શોધખોળ કરો
વેસ્ટ ઇન્ડિઝ સામે હાર માટે કોહલીએ આપ્યુ આ મોટુ કારણ, જાણો વિગતે
કોહલીએ હાર માટે ખરાબ ફિલ્ડિંગને જવાબદાર ગણી હતી. કોહલીએ કહ્યું કે લક્ષ્ય બરાબર હતુ પણ ફિલ્ડિંગમાં ગાબડા પડવાથી કેરેબિયન બેટ્સમેનો લક્ષ્ય સુધી પહોંચી શક્યા હતા
![વેસ્ટ ઇન્ડિઝ સામે હાર માટે કોહલીએ આપ્યુ આ મોટુ કારણ, જાણો વિગતે virat kohli explained reason for loss west indies 2nd t20i વેસ્ટ ઇન્ડિઝ સામે હાર માટે કોહલીએ આપ્યુ આ મોટુ કારણ, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/08183622/ind-wi.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
તિરુવનંતપુરમઃ રવિવારે સાંજે કેરાલાના તિરુવનંતપુરમમાં રમાયેલી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની મેચ ભારત હારી ગયુ, ભારતે બીજી ટી20માં 170 રનનો વિશાળ લક્ષ્ય આપ્યો હોવા છતાં વિન્ડિઝ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે મેચ બાદ કેપ્ટન વિરાટે હાર માટે એક ખાસ કારણ બતાવ્યું છે.
મેચ બાદ કોહલીએ કહ્યું કે, અમારી ટીમની બેટિંગ સારી રહી, પણ બૉલિંગ અને ખાસ કરીને ફિલ્ડિંગ ખરાબ રહી. કહ્યું કે અમારા ખેલાડીઓએ ત્રણ મોટા કેચ છોડ્યા, જેનો લાભ વેસ્ટ ઇન્ડિઝ ઉઠાવી ગયુ હતું. સિમન્સનો કેચ વૉશિંગટને, લૂઇસનો કેચ પંતે, અને નિકોલસ પૂરનનો કેચ અય્યર છોડ્યો જે અમારા હાથમાંથી જીત છીનવી ગયા હતા.
કોહલીએ હાર માટે ખરાબ ફિલ્ડિંગને જવાબદાર ગણી હતી. કોહલીએ કહ્યું કે લક્ષ્ય બરાબર હતુ પણ ફિલ્ડિંગમાં ગાબડા પડવાથી કેરેબિયન બેટ્સમેનો લક્ષ્ય સુધી પહોંચી શક્યા હતા, અમારી બૉલિંગ પણ સારી, અમે દબાણ બનાવવાની કોશિશ પણ કરી હતી.
નોંધનીય છે કે, તિરુવનંતપુરમની બીજી ટી20 મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ટૉસ જીતીને ભારતને પહેલા બેટિંગમાં ઉતાર્યુ હતુ. ભારતે સારી બેટિંગ કરીને 170 રનનુ વિશાલ લક્ષ્ય આપ્યુ હતુ, જોકે, ખરાબ ફિલ્ડિંગના કારણે વેસ્ટ ઇન્ડિઝે 8 વિકેટે મેચ જીતી લીધી હતી.
![વેસ્ટ ઇન્ડિઝ સામે હાર માટે કોહલીએ આપ્યુ આ મોટુ કારણ, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/08131159/Simons-300x196.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)