Morbi Car Accident CCTV : મોરબીમાં બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત, સામે આવ્યા સીસીટીવી
Morbi Car Accident CCTV : મોરબીમાં બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત, સામે આવ્યા સીસીટીવી
મોરબીમાં 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક કાર રોડ કરી રહી હતી, એ જ સમયે પૂરપાટ આવતી કારે રોડ ક્રોસ કરી રહેલી કારને અડફેટે લીધી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં આ સમગ્ર ઘટના જોઇ શકાય છે. અન્ય એક અકસ્માતની વાત કરીએ તોમોરબીના નેક્સસ સિનેમા સામે અકસ્માત સર્જાયો હતો. કારના ચાલકે દંપતીને હડફેટે લેતા એકનું મોત નીપજ્યું ચે. રોડ ક્રોસ કરતા દંપતીને કારે હડફેટે લીધા હતા. કિશનભાઈ અને તેના પત્ની ચાંદનીબેનને ઈજા પહોંચી હતી . ચાંદનીબેનને ગંભીર ઈજા પહોચતા મોત થયું. મોરબી તાલુકા પોલીસે બનાવ અગે ફરિયાદ નોંધી વધુ તાપસ હાથ ધરી છે.




















