શોધખોળ કરો

Vadnagar: પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે વડનગર, ગૃહમંત્રી અમિત શાહ 3 નવા વિકાસકામોની આપશે ભેટ

વડનગર: ગુજરાતના પ્રાચીનતમ શહેર વડનગરનો ઇતિહાસ ખૂબ જ ભવ્ય છે. 2500 વર્ષ કરતા વધુ સમયથી સતત ધબકતું રહેલું આ શહેર સાત અલગ અલગ રાજવંશોના શાસન હેઠળ રહ્યું છે.

વડનગર: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 16 જાન્યુઆરી, 2025ના રોજ મહેસાણા જિલ્લાના વડનગર શહેરમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ (પુરાતત્વ અનુભવ સંગ્રહાલય), પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવા વિકાસકાર્યો પૂર્ણ થવાથી વડનગરની મુલાકાતે આવનારા પ્રવાસીઓને હવે એક નવો અનુભવ મળશે. 

ગુજરાતના પ્રાચીનતમ શહેર વડનગરનો ઇતિહાસ ખૂબ જ ભવ્ય છે. 2500 વર્ષ કરતા વધુ સમયથી સતત ધબકતું રહેલું આ શહેર સાત અલગ અલગ રાજવંશોના શાસન હેઠળ રહ્યું છે. વડનગર મુખ્ય વ્યાપારી માર્ગ પર સ્થિત હોવાને લીધે હિંદુ, બૌદ્ધ, જૈન અને ઇસ્લામ ધર્મોના સંગમનું એક જીવંત કેન્દ્ર હતું. આ શહેર સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરોનો અણમોલ ખજાનો છે. વડનગર પીએમ મોદીનું જન્મ સ્થળ છે. વડનગરના ઐતિહાસિક મહત્વ અને પ્રવાસન સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તેની સાથે સંકળાયેલા પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે પ્રેરિત કર્યા છે.વડનગર પર આઇઆઇટી ખડગપુર, આઇઆઇટી ગુવાહાટી, આઇઆઇટી ગાંધીનગર, અને આઇઆઇટી રૂડકી તરફથી વ્યાપક બહુ-વિષયક શોધ શરૂ કરવામાં આવી છે. 

રાજ્યમાં બૌદ્ધ સર્કિટનો વિકાસ થઈ રહ્યો છે, જેનો એક હિસ્સો વડનગરમાંથી પસાર થાય છે. ગુજરાતના પુરાતત્વ વિભાગને વડનગરમાં ખોદકામ દરમિયાન બૌદ્ધ મઠના અવશેષો મળ્યા હતા. વડનગર સુધી પ્રવાસીઓ સહેલાઇથી પહોંચી શકે તે માટે વડનગર રેલવે સ્ટેશનનો વિકાસ કરવામાં આવ્યો છે. વડનગરના આશરે 4500 વર્ષ જૂના શર્મિષ્ઠા તળાવનો પણ વિકાસ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ માટે ત્યાં બોટિંગની સુવિધા પણ વિકસિત કરવામાં આવી છે, તેમજ ઓપન એર થિયેટરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. 

આ ઉપરાંત, મલ્હાર રાગ ગાઈને સંગીત સમ્રાટ તાનસેનના દેહના દાહને શાતા આપનાર વડનગરની બે બહેનો તાના અને રીરીની સ્મૃતિમાં દર વર્ષે તાના-રીરી સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવે છે,આ સાથે જ વડનગર અને તેની આસપાસના વિસ્તારના લોકોને તબીબી સુવિધાઓ અને સારવાર માટે વડનગરમાં અદ્યતન હોસ્પિટલ પણ શરૂ કરવામાં આવી છે. હવે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વડનગરને ત્રણ નવા વિકાસકાર્યોની ભેટ આપવા જઇ રહ્યા છે. 

આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ: 2500 વર્ષોની ઐતિહાસિક યાત્રાનો અનુભવ 

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વડનગરમાં નવનિર્મિત આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે. આ ભારતનું આ પ્રકારનું પ્રથમ મ્યુઝિયમ છે, જેને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા રાજ્યના ડિરેક્ટોરેટ ઓફ આર્કિયોલોજી અને મ્યુઝિયમના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમનો ઉદ્દેશ્ય અહીં ખોદકામ દરમિયાન પ્રાપ્તત થયેલા પુરાતત્વીય પદાર્થો મારફતે વડનગરના બહુસ્તરીય સાંસ્કૃતિક ઇતિહાસને ઉજાગર કરવાનો અને 2500 વર્ષોથી પણ વધુ સમયથી આ શહેરમાં થતી રહેલી માનવ ઉત્ક્રાંતિને પ્રદર્શિત કરવાનો છે. આ મ્યુઝિયમને પુલ મારફતે ખોદકામની લાઇવ સાઇટ સાથે જોડવામાં આવ્યું છે. ₹298 કરોડના અંદાજિત ખર્ચે તૈયાર કરવામાં આવેલું આ ચાર માળનું મ્યુઝિયમ લગભગ 12,500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે.  

આ મ્યુઝિયમના મકાનમાં પુરાતત્વીય ખોદકામ દરમિયાન મળેલી 5000થી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે, જે વડનગરના 2500 વર્ષના ઇતિહાસ અને તેના પ્રાચીન જ્ઞાનના ભંડારને ઉજાગર કરે છે. ઑડિયો-વિઝ્યુઅલ ફિલ્મો અને પ્રદર્શનો સાથે, આ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ ઇતિહાસ અને સંસ્કૃતિના શોખીનો માટે એક ખાસ ભેટ છે. 

‘પ્રેરણા સંકુલ’: આધુનિક ટેક્નિકની સાથે-સાથે નૈતિક મૂલ્યોના પાઠ

કેન્દ્રીય ગૃહમંત્રી ₹72 કરોડના ખર્ચે તૈયાર થયેલા ‘પ્રેરણા સંકુલ’ને રાષ્ટ્રને સમર્પિત કરશે. ‘પ્રેરણા સંકુલ’ એ વડનગરની ઐતિહાસિક પ્રાથમિક શાળાની ઇમારતના નવીનીકરણ માટેની એક પહેલ છે. 1888માં સ્થાપિત થયેલા આ જ શાળામાં આપણા  વડાપ્રધાનએ પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા આ શાળાને ભવિષ્યની આધુનિક શૈક્ષણિક સંસ્થા તરીકે વિકસિત કરવામાં આવી છે, જેમાં નવી ટેક્નોલોજી દ્વારા શિક્ષણ અને નૈતિક મૂલ્યોનો અનોખો સંગમ છે. 

પરિસર વિકાસકાર્ય

અમિત શાહ વડનગરના વારસાને સુરક્ષિત રાખવા માટે શરૂ કરવામાં આવેલા પરિસર વિકાસકાર્યનું અવલોકન પણ કરશે. પરિસર વિકાસકાર્ય અંતર્ગત, ચાર સંકુલમાં વારસાના સંરક્ષણ અને વિકાસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રવેશ પુનઃસ્થાપન, રસ્તાનું બાંધકામ, ઇમારતનો પુનઃઉપયોગ, રાહદારીઓ માટે સંકેતો અને શેરીઓના ફર્નિચરમાં સુધાર જેવા કાર્યો હાથ ધરવામાં આવશે.
પરિસરના વિકાસ દ્વારા ધરોહર યાત્રા માર્ગ તૈયાર કરવામાં આવશે, જે વડનગરના ઇતિહાસનો ઊંડાણથી અનુભવ કરવાની તક પ્રદાન કરશે. ‘પ્રેરણા સંકુલ’ આ તમામ માર્ગોનું કેન્દ્રબિંદુ હશે, જ્યાં તમામ ધરોહર યાત્રાઓ સમાપ્ત થશે. 

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ

 વડનગરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. તેનો ઉદ્દેશ ખેલાડીઓને અત્યાધુનિક તાલીમ સુવિધાઓ પ્રદાન કરવાનો અને એથલીટ્સના પ્રદર્શનને બહેતર બનાવવાની સાથે-સાથે તેમના વિકાસમાં મદદ કરવાનો છે. આ પરિસર નવી રમત-ગમત પ્રતિભાઓને બહાર લાવશે. અહીંયા પેરા સ્પોર્ટ્સ કાર્યક્રમ, વર્કશોપ્સ અને જાગૃતિ અભિયાનોનું આયોજન કરીને દિવ્યાંગ એથલીટ્સની ભાગીદારીને પ્રોત્સાહન આપીને એક સમાવેશી રમત-ગમત સંસ્કૃતિને વિકસિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

₹33.50 કરોડના ખર્ચે વિકસિત કરવામાં આવેલ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેસક્સમાં વિવિધ પ્રકારના ઇનડોર સ્પોર્ટ્સની સુવિધાઓ છે. સાથે જ, આઉટડોર સ્પોર્ટ્સ સુવિધાઓમાં 8 લેનવાળા 400 મીટર સિન્ટેટિક એથલેટિક ટ્રેક, એક એસ્ટ્રો ટર્ફ ફૂટબોલ મેદાન, કબડ્ડી, ખો-ખો અને વૉલીબોલ મેદાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, એક છાત્રાલયનું બાંધકામ પ્રગતિમાં છે, જેમાં 100 છોકરાઓ અને 100 છોકરીઓ માટે રહેવાની વ્યવસ્થા હશે.

આ પણ વાંચો...

