Gandhinagar: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી કરોડો રુપિયાના વિકાસ કામોની ભેટ,જાણો મુખ્યમંત્રીના કયા કામના કર્યા વખાણ
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલમાં ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ઉત્તરાયણ નિમિતે મંગળવારે અમદાવાદમાં પતંગ ચાગવી હતી. તો આજે તેમણે અનેક વિકાસ કામોની લોકોને ભેટ આપી છે.
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલમાં ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ઉત્તરાયણ નિમિતે મંગળવારે અમદાવાદમાં પતંગ ચાગવી હતી. તો આજે તેમણે અનેક વિકાસ કામોની લોકોને ભેટ આપી છે. આજે અંબોડ ખાતે માણસા તાલુકાના ૨૪૧ કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઇ ખાતમુહુર્ત અને ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
गांधीनगर के माणसा में साबरमती नदी पर बैराज सहित क्षेत्र के विभिन्न विकास कार्यों के शिलान्यास और लोकार्पण कार्यक्रम से लाइव… ગાંધીનગરના માણસા ખાતે સાબરમતી નદી પરના બેરેજ સહિત વિસ્તારના વિવિધ વિકાસ કાર્યોના શિલાન્યાસ અને લોકાર્પણ કાર્યક્રમથી લાઈવ. https://t.co/IqqBl9okPc
— Amit Shah (@AmitShah) January 15, 2025
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પ્રસંગે કહ્યું હતું કે આજે માણસા તાલુકામાં 241 કરોડથી વધુ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યા છે. તેઓએ માણસા તાલુકાના સાર્વત્રિક વિકાસ માટે માણસના વતની તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યું કે અંબોડ ખાતેનું મા મહાકાળીનું આ તીર્થધામ દાયકાઓથી લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ બેરેજ બનવાથી માં ના આંગણામાં બારેય મહિના પાણી ભરેલું રહેશે અને આ સ્થળ આનંદ અને શ્રદ્ધાનું સંગમસ્થાન બનશે.
તેઓએ ધારાસભા વખતના સંસ્મરણો યાદ કરતા કહ્યું કે ઉત્તર ગુજરાતમાં ખેડૂતો માટે બોરવેલ બનાવવાની પરમિશન ધારાસભ્યો દ્વારા માગવામાં આવતી હતી અને ડાર્કઝોનના કારણે તે શક્ય બનતું ન હતું. આ પરિસ્થિતિ બદલવાનો વિચાર આદરણીય પ્રધાનમંત્રીને તે વખતે આવ્યો અને કચ્છ સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં પાણીના તળ ઊંચા લાવવાનું કામ થયું.
ભરૂચથી ખાવડા સુધી વાયા સુરેન્દ્રનગર થઈને નર્મદા કેનાલ પહોંચાડવામાં આવી. આ નર્મદાના પાણી થકી સમગ્ર ગુજરાતના 9000થી વધુ તળાવમાં પાણી નાખવાનું કામ પૂર્ણ થયું. રાજ્યની ભાજપા સરકારે સૌની યોજના થકી સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે પાણી પહોંચાડ્યા. ઉત્તર ગુજરાતમાં પણ સુજલામ સુફલામ યોજના થકી દરિયામાં વહી જતું પાણી અટકાવી પાણીના તળ ઊંચા આવ્યા.
સાબરમતી નદી પર 14 ચેક ડેમ બનવાના કારણે નદી તળાવની આસપાસના વિસ્તારોમાં 40 -50 ફૂટ જેટલા તળ ઉપર આવશે. તેઓએ કહ્યું કે ઉત્તર ગુજરાતમાં ફ્લોરાઈડ યુક્ત પાણીના કારણે અકાળે વૃદ્ધત્વ આવતું હતું. નર્મદા યોજનાના કારણે પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થવાથી આ સમસ્યાનો મહદ અંશે અંત આવ્યો છે. તેઓએ કહ્યું કે આ બેરેજના નિર્માણથી અનેક ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવશે સાથે સાથે આસપાસના વિસ્તારોમાં પાણીના તળ ઊંચા આવશે અને આ તીર્થધામ એક વિશાળ યાત્રાધામમાં પરિવર્તિત પણ થશે.
આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, માણસા ખાતે 8 જેટલા બેરેજ બની રહ્યા છે જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણીની સમસ્યાઓનો અંત આવશે. વોટર મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ રાજ્યમાં હજારો ચેકડેમ, બોરવેલ, ખેત તલાવડીઓ ઊભા થઈ રહ્યા છે અને જેના કારણે 1.19 લાખ ઘનફૂટ જળસંચયની ક્ષમતા વધી છે.
આ પણ વાંચો...