સોમનાથમાં દીપડાએ વૃદ્ધાને ફાડી ખાતા ફફડાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel Hamas War: ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ રોકવા બની સંમતિ, ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન
Israel Hamas War: ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ રોકવા બની સંમતિ, ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન
Delhi Elections: આ 6 ફિલ્મસ્ટાર્સ કરશે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર, બીજેપીએ જાહેર કરી 40 સ્ટાર પ્રચારકોની યાદી
Delhi Elections: આ 6 ફિલ્મસ્ટાર્સ કરશે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર, બીજેપીએ જાહેર કરી 40 સ્ટાર પ્રચારકોની યાદી
Harsha Richhariya: શું બોલિવૂડમાં એન્ટ્રી કરશે મહાકુંભની વાયરલ સાધ્વી હર્ષા? લવ ટિપ્સ પર આપ્યું આ નિવેદન
Harsha Richhariya: શું બોલિવૂડમાં એન્ટ્રી કરશે મહાકુંભની વાયરલ સાધ્વી હર્ષા? લવ ટિપ્સ પર આપ્યું આ નિવેદન
Mahakumbh: મહાકુંભમાં IITian Babaની એન્ટ્રીએ બધાને આશ્ચર્યચકિત કર્યા,સદગુરુ સાથે શું છે કનેક્શન?
Mahakumbh: મહાકુંભમાં IITian Babaની એન્ટ્રીએ બધાને આશ્ચર્યચકિત કર્યા,સદગુરુ સાથે શું છે કનેક્શન?
Mahakumbh 2025: હિન્દુ ધર્મ અને સનાતન ધર્મમાં શું તફાવત છે, જાણો શૈલશાનંદ ગિરિજી મહારાજ પાસેથી
Mahakumbh 2025: હિન્દુ ધર્મ અને સનાતન ધર્મમાં શું તફાવત છે, જાણો શૈલશાનંદ ગિરિજી મહારાજ પાસેથી
Vadnagar: પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે વડનગર, ગૃહમંત્રી અમિત શાહ 3 નવા વિકાસકામોની આપશે ભેટ
Vadnagar: પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે વડનગર, ગૃહમંત્રી અમિત શાહ 3 નવા વિકાસકામોની આપશે ભેટ
IND W vs IRE W: રાજકોટમાં મહિલા ટીમે વનડે ઈતિહાસની સૌથી મોટી જીત નોંધાવી, આયર્લેન્ડને 304 રનથી હરાવ્યું
IND W vs IRE W: રાજકોટમાં મહિલા ટીમે વનડે ઈતિહાસની સૌથી મોટી જીત નોંધાવી, આયર્લેન્ડને 304 રનથી હરાવ્યું
Gandhinagar:  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી કરોડો રુપિયાના વિકાસ કામોની ભેટ,જાણો મુખ્યમંત્રીના કયા કામના કર્યા વખાણ
Gandhinagar: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી કરોડો રુપિયાના વિકાસ કામોની ભેટ,જાણો મુખ્યમંત્રીના કયા કામના કર્યા વખાણ
Embed widget