Gandhinagar: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી કરોડો રુપિયાના વિકાસ કામોની ભેટ,જાણો મુખ્યમંત્રીના કયા કામના કર્યા વખાણ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND W vs IRE W: રાજકોટમાં મહિલા ટીમે વનડે ઈતિહાસની સૌથી મોટી જીત નોંધાવી, આયર્લેન્ડને 304 રનથી હરાવ્યું

Fact Check: શું AAP નેતા અવધ ઓઝાએ મનીષ સિસોદિયાને ‘ડરપોક’ કહ્યા? જાણો વાયરલ વીડિયોની સત્યતા
Fact Check: શું AAP નેતા અવધ ઓઝાએ મનીષ સિસોદિયાને ‘ડરપોક’ કહ્યા? જાણો વાયરલ વીડિયોની સત્યતા
INS સૂરત, નીલગીરી અને વાઘશીર, ભારત નૌકાદળને મળ્યાં નવા 'ત્રિદેવ', આત્મનિર્ભર ભારત અભિયાન માટે મોટો દિવસ
INS સૂરત, નીલગીરી અને વાઘશીર, ભારત નૌકાદળને મળ્યાં નવા 'ત્રિદેવ', આત્મનિર્ભર ભારત અભિયાન માટે મોટો દિવસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

America Fire: સતત આઠમા દિવસે નથી બુઝાઈ આગ, આગામી 24 કલાક માટે અપાયું એલર્ટ Watch VideoMahakumbh 2025:  ત્રીજા દિવસે ત્રણ કરોડથી વધુ ભક્તોએ લગાવી ડુબકી, હેલિકોપ્ટરથી કરાઈ પુષ્પવર્ષાArvind Kejariwal:ચૂંટણી વચ્ચે દારુ કૌભાંડમાં વધી કેજરીવાલની મુશ્કેલીઓ, ગમે ત્યારે આવશે EDનું સમન્સAhmedabad:નરોડા પોલીસ સ્ટેશનના PI સસ્પેન્ડ, દારૂના અડ્ડા પર SMCના દરોડા બાદ કરાઈ કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND W vs IRE W: રાજકોટમાં મહિલા ટીમે વનડે ઈતિહાસની સૌથી મોટી જીત નોંધાવી, આયર્લેન્ડને 304 રનથી હરાવ્યું
IND W vs IRE W: રાજકોટમાં મહિલા ટીમે વનડે ઈતિહાસની સૌથી મોટી જીત નોંધાવી, આયર્લેન્ડને 304 રનથી હરાવ્યું
Gandhinagar:  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી કરોડો રુપિયાના વિકાસ કામોની ભેટ,જાણો મુખ્યમંત્રીના કયા કામના કર્યા વખાણ
Gandhinagar: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી કરોડો રુપિયાના વિકાસ કામોની ભેટ,જાણો મુખ્યમંત્રીના કયા કામના કર્યા વખાણ
Fact Check: શું AAP નેતા અવધ ઓઝાએ મનીષ સિસોદિયાને ‘ડરપોક’ કહ્યા? જાણો વાયરલ વીડિયોની સત્યતા
Fact Check: શું AAP નેતા અવધ ઓઝાએ મનીષ સિસોદિયાને ‘ડરપોક’ કહ્યા? જાણો વાયરલ વીડિયોની સત્યતા
INS સૂરત, નીલગીરી અને વાઘશીર, ભારત નૌકાદળને મળ્યાં નવા 'ત્રિદેવ', આત્મનિર્ભર ભારત અભિયાન માટે મોટો દિવસ
INS સૂરત, નીલગીરી અને વાઘશીર, ભારત નૌકાદળને મળ્યાં નવા 'ત્રિદેવ', આત્મનિર્ભર ભારત અભિયાન માટે મોટો દિવસ
Smriti Mandhana: સ્મૃતિ મંધાનાનું રાજકોટમાં  શાનદાર પ્રદર્શન, વન-ડેમાં સૌથી ઝડપી સદી ફટકારી
Smriti Mandhana: સ્મૃતિ મંધાનાનું રાજકોટમાં શાનદાર પ્રદર્શન, વન-ડેમાં સૌથી ઝડપી સદી ફટકારી
IND W vs IRE W 3rd ODI: વન-ડે ક્રિકેટમાં ભારતીય મહિલા ટીમે પ્રથમવાર બનાવ્યા 400 રન, અનેક રેકોર્ડ તોડ્યા
IND W vs IRE W 3rd ODI: વન-ડે ક્રિકેટમાં ભારતીય મહિલા ટીમે પ્રથમવાર બનાવ્યા 400 રન, અનેક રેકોર્ડ તોડ્યા
Mahakumbh 2025: શું ખૂબ ઠંડા પાણીમાં ન્હાવાથી હાર્ટ એટેક આવે છે? જાણો તેની પાછળનું સત્ય
Mahakumbh 2025: શું ખૂબ ઠંડા પાણીમાં ન્હાવાથી હાર્ટ એટેક આવે છે? જાણો તેની પાછળનું સત્ય
ગુજરાત દેશમાં સ્ટાર્ટઅપ પોલિસીનો સફળ અમલ કરનાર પ્રથમ રાજ્ય, અત્યાર સુધી 350થી વધુ કરોડ રૂપિયા ફાળવ્યા
ગુજરાત દેશમાં સ્ટાર્ટઅપ પોલિસીનો સફળ અમલ કરનાર પ્રથમ રાજ્ય, અત્યાર સુધી 350થી વધુ કરોડ રૂપિયા ફાળવ્યા
Embed widget