UPW-W vs GG-W : રોમાંચક મેચમાં યૂપી વોરિયર્સની 3 વિકેટે જીત, ગુજરાતની સતત બીજી હાર
ગુજરાતને પોતાની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ખરાબ હારનો સામનો કરવો પડ્યો હતો.યૂપી સામે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
LIVE
Background
UPW-W vs GG-W WPL 2023 LIVE Score: મહિલા પ્રીમિયર લીગની ત્રીજી મેચ યુપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે. ગુજરાતને પોતાની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ખરાબ હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ગુજરાતની ટીમ જીત નોંધાવીને ટુર્નામેન્ટમાં વાપસી કરવા માંગશે. એલિસા હીલીની કેપ્ટનશીપવાળી યુપી ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે. તેની પાસેથી ગુજરાતને જોરદાર ટક્કર મળી શકે છે.
યૂપીની 3 વિકેટથી શાનદાર જીત થઈ
યૂપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સના મુકાબલમાં યૂપીની 3 વિકેટથી શાનદાર જીત થઈ છે. આ રોમાંચક મુકાબલમાં ગુજરાત જીત મેળવે તેવુ લાગીી રહ્યું હતું પરંતુ યૂપી વોરિયર્સની ટીમે શાનદાર રમત રમી હતી. ગુજરાતની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને યૂપીની ટીમે 1 બોલ બાકી રહેલા 7 વિકેટ ગુમાવીને હાંસિલ કર્યો હતો. યૂપી તરફથી ગ્રેસ હેરિસ 59 રન બનાવી નોટ આઉટ રહી હતી.સોફી પણ 22 રન બનાવી નોટઆઉટ રહી હતી. કિરણે 53 રનનું યોગદાન આપ્યું હતું.
કિરણ 48 રન બનાવી રમતમાં
યૂપીની ટીમે 11 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 81 રન બનાવી લીધા છે. કિરણ 48 રન બનાવી રમતમાં છે. જ્યારે દિપ્તી શર્મા પણ મેદાનમાં છે.
યૂપીને જીતવા માટે 170 રનનો ટાર્ગેટ
ગુજરાત જાયન્ટ્સની ટીમે યૂપીને જીતવા માટે 170 રનનો ટાર્ગેટ આપ્યો છે. ગુજરાત તરફથી હરલીને 46 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ સિવાય ગાર્ડનરે 25 રનની ઈનિંગ અને હેમલતાએ 21 રનની શાનદાર ઈનિંગ રમી હતી. યૂપીની ટીમ તરફથી દિપ્તી શર્મા અને સોફીએ 2-2 વિકેટ ઝડપી હતી.
હરલીન અને સુષ્મા વર્મા હાલ મેદાન પર
ગુજરાતની ટીમની 50 રને ત્રીજો ઝટકો લાગ્યો છે. હરલીન અને સુષ્મા વર્મા હાલ મેદાનમાં છે. ગુજરાતની ટીમે 10 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 67 રન બનાવી લીધા છે.
ગુજરાત જાયન્ટ્સની ટીમે બે વિકેટ ગુમાવી
ગુજરાત જાયન્ટ્સની ટીમે બે વિકેટ ગુમાવી દિધી છે. 38 રનમાં ગુજરાતની ટીમે 2 વિકેટ ગુમાવી છે. મેઘના 24 અને અને સોફિયા 13 રન બનાવી આઉટ થઈ હતી.