Champions Trophy 2025: વરુણ ચક્રવર્તીએ વનડેમાં 5 વિકેટ ઝડપી બનાવ્યો શાનદાર રેકોર્ડ
ભારતે ન્યૂઝીલેન્ડને 44 રને હરાવ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ સ્ટેજની આ છેલ્લી મેચ હતી. દુબઈમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી છે.

India vs New Zealand Match Highlights: ભારતે ન્યૂઝીલેન્ડને 44 રને હરાવ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ સ્ટેજની આ છેલ્લી મેચ હતી. દુબઈમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી છે. ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર વરુણ ચક્રવર્તીએ રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી લીગ તબક્કાની છેલ્લી મેચમાં શાનદાર બોલિંગ કરી અને 5 વિકેટ ઝડપી હતી. આ તેની ODI કારકિર્દીની પ્રથમ 5 વિકેટ હતી. તેની શાનદાર બોલિંગના કારણે ભારતીય ટીમ 44 રને મેચ જીતવામાં સફળ રહી હતી અને ટોચના સ્થાન સાથે સેમિફાઇનલમાં પહોંચી હતી.
A Five Star Performance 🖐️
— BCCI (@BCCI) March 2, 2025
Varun Chakaravarthy with five wickets for the night 🥳
Updates ▶️ https://t.co/Ba4AY30p5i#TeamIndia | #NZvIND | #ChampionsTrophy | @chakaravarthy29 pic.twitter.com/CqIuZNNlQt
ચાલો જાણીએ ચક્રવર્તીની બોલિંગ અને આંકડા
વરુણ ચક્રવર્તીએ 49 રનના કુલ સ્કોર પર ન્યૂઝીલેન્ડના ઓપનર વિલ યંગ (22)ને આઉટ કરીને મેચમાં પોતાની વિકેટોનું ખાતું ખોલાવ્યું હતું. આ પછી તેણે શાનદાર બોલિંગ કરી અને ગ્લેન ફિલિપ્સ (12), માઈકલ બ્રેસવેલ (2), મિશેલ સેન્ટનર (28) અને મેટ હેનરી (2)ને એક પછી એક આઉટ કરીને ભારતની જીત સુનિશ્ચિત કરી હતી. વરુણ ચક્રવર્તીએ તેની 10 ઓવરના ક્વોટામાં 42 રન આપીને આ સફળતાઓ હાંસલ કરી હતી.
ચક્રવર્તીની ODI કારકિર્દી કેવી રહી?
વરુણ ચક્રવર્તીએ ગયા મહિને જ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સામે તેની ODI કારકિર્દીની શરૂઆત કરી હતી. તે મેચમાં તેણે એક વિકેટ લીધી હતી, પરંતુ આ મેચમાં તેને તક મળતાં જ પોતાની જાતને સાબિત કરી બતાવી. અત્યાર સુધી તેણે 2 મેચમાં 16ની એવરેજ અને 4.80ની ઈકોનોમીથી 6 વિકેટ ઝડપી છે. તેણે ભારત માટે 18 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 33 વિકેટ લીધી છે, જેમાં બે વખત 5 વિકેટ લેવાનો પણ સમાવેશ થાય છે.
વરુણ ચક્રવર્તીનો કહેર જોવા મળ્યો
ભારતની જીતમાં સૌથી મોટો ફાળો શ્રેયસ અય્યર અને વરુણ ચક્રવર્તીનો હતો. પહેલા દુબઈની ધીમી પીચ પર શ્રેયસ અય્યરે 79 રનની ઇનિંગ રમી હતી. જ્યારે બોલિંગમાં વરુણ ચક્રવર્તીએ 5 વિકેટ લઈને ન્યૂઝીલેન્ડની ટીમને ઘણી પરેશાન કરી હતી. આ ચક્રવર્તીની ચેમ્પિયન્સ ટ્રોફીની ડેબ્યૂ મેચ હતી, જેમાં તેણે 5 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. વરુણ ચેમ્પિયન્સની ડેબ્યૂ મેચમાં 5 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર છે.
ભારત ગ્રુપ A નું બાદશાહ
ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ Aમાં તેની ત્રણેય મેચ જીતીને ટોચ પર છે. ટીમ ઈન્ડિયાએ અગાઉ બાંગ્લાદેશ અને પાકિસ્તાન બંનેને 6-6 વિકેટના અંતરથી હરાવ્યું હતું. હવે ન્યુઝીલેન્ડનો પણ 44 રને પરાજય થયો છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં આ પ્રથમ વખત છે જ્યારે દુબઈ ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રથમ બેટિંગ કરનારી ટીમ વિજયી બની હોય.



















