ICC Player of The Month : કોહલીને ટી20 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શનનું મળ્યું ઈનામ, બન્યો આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ
Virat Kohli News: કોહલીનો મુકાબલો ઝિમ્બાબ્વેના સિકંદર રઝા અને દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલર સામે હતો, પરંતુ કોહલીને સૌથી વધુ મત મળ્યા હતા.
Virat Kohli: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ઓક્ટોબર મહિના માટે પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડની જાહેરાત કરી છે. વિરાટ કોહલીને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝ અને T20 વર્લ્ડ કપમાં તેના શાનદાર પ્રદર્શન માટે તેને પુરસ્કાર આપવામાં આવ્યો છે. કોહલીનો મુકાબલો ઝિમ્બાબ્વેના સિકંદર રઝા અને દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલર સામે હતો, પરંતુ કોહલીને સૌથી વધુ મત મળ્યા હતા.
કોહલીએ ગયા મહિને ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે પાકિસ્તાન સામે ટી20 વર્લ્ડ કપની ભારતની પ્રથમ મેચમાં અણનમ 82 રનની ઇનિંગ રમી હતી. તેણે એકલા હાથે આ મેચમાં ભારતને જીત અપાવી હતી. ટીમ ઈન્ડિયાએ એક સમયે પાકિસ્તાન સામે 31 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી અને તે સમીકરણમાંથી બહાર થઈ ગઈ હતી. આ પછી કોહલીની ઇનિંગની મદદથી ભારતીય ટીમે 160 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. કોહલીએ પોતાની 82 રનની ઇનિંગ માટે માત્ર 52 બોલ રમ્યા હતા. કોહલીએ આ ઈનિંગને પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ T20 ઈનિંગ્સ ગણાવી હતી.
Virat Kohli named the ICC Men's Player of the Month for October 2022 after some outstanding performances in the shortest format of the game: International Cricket Council (ICC)
— ANI (@ANI) November 7, 2022
(Pic - ICC) pic.twitter.com/Jtb0tNxA9R
દુષ્કર્મના આરોપમાં ધરપકડ કરાયેલા શ્રીલંકાના આ સ્ટાર ખેલાડીને લાગ્યો મોટો ઝટકો, જાણો વિગત
ઓસ્ટ્રેલિયામાં યૌન શોષણના આરોપમાં શ્રીલંકન ક્રિકેટર ધનુષ્કા ગુનાથિલકાની પોલીસે હોટલમાંથી જે રીતે ધરપકડ કરી તે પછી શ્રીલંકન ક્રિકેટ બોર્ડે મોટું પગલું ભર્યું છે. શ્રીલંકા ક્રિકેટે ધનુષ્કાને સસ્પેન્ડ કરી દીધી છે. શ્રીલંકા ક્રિકેટની એક્ઝિક્યુટિવ કમિટીએ ધનુષ્કા ગુનાતિલકાને તમામ પ્રકારના ક્રિકેટમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. તેને હવે ટીમમાં પસંદગીના વિકલ્પ તરીકે જોવામાં આવશે નહીં.
આ સંબંધમાં શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા એક સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે શ્રીલંકા ક્રિકેટ પોતે આ મામલાની સંપૂર્ણ તપાસ કરવા અને આરોપોની તપાસ માટે જરૂરી પગલાં લેશે. ઓસ્ટ્રેલિયાની કોર્ટમાં આ મામલાના નિર્ણય બાદ જો ખેલાડી દોષી સાબિત થશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શ્રીલંકા ક્રિકેટ જણાવવા માંગે છે કે અમારી પાસે આવા વર્તન માટે ઝીરો ટોલરન્સની નીતિ છે. આ મામલે ઓસ્ટ્રેલિયન કાનૂની એજન્સીને જે પણ મદદની જરૂર પડશે તે અમે પૂરી પાડીશું, જેથી આ બાબતની નિષ્પક્ષ તપાસ થઈ શકે.
31 વર્ષીય ગુણાતિલકાની 2 નવેમ્બરે એક મહિલાના કથિત જાતીય શોષણની તપાસ બાદ રવિવારે વહેલી સવારે સિડનીની એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે શ્રીલંકાની ટીમ દેશમાં પરત ફરવાની તૈયારી કરી રહી હતી. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ગુનાતિલકા અને પીડિત મહિલા એક ઓનલાઈન ડેટિંગ એપ દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ધનુષ્કા પર 2 નવેમ્બરે પીડિત મહિલા પર દુષ્કર્મ કરવાનો આરોપ છે.