Watch: વિલિયમ્સનને આઉટ કર્યા બાદ વિરાટ કોહલી અક્ષર પટેલને લાગ્યો પગે, જુઓ વાયરલ વીડિયો
ભારતે ન્યૂઝીલેન્ડને 44 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં 9 વિકેટે 249 રન કર્યા હતા

Virat Kohli touches Axar Patel feet: રવિવારે ભારતે ન્યૂઝીલેન્ડને 44 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં 9 વિકેટે 249 રન કર્યા હતા. જેના જવાબમાં મિશેલ સેન્ટનરની કેપ્ટનશીપ હેઠળની ન્યૂઝીલેન્ડની ટીમ 205 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વાસ્તવમાં કિવી ઇનિંગ્સની શરૂઆતથી જ કેન વિલિયમ્સન ભારત અને વિજય વચ્ચે મજબૂત રીતે ઉભો રહ્યો હતો. પરંતુ અક્ષર પટેલે તેના સ્પેલના છેલ્લા બોલ પર વિલિયમ્સનને આઉટ કર્યો હતો. અક્ષર પટેલની બોલિંગમાં વિકેટકીપર કેએલ રાહુલે કેન વિલિયમ્સનને સ્ટમ્પ આઉટ કરાવ્યો હતો. વિલિયમ્સનને 81 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
Kohli touching Axar Patel's feet after he got Williamson out 😭#Kohli #AxarPatel #INDvNZ #ChampionsTrophy2025 pic.twitter.com/mJmgQ95Y15
— voodoo mama juju (@ayotarun) March 2, 2025
જ્યારે વિરાટ કોહલી અક્ષર પટેલને લાગ્યો પગે
અક્ષર પટેલે કેન વિલિયમ્સનને આઉટ કર્યા પછી એક યાદગાર દૃશ્ય જોવા મળ્યું હતું. વાસ્તવમાં વિરાટ કોહલી અક્ષર પટેલને પગે લાગ્યો હતો. અક્ષર પટેલને વિલિયમ્સનની વિકેટ લેવા બદલ વિરાટ કોહલીએ આ રીતે અભિનંદન આપ્યા હતા. જોકે, વિરાટ કોહલી અને અક્ષર પટેલનો વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ્સ કરીને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
ભારતે ન્યૂઝીલેન્ડને સરળતાથી હરાવ્યું
ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 9 વિકેટે 249 રન કર્યા હતા. ભારત તરફથી શ્રેયસ ઐયરે સૌથી વધુ 79 રન કર્યા હતા. હાર્દિક પંડ્યાએ 45 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ઓલરાઉન્ડર અક્ષર પટેલે 42 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં ન્યૂઝીલેન્ડનો દાવ 45.3 ઓવરમાં 205 રનમાં ઓલઆઉટ થઈ ગયો હતો. આ રીતે રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમે 44 રનથી મેચ જીતી લીધી. ભારત તરફથી સ્પિનર વરુણ ચક્રવર્તીએ સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. વરુણ ચક્રવર્તીએ 10 ઓવરમાં 42 રન આપીને 5 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. કુલદીપ યાદવને 2 સફળતા મળી હતી. જ્યારે હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ લીધી હતી.
Champions Trophy 2025: વરુણ ચક્રવર્તીએ વનડેમાં 5 વિકેટ ઝડપી બનાવ્યો શાનદાર રેકોર્ડ

