Watch: લંડનમાં કીર્તન સાંભળવા પહોંચ્યા વિરાટ-અનુષ્કા, વીડિયો થયો વાયરલ
Virat Kohli Anushka VIDEO: વિરાટ અને અનુષ્કાએ લંડનમાં કૃષ્ણ દાસના કીર્તનમાં ભાગ લીધો હતો. કૃષ્ણ દાસ અમેરિકન ગાયક છે. તેઓ ભક્તિ ગીતો માટે જાણીતા છે.
Virat Kohli Anushka Sharma London: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી વિરાટ કોહલી આ દિવસોમાં બ્રેક પર છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ બાદ ભારતીય ખેલાડીઓ રજાની ઉજવણી કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયા 12 જુલાઈથી વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ સિરીઝ રમશે. આ પહેલા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા હાલ લંડનમાં છે. તાજેતરમાં કોહલી અને અનુષ્કા કીર્તન સાંભળવા આવ્યા હતા. તેના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે.
Virat Kohli and Anushka Sharma attend Krishna Das Kirtan in London Yesterday pic.twitter.com/IRRnz8peh3
— Virat Kohli Fan Club (@Trend_VKohli) June 17, 2023
વિરાટ અને અનુષ્કાએ લંડનમાં કૃષ્ણ દાસના કીર્તનમાં ભાગ લીધો હતો. કૃષ્ણ દાસ અમેરિકન ગાયક છે. તેઓ ભક્તિ ગીતો માટે જાણીતા છે. વિરાટ અને અનુષ્કા ઘણા ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ ચૂક્યા છે. કોહલી અને અનુષ્કાએ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલની મુલાકાત લીધી હતી. તે બંને વૃંદાવન પણ ગયા હતા. તાજેતરના કીર્તનને લઈને સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો શેર કરવામાં આવી છે. આ તસવીરો અને વીડિયો પર ફેન્સે વિવિધ પ્રતિક્રિયાઓ આપી છે.
Virat Kohli latest 😍
— `` (@KohlifiedGal) June 17, 2023
At a music concert in London with Anushka and in laws ❤️ pic.twitter.com/MbhV8B2zTk
ટીમ ઈન્ડિયા હવે જશે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ
ભારતીય ટીમ જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે. અહીં ટેસ્ટ, ODI અને T20 મેચોની શ્રેણી રમાશે. આ શ્રેણી 12મી જુલાઈથી શરૂ થશે. બંને દેશો વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. વિરાટ કોહલી આ પ્રવાસ પહેલા બ્રેક પર છે. ટીમ ઈન્ડિયા આ પ્રવાસથી ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપી શકે છે.
Virat Kohli And @AnushkaSharma Attended @KrishnaDas' Kirtan At Union Chapel, London Yesterday.❤️#Virushka @imVkohli pic.twitter.com/7fpoFkZ6EM
— virat_kohli_18_club (@KohliSensation) June 17, 2023