IND vs ENG 2જી ODI: શું શ્રેયસ અય્યર બીજી વનડેમાંથી બહાર થશે? સામે આવ્યા ચોંકાવનારા સમાચાર
Shreyas Iyer IND vs ENG: શ્રેયસ અય્યરે નાગપુર ODI માં શાનદાર પ્રદર્શન કર્યું. પરંતુ ટીમ ઈન્ડિયા કટકમાં રમાનારી બીજી વનડે મેચની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે.

Shreyas Iyer IND vs ENG 2nd ODI: ટીમ ઈન્ડિયાના અનુભવી ખેલાડી શ્રેયસ અય્યરે નાગપુરમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેણે વિસ્ફોટક અડધી સદી ફટકારીને ઇંગ્લેન્ડ સામે ભારતની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પરંતુ તે આ મેચનો ભાગ બનવાનો નહોતો. વિરાટ કોહલીને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કર્યા પછી અય્યરને તક મળી. પરંતુ હવે પ્રશ્ન એ છે કે શું અય્યર કટકમાં રમાનારી બીજી વનડેમાં રમશે? જો કોહલી પાછો ફરે છે, તો એક ખેલાડીને બહાર રાખવો પડશે.
વિરાટ ઈજાને કારણે નાગપુર વનડેમાં રમ્યો ન હતો
વાસ્તવમાં, વિરાટ ઈજાને કારણે નાગપુર વનડેમાં રમ્યો ન હતો. આ કારણોસર શ્રેયસને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. મેચ પહેલા અય્યર એક ફિલ્મ જોઈ રહ્યો હતો. પરંતુ પછી અચાનક રોહિત શર્માએ તેને ફોન કર્યો અને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થવા અંગે કહ્યું. અય્યરનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ ભારત માટે ગેમ ચેન્જર સાબિત થયો. તેણે નાગપુરમાં 36 બોલમાં 59 રન બનાવ્યા.
જો કોહલી પાછો ફરે તો કોણ બહાર થશે?
કોહલીની ફિટનેસ અંગે હજુ સુધી BCCI તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી. પરંતુ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે કોહલી કટક વનડે પહેલા ફિટ થઈ શકે છે. જો તે ફિટ હશે તો ખેલાડીઓમાંથી એકને બહાર બેસવું પડશે. આવી સ્થિતિમાં શ્રેયસ અય્યરને બ્રેક આપી શકાય છે. પરંતુ આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી.
ભારતે શ્રેણીમાં લીડ મેળવી
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીની પહેલી મેચ નાગપુરમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 4 વિકેટથી જીતી લીધી. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે 248 રન બનાવ્યા. જવાબમાં, ભારતે 38.4 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું. શ્રેયસ ઐયરે 36 બોલનો સામનો કરીને 59 રન બનાવ્યા. તેણે 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં લીડ મેળવી લીધી છે. તમને જણાવી દઈએ કે, અય્યર અને જયસ્વાલ બન્નેમાંથી કોઈ બહાર થશો તો વિરાટનો સમાવેશ પ્લેઈંગ ઈલેવનમાં કરવામાં આવે.
આ પણ વાંચો...
'ટીવી પર ફિલ્મ જોઇ રહ્યો હતો ને અચાનક રોહિતનો ફોન આવ્યો, પછી...' - છેલ્લી ઘડીએ શ્રેયસ અય્યરનું થયું ટીમમાં સિલેક્શન, વાંચો રોચક કિસ્સો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
