IPL 2025: કોણ બનશે RCBનો આગામી કેપ્ટન? પૂર્વ ક્રિકેટરે કર્યો મોટો ધડાકો
IPL 2025 Mega Auction RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ભૂતપૂર્વ ખેલાડી ડી વિલિયર્સે દાવો કર્યો છે કે વિરાટ કોહલી ટીમનો આગામી કેપ્ટન બનશે. તેણે આઈપીએલ મેગા ઓક્શન પર પ્રતિક્રિયા આપી હતી.
IPL 2025 Mega Auction RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2025 મેગા ઓક્શનમાં ઘણા પૈસા ખર્ચ્યા હતા. પરંતુ ટીમે ફાફ ડુ પ્લેસિસ અને ગ્લેન મેક્સવેલને ખરીદ્યા ન હતા. ડુપ્લેસીસ ગત સિઝનમાં ટીમનો કેપ્ટન હતો. પરંતુ હવે ટીમનો કેપ્ટન કોણ હશે તે એક મોટો પ્રશ્ન છે. આ મામલે RCBના પૂર્વ ખેલાડી એબી ડી વિલિયર્સે પ્રતિક્રિયા આપી છે. તેણે દાવો કર્યો છે કે વિરાટ કોહલી RCBનો આગામી કેપ્ટન હશે.
કોહલી આરસીબીનો મહત્વનો ભાગ રહ્યો છે. તેણે 2013 થી 2021 સુધી ટીમનું સુકાન સંભાળ્યું છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક સમાચાર અનુસાર ડી વિલિયર્સે RCBની કેપ્ટનશીપ પર પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું, મને નથી લાગતું કે હજુ સુધી તેની પુષ્ટિ કરવામાં આવશે. જો આપણે ટીમ પર નજર કરીએ તો વિરાટ કોહલી આગામી કેપ્ટન હશે, મહત્વની વાત એ છે કે હાલમાં આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
કેપ્ટન માટે કોહલી શ્રેષ્ઠ પસંદગી છે
જો આપણે RCBની વર્તમાન ટીમ પર નજર કરીએ તો કોહલી ટીમ માટે કેપ્ટનનો શ્રેષ્ઠ વિકલ્પ છે. તે ઘણો અનુભવી છે અને ટીમમાં સૌથી સિનિયર પણ છે. ટીમે હરાજીમાં ભુવનેશ્વર કુમાર અને કૃણાલ પંડ્યાને પણ ખરીદ્યા હતા. લિયામ લિવિંગસ્ટોન પણ ટીમનો ભાગ છે.
RCBમાં કોહલીનો સૌથી વધુ પગાર
આરસીબીએ હરાજીમાં સૌથી વધુ ખર્ચ જોશ હેઝલવુડ પર કર્યો હતો. તેને 12.50 કરોડમાં ખરીદ્યો. પરંતુ જો સેલરીની વાત કરીએ તો તે વિરાટ કોહલી માટે સૌથી વધુ હશે. કોહલીને 21 કરોડ રૂપિયા આપીને રિટેન કરવામાં આવ્યો હતો. RCBએ ફીલ્ડ સોલ્ટ માટે 11.50 કરોડ રૂપિયા ખર્ચ્યા. તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. જીતેશ શર્માને 11 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
IPL 2025 માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ: વિરાટ કોહલી, રજત પાટીદાર, યશ દયાલ, લિયામ લિવિંગસ્ટોન, ફિલ સોલ્ટ, જીતેશ શર્મા, જોશ હેઝલવુડ, રસિક ડાર, સુયશ શર્મા, ક્રુણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, સ્વપ્નિલ સિંહ, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, નુવન તુશારા, મનોજ ભંડાગે, જેકબ બેથેલ, દેવદત્ત પડિકલ, સ્વસ્તિક છિકારા, લુંગી એનગીડી, અભિનંદન સિંહ, મોહિત રાઠી.
આ પણ વાંચો....