શોધખોળ કરો

MI vs KKR: વેંકટેશ અય્યરે આ સીઝનની બીજી સદી ફટકારી, કોલકાતા માટે સદી ફટકારનારો બીજો બેટ્સમેન 

કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન વેંકટેશ અય્યરે સદીનો આંકડો પાર કરી લીધો છે. તેણે 49 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.

Venkatesh Iyer Century: કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન વેંકટેશ અય્યરે સદીનો આંકડો પાર કરી લીધો છે. તેણે 49 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ રીતે વેંકટેશ અય્યર IPL 2023 સિઝનમાં સદી ફટકારનાર બીજા બેટ્સમેન બની ગયા છે. આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડી હેરી બ્રુકે સિઝનની પ્રથમ સદી ફટકારી હતી. આ સાથે જ વેંકટેશ અય્યર કોલકાતા નાઈટ રાઈડર્સ માટે સદી ફટકારનાર બીજો ખેલાડી બની ગયો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ માટે બ્રેન્ડન મેક્કુલમે પ્રથમ સદી ફટકારી હતી, પરંતુ હવે વેંકટેશ અય્યર કોલકાતા નાઈટ રાઈડર્સ માટે સદી ફટકારનાર ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે.

વેંકટેશ અય્યર સદી ફટકારીને રિલે મેરેડિથનો શિકાર બન્યો હતો

જોકે, વેંકટેશ અય્યર 51 બોલમાં 104 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 9 સિક્સર ફટકારી હતી. રિલે મેરેડિથે વેંકટેશ અય્યરને પોતાનો શિકાર બનાવ્યો હતો. જોકે, વેંકટેશ અય્યરે આઉટ થયા બાદ પ્રથમ સિઝનની બીજી સદી ફટકારી હતી. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે તે આઈપીએલમાં સદી ફટકારનાર માત્ર બીજો ખેલાડી બન્યો હતો. આ પહેલા બ્રેન્ડન મેક્કુલમે આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે એકમાત્ર સદી ફટકારી હતી. બ્રેન્ડન મેક્કુલમે IPL 2008માં સદી ફટકારવાનું કારનામું કર્યું હતું.

મુંબઈ ઈન્ડિયન્સ સામે જીતવા માટે 186 રનનો ટાર્ગેટ છે

બીજી તરફ આ મેચની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. વાસ્તવમાં, મુંબઈ ઈન્ડિયન્સનો નિયમિત કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં નથી રમી રહ્યો. આ કારણથી મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 185 રન બનાવ્યા હતા. આ રીતે મુંબઈ ઈન્ડિયન્સને મેચ જીતવા માટે 186 રનની જરૂર છે.  

અર્જૂન તેંડુલકરે કર્યું IPL ડેબ્યૂ

સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને આખરે આજે IPLમાં ડેબ્યૂ કર્યું છે.   મુંબઈ ઈન્ડિયન્સની ટીમે અર્જુનને આઈપીએલ 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ડેબ્યૂ કરવાની તક આપી છે. અર્જુને તેની પ્રથમ IPL મેચ 23 વર્ષની ઉંમરે રમી છે.

મુંબઈ ઈન્ડિયન્સે અર્જુનને આઈપીએલ 2021થી પોતાના કેમ્પમાં રાખ્યો છે, પરંતુ તેને રમવાની તક આપી નથી.  મુંબઈએ 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ આપીને અર્જુનને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આ સિઝનમાં મુંબઈએ 30 લાખ રૂપિયા આપીને અર્જુનને પોતાની ટીમમાં સામેલ કર્યો છે અને હવે 16 એપ્રિલ 2023ના રોજ અર્જુને આખરે આઈપીએલમાં ડેબ્યૂ કર્યું છે. અર્જુન આજે ટોસ પહેલા તેના પિતા સચિન પાસેથી ઘણી સલાહ લેતો જોવા મળ્યો હતો, જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

