Virat Kohli Test Captaincy: વિરાટ કોહલી બાદ કોણ બનશે ટેસ્ટ ટીમનો નવો કેપ્ટન? આ ત્રણ નામ પર થઇ શકે છે વિચાર
વિરાટ કોહલીએ ટ્વિટર પર એક પોસ્ટ કરી ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી
નવી દિલ્હીઃ ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમના કેપ્ટનપદેથી રાજીનામું આપ્યું છે.વિરાટ કોહલીએ ટ્વિટર પર એક પોસ્ટ કરી ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી. સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમા હાર બાદ વિરાટ કોહલીએ આ નિર્ણય લીધો છે. હવે બોર્ડ સામે ટેસ્ટમાં વિરાટ કોહલી બાદ કોને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવો તે મોટો સવાલ રહેશે. વિરાટની ગેરહાજરીમાં અત્યાર સુધીમાં રોહિત શર્મા , કેએલ રાહુલ જેવા ખેલાડીઓ કેપ્ટનશીપ કરી છે પરંતુ હવે બોર્ડે એક કાયમી વિકલ્પની પસંદગી કરવાની છે.
ભારતને આગામી ટેસ્ટ સીરિઝ શ્રીલંકા વિરુદ્ધ ફેબ્રુઆરીમાં ઘરઆંગણે રમવાની છે. આ સીરિઝ માટે ભારતીય ટીમ એક નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે. વિરાટ કોહલીને 2014ના અંતમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. બાદમાં તે સતત ટેસ્ટ ટીમના કેપ્ટન રહ્યા છે. વિરાટની ગેરહાજરીમાં રહાણેએ ટીમની કેપ્ટનશીપ સંભાળી છે. તાજેતરમાં જ ખરાબ પ્રદર્શનના કારણે રહાણે પાસેથી વાઇસ કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી હતી. બાદમાં રોહિત શર્માને વાઇસ કેપ્ટન બનાવાયો હતો. પરંતુ ઇજાના કારણે રોહિત સાઉત આફ્રિકા જઇ શક્યો નહોતો અને તેના સ્થાને લોકેશ રાહુલને સાઉથ આફ્રિકાની સીરિઝ માટે વાઇસ કેપ્ટન બનાવાયો હતો. રાહુલે વિરાટની ગેરહાજરીમાં જ્હોનિસબર્ગમાં કેપ્ટનશીપ સંભાળી હતી.
પસંદગીકારો ટેસ્ટ ટીમના કેપ્ટન પદ માટે રોહિત શર્મા, કેએલ રાહુલ અને ઓફ સ્પિનર આર.અશ્વિનના નામ પર વિચાર કરી શકે છે. આ અગાઉ અનેકવાર કોહલી બાદ અશ્વિનનું નામ સૌથી આગળ રહ્યું છે. પરંતુ તાજેતરમાં જ રોહિત અને કેએલ રાહુલે કરેલા પ્રદર્શનથી અશ્વિનની દાવેદારીથી આગળ નીકળી ગયા છે. કેએલ રાહુલનું ઓપનર તરીકે હજુ પણ સ્થાન પાક્કુ નથી અને રોહિતની ફિટનેસને લઇને અનેક સવાલ ઉભા થતા રહ્યા છે. એવામાં ટીમ ઇન્ડિયા પાસે વિરાટ કોહલી બાદ ટેસ્ટ ટીમના કેપ્ટન માટે કોઇ ફાઇનલ ઉમેદવારનું નામ સામે આવી રહ્યું નથી.
Vitamin For Immunity: દેશમાં ફાટ્યો છે કોરોનાના રાફડો, આ વિટામિનનું સેવન બનાવશે ઈમ્યુનિટી મજબૂત
PAN Card: પાન કાર્ડ ખોવાઈ જાય તો પરેશાન થવાની નથી જરૂર, આ રીતે Duplicate પાન કાર્ડ માટે કરો અરજી
Assembly Election 2022: કોરોનાની સ્થિતિને લઈ ચૂંટણી પંચે શું લીધો મોટો ફેંસલો ? જાણો વિગત