Virat Kohli T20 WC Record: T20 વર્લ્ડકપમાં કોહલીએ બનાવ્યો વિરાટ રેકોર્ડ, આ મામલે બન્યો નંબર 1
T0 World Cup 202, Virat Kohli: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ટી20માં મોટો રેકોર્ડ બનાવ્યો છે.
Virat Kohli T20 World Cup Record: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ટી20માં મોટો રેકોર્ડ બનાવ્યો છે. બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી મેચમાં તે ટી20 વર્લ્ડકપમાં સૌથી વધારે રન બનાવનારો બેટ્સમેન બની ગયો છે.
Virat Kohli is now the HIGHEST RUN-SCORER at the men's T20 World Cup 💪🏽 pic.twitter.com/b7GrthbEii
— ESPNcricinfo (@ESPNcricinfo) November 2, 2022
T20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડી
- વિરાટ કોહલી, 1017* રન, ભારત
- 1016 રન, મહેલા જયવર્દને, શ્રીલંકા
- 965 રન, ક્રિસ ગેઈલ, વેસ્ટ ઈન્ડિઝ
- 921 રન, રોહિત શર્મા, ભારત
- 897 રન, તિલકરત્ને દિલશાન, શ્રીલંકા
- 781 રન, ડેવિડ વોર્નર, ઓસ્ટ્રેલિયા
- 729 રન, શાકિબ અલ હસન, બાંગ્લાદેશ
- 717 રન, એબી ડિવિલિયર્સ, સાઉથ આફ્રિકા
- 665 રન, જોસ બટલર, ઈંગ્લેન્ડ
- 661 રન, કુમાર સંગાકારા, શ્રીલંકા
સૂર્યકુમાર યાદવ બન્યો ટી20નો બાદશાહ, પાકિસ્તાનના રિઝવાનને નંબર વનની પૉઝિશન પરથી પછાડ્યો
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે પોતાની તાજા ટી20 બેટિંગ રેન્કિંગ જાહેર કરી છે, જેમાં ટીમ ઇન્ડિયાને મોટો ફાયદો થયો છે. આઇસીસીની તાજા રેન્કિંગમાં ભારતના મીડલ ઓર્ડર અને તોફાની બેટ્સમેન સૂર્યકુમાર યાદવને નંબર વનની પૉઝિશન મળી છે. ખાસ વાત છે કે, સૂર્યકુમાર યાદવે ટી20 વર્લ્ડકપમાં પોતાની ધમાકેદાર ઇનિંગના સહારે પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને પછાડીને આ નંબર વન બેટ્સમેનનું સ્થાન હાંસલ કર્યુ છે.
આઇસીસી તાજા રેન્કિંગ અનુસાર, ભારતીય સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને ટી20 બેટિંગ રેન્કિંગમાં 863 પૉઇન્ટ છે, જેની સાથે જ લેટેસ્ટ અપડેટમાં ટી20માં નંબર વન બેટ્સમેન બની ગયો છે. સૂર્યકુમાર યાદવ 863 પૉઇન્ટ બાદ પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનના 842 પૉઇન્ટ છે, આ પહેલા ગયા વર્ષથી અત્યાર સુધી પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ રિઝવાન નંબર વન બેટ્સમેન તરીકે રહ્યો હતો.