‘કપલ ડાન્સ’ બાદ હવે ડ્રેસિંગ રૂમ: વિરાટ કોહલીએ કુલદીપ યાદવની ઉડાવી મજાક, જુઓ Video
Virat Kohli roasts Kuldeep Yadav: ત્રીજી વન-ડે મેચમાં શાનદાર પ્રદર્શન બદલ ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં ઉજવણીનો માહોલ હતો.

Virat Kohli roasts Kuldeep Yadav: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી વન-ડે મેચ માત્ર જીત માટે જ નહીં, પરંતુ ખેલાડીઓ વચ્ચેની મજેદાર કેમેસ્ટ્રી માટે પણ યાદગાર બની રહી છે. મેદાન પર વિરાટ કોહલી અને કુલદીપ યાદવનો ડાન્સ વાયરલ થયા બાદ, હવે ડ્રેસિંગ રૂમનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં 'ઈમ્પેક્ટ પ્લેયર' નો એવોર્ડ લેતી વખતે વિરાટ કોહલી કુલદીપને ટ્રોલ કરતો જોવા મળે છે. કોહલીએ મજાકિયા અંદાજમાં કુલદીપને "રડો, રડો!" કહીને ચીડવતા સાથી ખેલાડીઓ હસી પડ્યા હતા.
ડ્રેસિંગ રૂમમાં વિરાટની કોમેન્ટ: 'રડો.. રડો..!'
ત્રીજી વન-ડે મેચમાં શાનદાર પ્રદર્શન બદલ ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં ઉજવણીનો માહોલ હતો. ટીમના આસિસ્ટન્ટ કોચ રાયન ટેન ડોશેટે મેચમાં 4 મહત્વની વિકેટ ઝડપનાર કુલદીપ યાદવને 'ઈમ્પેક્ટ પ્લેયર' તરીકે જાહેર કર્યો હતો. જેવા કુલદીપ યાદવ મેડલ લેવા માટે આગળ આવ્યા, કે તરત જ પાછળથી વિરાટ કોહલીનો અવાજ ગુંજી ઉઠ્યો. વિરાટે મજાકિયા સૂરમાં બૂમ પાડીને કહ્યું, "રડો, રડો!". વિરાટની આ ટિપ્પણી સાંભળીને ત્યાં હાજર તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ હસી પડ્યા હતા.
🗣️🗣️ In a series where the bat dominated, he showed his class with the ball 👌
— BCCI (@BCCI) December 7, 2025
Presenting the 𝐈𝐦𝐩𝐚𝐜𝐭 𝐏𝐥𝐚𝐲𝐞𝐫 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐒𝐞𝐫𝐢𝐞𝐬 - 𝙆𝙪𝙡𝙙𝙚𝙚𝙥 𝙔𝙖𝙙𝙖𝙫 🏅
🔽 Watch | #TeamIndia | #INDvSA | @imkuldeep18 | @IDFCFIRSTBank https://t.co/UiT35NFZsN
કુલદીપની સ્પીચ અને વિરાટની મિમિક્રી
મેડલ સ્વીકાર્યા બાદ જ્યારે કુલદીપ યાદવ પોતાની સ્પીચ આપી રહ્યા હતા, ત્યારે વિરાટ કોહલીએ તેમની સાથે હાથ મિલાવ્યો હતો. કુલદીપે પોતાની સ્પીચમાં વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલની ઈનિંગ્સના વખાણ કર્યા હતા અને ખાસ કરીને જયસ્વાલની સદીને બિરદાવી હતી. જોકે, વિરાટ કોહલી મસ્તીના મૂડમાં જ હતા. જ્યારે કુલદીપ મેડલ લઈને પોતાની સીટ પર પાછા ફરી રહ્યા હતા અને બોલવાનું ચાલુ રાખ્યું હતું, ત્યારે વિરાટે ફરી એકવાર કુલદીપની બોલવાની સ્ટાઇલની નકલ (મિમિક્રી) કરીને તેને રોસ્ટ કર્યો હતો.
સિરીઝમાં કુલદીપ યાદવનો દબદબો: સૌથી વધુ વિકેટ ઝડપી
આ મજાક-મસ્તી સિવાય મેદાન પર પણ કુલદીપ યાદવનો જાદુ જોવા મળ્યો હતો. તે આ સમગ્ર વન-ડે શ્રેણીમાં સૌથી સફળ બોલર સાબિત થયા છે. કુલદીપે 3 મેચમાં કુલ 9 વિકેટ ઝડપીને શ્રેણીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. ભારતીય બોલરોનું પ્રભુત્વ એટલું હતું કે બીજા અને ત્રીજા નંબરે પણ ભારતીય ખેલાડીઓ જ રહ્યા. જેમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ 7 વિકેટ અને અર્શદીપ સિંહે 5 વિકેટ પોતાના નામે કરી હતી.




















