શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : અસલામતી કેમ?

Hun To Bolish : હું તો બોલીશ : અસલામતી કેમ?

વલસાડના પારડી તાલુકાનું મોતીવાડા ગામ... જ્યાં કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતીની હત્યા કરી દેવાઈ....ગઈકાલે તે ટ્યૂશન ક્લાસીસમાં ગઈ હતી...પરત ફરતી વખતે તેની હત્યા કરી દેવાઈ...યુવતીના પરિવારજનોનો દાવો છે કે, પરત ફરતી વખતે યુવતી તેના મિત્ર સાથે ફોન પર વાત કરી રહી હતી... આ સમયે કોઈની સાથે બોલાચાલી થયાનો અવાજ આવ્યો અને ફોન કટ થઈ ગયો...યુવતીના મિત્રએ આ વાતની જાણ તેની બહેનને કરતાં તેણે ટ્યૂશનથી ઘરના રસ્તા સુધી શોધખોળ કરી..આ દરમિયાન અવાવરુ જગ્યાએ તેના ચપ્પલ દેખાયા... થોડે દૂર જાળીમાં યુવતી બેભાન હાલતમાં મળી આવી...તુરંત તેને હોસ્પિટલ ખસેડાઈ... જ્યાં તેને મૃત જાહેર કરાઈ...બનાવની જાણ પોલીસને થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી...FSLની મદદ લઈ પોલીસે તપાસ શરૂ કરી છે....પોલીસનું કહેવું છે કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પ્રાથમિક તપાસમાં દુષ્કર્મ બાદ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે...

અમદાવાદના બોપલ પાસેનું ગરોડીયા ગામ... જ્યાં એક NRIની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો...65 વર્ષીય દીપકભાઈ પટેલ અમેરિકામાં રહેતા હતા... 2 મહિના પહેલાં જ તેઓ અમદાવાદ આવ્યા હતા અને આ મહિનાના અંતમાં અમેરિકા પરત જવાના હતા...ગઈકાલે રાત્રે થોડી વારમાં આવું છું... તેમ કહીને ઘરેથી નીકળ્યા હતા... જો કે, મોડે સુધી પરત ન આવતા પત્નીએ અમેરિકા રહેતા સંતાનોને આ વાતની જાણ કરી...સંતાનોએ પિતાના આઈફોન મોબાઈલને ટ્રેક કરીને લોકેશન મેળવ્યું...પરિવારજનો સવારે 9 વાગ્યે લોકેશન પર પહોંચ્યા... તો દીપક પટેલનો માથું છૂંદાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો...માથાના ભાગે બોથડ પદાર્થ મારી દીપક પટેલની હત્યા કરી દેવાઈ હતી....મૃતક દીપક પટેલ જમીનદલાલ હતા... પોલીસનું માનવું છે કે, રૂપિયાની લેતીદેતીમાં તેમની હત્યા થઈ છે...

વડોદરાના ડેસરમાં માયા ટેકરી પાસે રહેતા ભીખાભાઈ પરમારની હત્યા કરી દેવામાં આવી....11 નવેમ્બરે ભીખાભાઈ પરમાર ગુમ થઈ ગયા હતા....પરિવારે શોધખોળ હાથ ધરી તો હીરુ તલાવડી પાસેથી તેમનો મૃતદેહ મળ્યો...ભીખાભાઈની હત્યા કરી તેમના શરીરના બે ભાગ જૂદા કરી ફેંકી દેવામાં આવ્યા હતા...ભીખાભાઈ ખેત મજૂરી કરી પોતાના પરિવાર સાથે જીવન ગુજારતા હતા....હાલ પોલીસે હત્યા કોણે કરી છે, કારણ શું છે તે જાણવા ડોગ સ્કવોડની મદદથી તપાસ શરૂ કરી છે...

ભાવનગરના શિહોર તાલુકાના ટોડી ગામે વિક્રમભાઈ વાઘેલા નામના વ્યક્તિ પર જીવલેણ હુમલો કરતા તેમનું મૃત્યુ થયું....પોલીસે અશોક બલિયા નામના આરોપીની સોનગઢથી ધરપકડ કરી...આરોપી અશોક બલિયાએ પોતાનો પ્લોટ મૃતક વિક્રમભાઈને વેચ્યો હતો... જો કે, બાદમાં પ્લોટ પરત માગી ઝઘડો કર્યો....આરોપીએ વિક્રમભાઈના માથાના ભાગે બોથડ પદાર્થ મારતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું... 

સુરતનો પાંડેસરા વિસ્તાર... જ્યાં 2 દિવસ પહેલા ફટાકડા ફોડવા મુદ્દે થયેલી તકરારમાં એક યુવકની હત્યા કરી દેવાઈ..પોલીસે એક સગીર 3 આરોપીને ઝડપી લીધા છે...ફટાકડા ફોડવા મુદ્દે લવકુશ નામના યુવકને આરોપીઓ સાથે તકરાર થઈ...આરોપીઓએ લવકુશને માર માર્યો... આ સમયે 22 વર્ષીય પ્રદ્યુમન નામનો યુવક વચ્ચે પડ્યો...બાદમાં આરોપીઓએ પ્રદ્યુમનને છરીના ઘા મારી હત્યા કરી નાખી....પોલીસે સૂરજ શાહ અને આકાશ શર્મા સહિત 3 આરોપીની ધરપકડ કરી....

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડની આગ?
Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડની આગ?

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડની આગ?Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રીલFatehwadi Car Incident: રીલ્સ બનાવવાના ચક્કરમાં કેનાલમાં કાર ખાબકવાના કેસમાં પોલીસનો ખુલાસોGujarat BJP: ગુજરાત ભાજપે જિલ્લા અને શહેર પ્રમુખોના નામની કરી જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
lifestyle: જેનેરિક દવા શું છે, ભારતમાં બનેલી આ દવાઓનો કેમ વધી રહ્યો છે આખી દુનિયામાં ટ્રેન્ડ?
lifestyle: જેનેરિક દવા શું છે, ભારતમાં બનેલી આ દવાઓનો કેમ વધી રહ્યો છે આખી દુનિયામાં ટ્રેન્ડ?
લો બોલો! કચ્છમાં જેટલા બેરોજગાર હતાં તેનાથી વધુને તો નોકરી મળી ગઈ, વિધાનસભામાં સરકારના ચોંકાવનારા આંકડા
લો બોલો! કચ્છમાં જેટલા બેરોજગાર હતાં તેનાથી વધુને તો નોકરી મળી ગઈ, વિધાનસભામાં સરકારના ચોંકાવનારા આંકડા
Groundnut Godown Fire:   મગફળી ગોડાઉન આગ મામલે  કિસાન કોંગ્રેસ ચેરમેનના વેધક સવાલો
Groundnut Godown Fire: મગફળી ગોડાઉન આગ મામલે કિસાન કોંગ્રેસ ચેરમેનના વેધક સવાલો
Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?
Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?
Embed widget