લાલ કિલ્લા બ્લાસ્ટની સૌથી મોટી કડી, NIA આ રીતે પહોંચી તે ‘લાલ કાર’ સુધી, જેને ખોલી દીધું આખુ રાજ
લાલ કિલ્લા બ્લાસ્ટની સૌથી મોટી કડી, NIA આ રીતે પહોંચી તે ‘લાલ કાર’ સુધી, જેને ખોલી દીધું આખુ રાજ
Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો
Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો
NIA Raid: અલકાયદા આતંકી કાવતરા મામલે 5 રાજ્યોમાં દરોડા, શંકાસ્પદ ડૉક્યૂમેન્ટ જપ્ત
NIA Raid: અલકાયદા આતંકી કાવતરા મામલે 5 રાજ્યોમાં દરોડા, શંકાસ્પદ ડૉક્યૂમેન્ટ જપ્ત
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Advertisement

વિડિઓઝ

Rajkot News: રાજકોટ ગેંગવોરમાં ક્રાઈમબ્રાન્ચની કાર્યવાહી, વધુ ત્રણ આરોપીની પોલીસે કરી ધરપકડ
Gujarat CM Bhupendra Patel : CMએ મંત્રીઓને શું આપી કડક સૂચના? જુઓ અહેવાલ
Gandhinagar terror case: આતંકી ડોક્ટર સૈયદના ઘરેથી મળ્યું ખતરનાક કેમિકલ
Hun To Bolish : હું તો બોલીશ : નવા નોટરીની નિમણૂક
Hun To Bolish : હું તો બોલીશ : 'કિસ્સા ખુરશી કા'
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાલ કિલ્લા બ્લાસ્ટની સૌથી મોટી કડી, NIA આ રીતે પહોંચી તે ‘લાલ કાર’ સુધી, જેને ખોલી દીધું આખુ રાજ
લાલ કિલ્લા બ્લાસ્ટની સૌથી મોટી કડી, NIA આ રીતે પહોંચી તે ‘લાલ કાર’ સુધી, જેને ખોલી દીધું આખુ રાજ
Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો
Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો
NIA Raid: અલકાયદા આતંકી કાવતરા મામલે 5 રાજ્યોમાં દરોડા, શંકાસ્પદ ડૉક્યૂમેન્ટ જપ્ત
NIA Raid: અલકાયદા આતંકી કાવતરા મામલે 5 રાજ્યોમાં દરોડા, શંકાસ્પદ ડૉક્યૂમેન્ટ જપ્ત
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
મહિનાના 30 હજાર રૂપિયાના પગારમાં કઈ કાર ખરીદી શકાય? જાણો કારોની યાદી
મહિનાના 30 હજાર રૂપિયાના પગારમાં કઈ કાર ખરીદી શકાય? જાણો કારોની યાદી
Amla Juice Benefits: 30 દિવસો સુધી દરરોજ પીઓ આમળાનો જ્યૂસ, શરીરમાં થતા આ પાંચ ફેરફારો ચોંકાવી દેશે
Amla Juice Benefits: 30 દિવસો સુધી દરરોજ પીઓ આમળાનો જ્યૂસ, શરીરમાં થતા આ પાંચ ફેરફારો ચોંકાવી દેશે
Delhi blast: કાશ્મીરનો ડૉક્ટર ઉમર જ નીકળ્યો દિલ્હી બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ, DNA રિપોર્ટથી ખુલાસો
Delhi blast: કાશ્મીરનો ડૉક્ટર ઉમર જ નીકળ્યો દિલ્હી બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ, DNA રિપોર્ટથી ખુલાસો
Delhi Blast: દિલ્હી સહિત ચાર શહેરોમાં સીરિયલ બ્લાસ્ટનો હતો પ્લાન! એકઠા કર્યા હતા IED, તપાસમાં ખુલાસો
Delhi Blast: દિલ્હી સહિત ચાર શહેરોમાં સીરિયલ બ્લાસ્ટનો હતો પ્લાન! એકઠા કર્યા હતા IED, તપાસમાં ખુલાસો
Embed widget