MS Dhoni: ધોની સામે ફરિયાદ દાખલ, 30 ઓગસ્ટ સુધીમાં આપવો પડશે જવાબ, કરોડો રુપિયાની છેતરપિંડીનો છે કેસ
MS Dhoni News: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કેસ છેતરપિંડીના આરોપો સાથે સંબંધિત છે.
![MS Dhoni: ધોની સામે ફરિયાદ દાખલ, 30 ઓગસ્ટ સુધીમાં આપવો પડશે જવાબ, કરોડો રુપિયાની છેતરપિંડીનો છે કેસ uttar-pradesh-resident-files-complaint-against-former-indian-cricketer-ms-dhoni MS Dhoni: ધોની સામે ફરિયાદ દાખલ, 30 ઓગસ્ટ સુધીમાં આપવો પડશે જવાબ, કરોડો રુપિયાની છેતરપિંડીનો છે કેસ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/10/1742395d61ba7e9a4526ba311dc2e04c1723314046579975_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Complaint against MS Dhoni: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની ખોટા કારણોસર સમાચારમાં આવ્યા છે. વાસ્તવમાં બીસીસીઆઈ (BCCI)ના એક અધિકારી પાસે મહેન્દ્ર સિંહ ધોની વિરૂદ્ધ 'હિતોના સંઘર્ષ'(conflict of interest)ની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ BCCIના નિયમ 39 હેઠળ બોર્ડની એથિક્સ કમિટી સમક્ષ કરવામાં આવી છે.
શું છે મામલો?
ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના રહેવાસી રાજેશ કુમાર મૌર્યએ આ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ 15 કરોડ રૂપિયાના છેતરપિંડીના કેસ સાથે સંબંધિત છે, જે ભારતીય ક્રિકેટર એમએસ ધોની દ્વારા રાંચીની સિવિલ કોર્ટમાં મિહિર દિવાકર નામના વ્યક્તિ વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી. બીસીસીઆઈની એથિક્સ કમિટીએ આ મામલે ધોની પાસેથી 30 ઓગસ્ટ સુધીમાં જવાબ માંગ્યો છે. આ ઉપરાંત રાજેશ કુમાર મૌર્યને પણ 16 સપ્ટેમ્બર સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.
ધોનીને કોણે છેતર્યો?
એમએસ ધોનીએ રાંચીની સિવિલ કોર્ટમાં મિહિર દિવાકર નામના વ્યક્તિ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. જેમાં મિહિર દિવાકર સિવાય સૌમ્ય દાસ અને અરકા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ પર છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જે ધોની સાથે બિઝનેસ કરી રહી હતી. કહેવામાં આવ્યું હતું કે ભારતીય ક્રિકેટર સાથે 15 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.
મિહિર દિવાકર પર ધોનીએ કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો
20 માર્ચ, 2024 ના રોજ થયેલી સુનાવણીમાં, રાંચી સિવિલ કોર્ટે મામલો યોગ્ય ગણાવ્યો હતો, જેના કારણે મિહિર દિવાકર, સૌમ્ય દાસ અને અરકા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને સમન્સ મોકલવામાં આવ્યા હતા. ખાસ કરીને મિહિર દિવાકર પર ધોનીએ કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. કરાર વર્ષ 2021 માં સમાપ્ત થઈ ગયો હતો, તેમ છતાં મિહિર દિવાકરની કંપની (અર્કા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ) તેમના નામનો ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યું હતું.
ધોનીને લગભગ 15 કરોડ રૂપિયાનું નુકસાન થયું
આ અંગે ધોનીના વકીલ દયાનંદ સિંહે દલીલ કરી છે કે મિહિરની કંપનીએ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી એકેડમી ખોલી છે, પરંતુ તેમ છતાં ધોનીને નફામાં કોઈ હિસ્સો આપવામાં આવ્યો નથી. કહેવામાં આવ્યું હતું કે આના કારણે ધોનીને લગભગ 15 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. નોંધનિય છે કે, ધોની ભારતીય ક્રિકેટ ઈતિહાસનો એક સફળ કેપ્ટન છે. તેના કરોડો ફેન છે. એવામાં તેમની સામેના કેસને લઈને સોશિયલ મીડિયા પર ફેન્સ પણ પ્રતિક્રિયા આપવા લાગ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)