Virat Kohli Twitter Followers: બેટીંગ બાદ હવે ટ્વીટર ઉપર પણ વિરાટ કોહલીએ આ રેકોર્ડ બનાવ્યો, બન્યો પ્રથમ ક્રિકેટર
પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ તેના બેટથી ઘણા રેકોર્ડ બનાવ્યા છે. હાલમાં જ એશિયા કપમાં રમતાં વિરાટો કોહલીએ તેનું 71મું શતક પણ ફટકાર્યું હતું.
Virat Kohli: પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ તેના બેટથી ઘણા રેકોર્ડ બનાવ્યા છે. હાલમાં જ એશિયા કપમાં રમતાં વિરાટો કોહલીએ તેનું 71મું શતક પણ ફટકાર્યું હતું. વિરાટ બેટીંગથી તો કમાલ બતાવે જ છે. તેની સાથે-સાથે સોશિયલ મીડિયા પર પણ ફેન્સને આકર્ષવામાં સફળ છે. વિરાટના ઈન્સ્ટાગ્રામ પર 211 મિલિયન ફોલોઅર્સ છે. ત્યારે હવે વિરાટ કોહલી ટ્વિટર પર પણ 'કિંગ' બની ગયો છે.
50 મિલિયન ફોલોઅર્સ ધરાવનાર પ્રથમ ક્રિકેટરઃ
વિરાટ કોહલીના ટ્વિટર પર 50 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કરી લીધો છે. આ રીતે, વિરાટ કોહલી ટ્વિટર પર 50 મિલિયન ફોલોઅર્સ ધરાવનાર પ્રથમ ક્રિકેટર બની ગયો છે. ટ્વિટર પર વિવિધ ગેમ્સના ખેલાડીઓના ફોલોઅર્સની બાબતમાં સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પ્રથમ જ્યારે લિયોનેલ મેસ્સી બીજા ક્રમે છે. આ રીતે વિરાટ કોહલી આ યાદીમાં ત્રીજા નંબરે છે. જો કે, અન્ય કોઈ ક્રિકેટરને હજી સુધી 50 મિલિયન ટ્વિટર ફોલોવર્સ થયા નથી.
રોનાલ્ડો અને મેસ્સી પછી વિરાટ ટોપ ઉપરઃ
મહત્વપૂર્ણ છે કે, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ટ્વિટર પર 450 મિલિયન ફોલોઅર્સ છે, જ્યારે લિયોનેલ મેસ્સીના 333 મિલિયન ફોલોઅર્સ છે. એશિયા કપ 2022માં પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. વિરાટ કોહલીએ એશિયા કપ 2022ની 5 મેચમાં 276 રન બનાવ્યા હતા. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન લાંબા સમયથી રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો, પરંતુ અફઘાનિસ્તાન સામેની મેચમાં વિરાટ કોહલી 61 બોલમાં અણનમ 122 રનની ઇનિંગ રમીને ફોર્મમાં પરત ફર્યો હતો. ઉપરાંત, તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની 71મી સદી ફટકારી હતી.
વિરાટે અફઘાનિસ્તાન સામે શાનદાર સદી ફટકારીઃ
એશિયા કપ 2022 પહેલા વિરાટ કોહલીએ મોટું નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે, જ્યારથી તેણે પ્રોફેશનલ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું છે, એવું પહેલી વાર બન્યું છે કે લગભગ એક મહિના સુધી મેં ક્રિકેટના બેટને હાથ પણ ન લગાવ્યો. તે સમયે મને ખબર હતી કે બહાર ઘણું બધું ચાલે છે, પણ મેં મારું ધ્યાન રાખ્યું. સાથે જ પૂર્વ ભારતીય કેપ્ટને કહ્યું કે મારી પત્ની અનુષ્કા શર્મા એ મુશ્કેલ સમયમાં મારી સાથે હતી. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ એશિયા કપ 2022માં પાકિસ્તાન અને શ્રીલંકા સામે હાર્યા બાદ ફાઇનલમાં જગ્યા બનાવી શકી ન હતી.