IND vs SA 2022: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની સીરિઝમાં સ્ટેડિયમમાં દર્શકોના પ્રવેશને લઇને BCCIએ શું લીધો મોટો નિર્ણય?
આઈપીએલની છેલ્લી 4 મેચોમાં સ્ટેડિયમની 100 ટકા ક્ષમતા સાથે દર્શકોને પ્રવેશ આપવામાં આવશે.
India vs South Africa T20i Series: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022 પછી ટીમ ઇન્ડિયા ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે પાંચ ટી-20 મેચની સીરિઝ રમશે. આ સીરિઝ 9મી જૂનથી શરૂ થશે. આ સીરિઝ અગાઉ BCCIએ સ્ટેડિયમમાં દર્શકોની સંખ્યાને લઈને મોટો નિર્ણય લીધો છે. બોર્ડે નિર્ણય લીધો હતો કે હવે ભારતમાં કોરોના વાયરસની સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે ત્યારે દર્શકોને સ્ટેડિયમની 100 ટકા ક્ષમતા સાથે આવવાની મંજૂરી આપવામાં આવશે. અગાઉ, કોરોના મહામારીના કારણે મેદાનમાં ક્રિકેટ ચાહકોને પ્રવેશ આપવામાં આવતો નથી. આઇપીએલની મેચમાં 50 ટકા દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
તે સિવાય બોર્ડે આઈપીએલની પ્લે-ઓફ મેચો માટે અગાઉથી નિર્ણય લીધો છે કે આઈપીએલની છેલ્લી 4 મેચોમાં સ્ટેડિયમની 100 ટકા ક્ષમતા સાથે દર્શકોને પ્રવેશ આપવામાં આવશે. IPLનો પ્લેઓફ રાઉન્ડ 24 મેથી શરૂ થશે જ્યારે ફાઈનલ મેચ 29 મેના રોજ અમદાવાદમાં રમાશે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની સીરિઝની પાંચ મેચ દિલ્હી, કટક, વિશાખાપટ્ટનમ, રાજકોટ અને બેંગ્લોરમાં રમાશે. દક્ષિણ આફ્રિકાએ આ પ્રવાસ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે, જ્યારે ભારતીય ટીમની જાહેરાત આઇપીએલ પછી જ કરાશે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 બાદ ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે ટી-20 સીરિઝ રમશે. આ સીરિઝમાં ઘણા સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવે તેવી શક્યતા છે. આમાં વિરાટ કોહલીનું નામ ટોચ પર છે, જે ખરાબ ફોર્મમાં છે અને તે સતત ક્રિકેટ પણ રમી રહ્યો છે. જોકે, માત્ર વિરાટ કોહલી જ નહીં પરંતુ અન્ય કેટલાક સિનિયર ખેલાડીઓને પણ આરામ આપવામાં આવી શકે છે.
પતિ-પત્નીના ઝઘડામાં થયેલા ફાયરિંગમાં રોડ પરથી પસાર થતા વ્યક્તિની હત્યા, જાણો શું છે સમગ્ર મામલો
સાઉથ હસીના સંયુક્તા હેગડેનો બ્લૂ બિકીનીમાં HOT અવતાર, બીચ પરથી વાયરલ થઇ તસવીરો........
Road Rage Case: નવજોત સિંહ સિદ્ધુને સુપ્રીમ કોર્ટનો આંચકો, 34 વર્ષ જૂના કેસમાં 1 વર્ષની સજા ફટકારી
SBIના કરોડો ગ્રાહકો માટે મોટા સમાચાર, શું તમારું એકાઉન્ટ પણ બ્લોક થઈ ગયું છે, જાણો અહીં...