Surat Crime : ‘હું ભાજપનો મહામંત્રી છું, હું બધાને મારી નાંખીશ’ , તલવાર લઈ ભાજપ નેતાની મારામારી
Surat Crime : ‘હું ભાજપનો મહામંત્રી છું, હું બધાને મારી નાંખીશ’ , તલવાર લઈ ભાજપ નેતાની મારામારી
સુરતના પાંડેસરા વિસ્તારમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. પાંડેસરાના વિનાયક નગરમાં પાલતુ શ્વાન બાબતે હુમલો કરનાર વોર્ડ નંબર 23નો ભાજપ યુવા મોરચાનો મહામંત્રી છે. ભાજપ યુવા મોરચા મહામંત્રી જીતુ ગોસ્વામીએ હુમલો કર્યાનો ખુલાસો થયો છે. જીતુ ગોસ્વામી જાહેરમાં જ તલવારથી હુમલો કરતા નજરે પડ્યા હતા. હુમલામાં બે મહિલા સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સુરતનો પાંડેસરા વિસ્તાર છે અને વોર્ડ નંબર 29નો મહામંત્રી જીતુ ગોસ્વામી હવે મહામંત્રી બનાવી દીધા એટલે ખુલ્લી તલવાર લઈને બહાર નીકળી ગયા. તેમણે જાણે પરવાનો મળી ગયો હોય એ પ્રમાણેનો આ જે રીતે આતંક છે એ મચાવ્યો છે. આ પરિવારજનો તમે જોઈ શકો છો. ભોગ બનનાર પરિવાર છે. જો કે પાંડેસરા પોલીસની અંદર બંને તરફે ક્રોસ ફરિયાદ થઈ છે. સામસામે ફરિયાદ થઈ છે. પરંતુ આ તસ્વીર તમે જોઈ શકો છો. જીતુ ગોસ્વામી છે તેમનો ફોટો અત્યારે હાલ આ પરિવાર છે એ બતાવી રહ્યા છે અને કયા પ્રકારનો આતંક છે. ખુલ્લી તલવાર સાથે હુમલો કર્યો હતો.





















