શોધખોળ કરો
Advertisement
કોરોનાના કારણે ક્રિકેટની વધુ એક મોટી ટૂર્નામેન્ટને કરાઇ રદ્દ, જાણો વિગતે
રિપોર્ટ છે કે કોરોનાના કારણે નવેમ્બરમાં યોજનારી અંડર-19 એશિયા કપ ટૂર્નામેન્ટને રદ્દ કરવામાં આવી છે. બાંગ્લાદેશે ક્રિકેટ બોર્ડે અંડર-19 એશિયા કપને સ્થગિત કરવાની જાણકારી આપી છે
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે ઇન્ટરનેશનલ ક્રિકેટને મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. આ વર્ષે માર્ચ બાદથી ક્રિકેટ પર મોટુ ગ્રહણ લાગી ગયુ છે. મોટી મોટી ટૂર્નામેન્ટના આયોજનોને સ્થગિત કરી દેવામા આવ્યા છે. વર્લ્ડકપ, એશિયા જેવી ટૂર્નામેન્ટોને રદ્દ કરવાનો વારો આવ્યો છે. હવે રિપોર્ટ છે કે કોરોનાના કારણે નવેમ્બરમાં યોજનારી અંડર-19 એશિયા કપ ટૂર્નામેન્ટને રદ્દ કરવામાં આવી છે. બાંગ્લાદેશે ક્રિકેટ બોર્ડે અંડર-19 એશિયા કપને સ્થગિત કરવાની જાણકારી આપી છે.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે કહ્યું કે નવેમ્બરમાં રમાનારી અંડર-19 એશિયા કપનુ આયોજન નહીં થાય. રિપોર્ટ્સ પ્રમાણે, એશિયન ક્રિકેટ કાઉન્સિલે ટૂર્નામેન્ટના આયોજન માટે તમામ સભ્યોના અભિપ્રાય માંગ્યા હતા, ત્યારબાદ અંડર-19 એશિયા કપના આયોજનને 2021માં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બીસીબીએ એશિયા કપ માટે તાજેતરમાં જ પોતાની નવી અંડર-19 ટીમની પસંદગી કરી હતી, પરંતુ બોર્ડ તરફથી ટૂર્નામેન્ટ ના થવાની જાણકારી મળી. પરંતુ બોર્ડે કહ્યું- અંડર-19 એશિયા કપને 2021 સુધી ટાળી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ ટૂર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સહિતની 8 ટીમો ભાગ લેવા જઇ રહી હતી. અંડર-19 એશિયા કપનુ આયોજન સંયુક્ત આરબ અમિરાતમાં થવાનુ નક્કી હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement