Virat Kohli Steps Down: કોહલીએ છોડી ટેસ્ટની કેપ્ટનશીપ, રાહુલ ગાંધીથી લઇને રવિ શાસ્ત્રીએ શું કહ્યુ?
વિરાટ કોહલીએ પોતાના મેસેજમાં બીસીસીઆઇનો આભાર માન્યો હતો. તે સિવાય મહેન્દ્રસિંહ ધોની, રવિ શાસ્ત્રી અને અન્ય સપોર્ટ સ્ટાફનો પણ આભાર માન્યો હતો.
નવી દિલ્હીઃ વિરાટ કોહલીએ ટ્વિટર પર એક પોસ્ટ કરી ટેસ્ટ ટીમના કેપ્ટન પદ છોડવાની જાહેરાત કરી હતી. તેણે અગાઉથી જ ટી-20 ટીમની કેપ્ટનશીપ છોડી હતી. જ્યારે વન-ડે ટીમના કેપ્ટન પદેથી તેને હટાવવામાં આવ્યો છે. આ નિર્ણય સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાં હારના બીજા જ દિવસે લીધો હતો.
વિરાટના ટ્વિટ પર બીસીસીઆઇએ ભારતીય ક્રિકેટમાં તેના યોગદાન બદલ આભાર માન્યો હતો. બોર્ટે ટ્વિટ કર્યું કે બીસીસીઆઇ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને તેના પ્રેરણાદાયી નેતૃત્વ ક્ષમતા માટે અભિનંદન આપે છે જેણે ટીમને ઉંચાઇઓ સુધી પહોંચાડી છે. તેણે ભારત તરફથી 68 મેચમાં કેપ્ટનશીપ કરી જેમાં 40માં ટીમ ઇન્ડિયાને જીત અપાવી છે.
વિરાટ કોહલીએ પોતાના મેસેજમાં બીસીસીઆઇનો આભાર માન્યો હતો. તે સિવાય મહેન્દ્રસિંહ ધોની, રવિ શાસ્ત્રી અને અન્ય સપોર્ટ સ્ટાફનો પણ આભાર માન્યો હતો.
જય શાહે કહ્યું કે કેપ્ટન તરીકે વિરાટ કોહલીનું કરિયર શાનદાર રહ્યુ છે આ માટે આભાર. વિરાટે ટીમને પરફેક્ટ ફિટ બનાવી છે જેના પરિણામે ભારતીય ટીમે ઘર આંગણે અને વિદેશમાં સારુ પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા અને ઇગ્લેન્ડમાં ટેસ્ટ જીતવી શાનદાર રહ્યું છે.
Dear @imVkohli, you’ve been greatly loved by millions of cricket fans over the years. They will support you in this phase too.
— Rahul Gandhi (@RahulGandhi) January 15, 2022
Best wishes for the various other innings to come!
કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ વિરાટ કોહલીને લઇને ટ્વિટ કર્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે વિરાટ કોહલી, વર્ષોથી તમને લાખો ક્રિકેટ ફેન્સના પ્રેમ મળતો રહ્યો છે. આ તબક્કામાં પણ તે તમારો સાથ આપશે. તમને આવનારા સફર માટે ખૂબ શુભકામનાઓ.
Congratulations to @imVkohli on a tremendous tenure as #TeamIndia captain. Virat turned the team into a ruthless fit unit that performed admirably both in India and away. The Test wins in Australia & England have been special. https://t.co/9Usle3MbbQ
— Jay Shah (@JayShah) January 15, 2022
ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ લખ્યું કે વિરાટ તમે માથુ ઉંચુ રાખીને જઇ શકો છો. કેપ્ટનના રૂપમાં તમે જે હાંસલ કર્યુ છે તે કેટલાક લોકો જ કરી શક્યા છે. નિશ્વિત રીતે ભારતના સૌથી આક્રમક અને સફળ કેપ્ટન. મારા માટે વ્યક્તિગત રીતે દુઃખદ દિવસ કારણ કે આ ભારતનો ટીમ ધ્વજ છે જેને અમે વિરાટ કોહલી સાથે મળીને બનાવ્યો છે.
Virat, you can go with your head held high. Few have achieved what you have as captain. Definitely India's most aggressive and successful. Sad day for me personally as this is the team 🇮🇳 we built together - @imVkohli pic.twitter.com/lQC3LvekOf
— Ravi Shastri (@RaviShastriOfc) January 15, 2022
કોહલીએ પોતાના સાથી ખેલાડીઓના વખાણ કરતા લખ્યું કે તમે લોકોએ મારા સફરને વધુ યાદગાર અને સુંદર બનાવી છે. રવિ ભાઇ અને સપોર્ટ સ્ટાફનો આભાર જેણે આ ગાડી જે ટેસ્ટ ક્રિકેટમાં સતત ઉપર જઇ રહી હતી તેના એન્જિન રહ્યા. સૌથી અંતમાં મહેન્દ્રસિંહ ધોનીનો આભાર જેમણે મારા પર એક કેપ્ટનના રૂપમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને મારામાં એક એવો ખેલાડી જોયો જે ભારતીય ક્રિકેટને આગળ લઇ જઇ શકે છે.