Gir Somanth Leopard Attack : ગીર સોમનાથમાં દીપડાએ વૃદ્ધાને ફાડી ખાતા ફફડાટ
Gir Somanth Leopard Attack : ગીર સોમનાથમાં દીપડાએ વૃદ્ધાને ફાડી ખાતા ફફડાટ
ગીર સોમનાથ જિલ્લામાં ફરી એકવાર જોવા મળ્યો ચાર પગનો આતંક, જેમાં એક વૃદ્ધાનું નીપજ્યું મોત. દિવાળીબેન નામના વૃદ્ધા વાડી વિસ્તારમાં ઊંઘતા હતા ત્યારે જ અચાનક દીપડાએ હુમલો કર્યો. હુમલામાં ગંભીર રીતે એજાગ્રસ્ત વૃદ્ધાનું મોત નીપજ્યું .બનાવની જાણ થતા જસાધાર રેન્જ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા. વૃદ્ધાના મૃત દેહને 108 મારફતે ગિરગરડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જ્યારે માનવભક્ષી દીપડાને પકડવા વન વિભાગે આ વિસ્તારમાં પાંજરા મૂક્યા. આ તરફ ખાંભા શહેરમાં પણ દીપડાના આંટા ફેરાથી સ્થાનિકોમાં ડરનો માહોલ છે. જીનવાડી પર આ વિસ્તારમાં વહેલી સવારે દીપડાએ વાછરડીનો શિકાર કર્યો. દીપડાની આજ દહેશતના વિડીયો સીસીટીવીમાં કેદ થયા છે.



















