World Cup 2023: કોહલી અને રોહિત શર્માની આંખો આંસુથી છલકાઈ, રડતા સિરાજને બુમરાહે સંભાળ્યો
World Cup 2023: ફરી એકવાર ભારતીય ટીમનું વર્લ્ડ કપ ટાઇટલ જીતવાનું સપનું ચકનાચૂર થઇ ગયું છે. 2023 વર્લ્ડ કપની યજમાની ભારત કરી રહ્યું હતું.
World Cup 2023: ફરી એકવાર ભારતીય ટીમનું વર્લ્ડ કપ ટાઇટલ જીતવાનું સપનું ચકનાચૂર થઇ ગયું છે. 2023 વર્લ્ડ કપની યજમાની ભારત કરી રહ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ શરૂઆતથી જ સારા ફોર્મમાં હતી અને સતત 10 મેચ જીતીને ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ ટાઇટલ મેચમાં તેને ઓસ્ટ્રેલિયા સામે ભારે હારનો સામનો કરવો પડ્યો હતો અને તેની સાથે જ ટાઇટલ જીતવાનું સપનું પણ ચકનાચૂર થઇ ગયું હતું.
Nothing is more painful than watching tears in Rohit Sharma eyes again after 2019 CWC!
— Saurabh Singh (@100rabhsingh781) November 19, 2023
#INDvsAUS #RohitSharma #INDvsAUSFinal pic.twitter.com/shA95pQG46
આ હાર બાદ કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજની આંખોમાં આંસુ આવી ગયા. સિરાજની સંભાળ મેદાન પર અન્ય સાથી ખેલાડીઓએ લીધી હતી. જ્યારે રોહિત અશ્રુભીની આંખો સાથે મેદાનની બહાર આવ્યો.
this fkin hurts! i cant-#indvsaus
— t i s h (@dramaxcams) November 19, 2023
pic.twitter.com/ohKFNjc0J4
વિરાટ કોહલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેની આંખોમાંથી આંસુ વહી રહ્યાં છે. મોટી વાત એ છે કે તેની આ ભાવનાત્મક ઘટના ત્યારે બની જ્યારે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 10 રનની જરૂર હતી. ત્યારે ભારતીય ટીમની હાર લગભગ નિશ્ચિત હતી. આ દરમિયાન કોહલીની આંખો ભીની થઈ ગઈ હતી.
"It's disheartening to see Virat like this 🥺🥺🥺🥺#INDvsAUS #ViratKohli𓃵pic.twitter.com/bb87cbb39R
— 𝑵𝒂𝒉𝒚𝒂𝒏 (@Nahyan_here) November 19, 2023
ઓસ્ટ્રેલિયા બન્યું વર્લ્ડ ચેમ્પિયન
ફરી એકવાર કરોડો ભારતીય ચાહકોના સપના ચકનાચૂર થઈ ગયા. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ભારતીય ટીમને 6 વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની આ જીતમાં ડાબોડી ઓપનર ટ્રેવિસ હેડે 137 રનની શાનદાર ઇનિંગ રમીને મહત્વનું યોગદાન આપ્યું હતું. આ સિવાય લાબુશેને 58 રન બનાવ્યા હતા. ટાઇટલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ શરૂઆતથી જ ભારત પર પ્રભુત્વ જમાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયાનું આ છઠ્ઠું ODI વર્લ્ડ કપ ટાઇટલ હતું. મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 50 ઓવરમાં 240 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. 241 રનના લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં મેચ જીતી લીધી હતી. પેટ કમિન્સના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયા બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ સહિત ત્રણેય વિભાગોમાં શાનદાર હતું.