ટીમ ઈન્ડિયાના RRR નહીં પણ ગુજરાતનો આ ખેલાડી બનશે વિરાટના સ્થાને ટેસ્ટ કેપ્ટન, જય શાહ પણ તરફેણમાં....
વિરાટની ગેરહાજરીમાં અત્યાર સુધીમાં રોહિત શર્મા , કેએલ રાહુલ જેવા ખેલાડીઓ કેપ્ટનન્સી કરી ચૂક્યા છે પણ બોર્ડે એક કાયમી વિકલ્પ શોધવા માગે છે
નવી દિલ્હીઃ ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમના કેપ્ટનપદેથી રાજીનામું આપ્યું છે. વિરાટ કોહલીએ શનિવારે ટ્વિટર પર પોસ્ટ મૂકી ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટન્સી છોડવાની જાહેરાત કરી હતી. સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમા હાર બાદ વિરાટ કોહલીએ આ નિર્ણય લીધો હતો.
હવે બોર્ડ ટેસ્ટમાં વિરાટ કોહલી બાદ કોને કેપ્ટન બનાવે છે તેના પર સૌન નજર છે. વિરાટની ગેરહાજરીમાં અત્યાર સુધીમાં રોહિત શર્મા , કેએલ રાહુલ જેવા ખેલાડીઓ કેપ્ટનન્સી કરી ચૂક્યા છે પણ બોર્ડે એક કાયમી વિકલ્પ શોધવા માગે છે કે જે ટીમને નવી ઉંચાઈએ લઈ જઈ શકે.
હાલમાં પસંદગીકારો ટેસ્ટ ટીમના કેપ્ટનપદ માટે રોહિત શર્મા, કેએલ રાહુલ અને ઓફ સ્પિનર આર.અશ્વિનના નામ પર વિચાર કરી રહ્યા હોવાના અહેવાલ છે. જો કે બોર્ડનાં સૂત્રોના મતે, પસંદગીકારો આશ્ચર્ય સર્જીને કોઈ નવું જ નામ આગળ કરીને તેને કેપ્ટન તરીકેની જવાબદારી સોંપશે. સૂત્રોના મતે, જસપ્રિત બૂમરાહને આ જવાબદારી સોંપાય એવી પ્રબળ શક્યતા છે. હાલમાં બોર્ડના સેક્રેટરી તરીકે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના પુત્ર જય શાહ છે. જય શાહ ગુજરાતી એવા બૂમરાહને કેપ્ટન બનાવવા માંગતા હોવાનો સૂત્રોનો દાવો છે. આ સંજોગોમાં ટીમ ઈન્ડિયાના RRR (રોહિત, રાહુલ કે રવિચંદ્રન) નહીં પણ બૂમરાહ કેપ્ટન બનવા પ્રબળ દાવેદાર છે.
બૂમરાહના સાતત્યપૂર્ણ દેખાવ અને બિન વિવાદાસ્પદ વ્યક્તિત્વના કારણે હેડ કોચ રાહુલ દ્રવિડ અને બોર્ડ પ્રમુખ સૌરવ ગાંગુલી પણ બૂમરાહની તરફેણમાં છે. ભારતને આગામી ટેસ્ટ સીરિઝ શ્રીલંકા વિરુદ્ધ ફેબ્રુઆરીમાં ઘરઆંગણે રમવાની છે. આ સીરિઝ માટે ભારતીય ટીમ એક નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે અને સૂત્રોનું માનીએ તો આ કેપ્ટન બૂમરાહ હશે.
વિરાટ કોહલીને 2014ના અંતમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. બાદમાં તે સતત ટેસ્ટ ટીમનો કેપ્ટન રહ્યો છે. વિરાટની ગેરહાજરીમાં રહાણેએ ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી પણ છેલ્લા કેટલાક સમયથી ખરાબ પ્રદર્શનના કારણે રહાણે પાસેથી વાઇસ કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી હતી. બાદમાં રોહિત શર્માને વાઇસ કેપ્ટન બનાવાયો હતો પણ ઇજાના કારણે રોહિત સાઉથ આફ્રિકા જઇ ના શકતાં તેના સ્થાને લોકેશ રાહુલને સાઉથ આફ્રિકાની સીરિઝ માટે વાઇસ કેપ્ટન બનાવાયો હતો. રાહુલે વિરાટની ગેરહાજરીમાં જ્હોનિસબર્ગમાં કેપ્ટન્સી સંભાળી હતી પણ તે બિનઅસરકારક સાબિત થયો હતો.
આ પણ વાંચો.........
પબજીમાં દવાના વેપારીના દીકરાએ 17 લાખ રૂપિયા ગુમાવ્યા, પિતરાઇ ભાઇ સહિત ચાર લોકોની ધરપકડ
આ પાંચ ફિચર્સથી બદલાઇ જશે Whatsapp યૂઝર્સને એક્સપીરિયન્સ, જાણો વિગતે