VIDEO: કોહલીને જોતા જ રડી પડી વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટરની માં, વિરાટે તરત જ લગાવી દીધી ગળે, જુઓ વીડિયો
બીજા દિવસે રમત પુરા થયા પછી, જ્યારે ટીમો બસ દ્વારા હૉટેલ પરત ફરી રહી હતી, ત્યારે એક ઇમૉશનલ મૂવમેન્ટ જોવા મળી હતી,
West Indies Cricketer Joshua De Silva's Mother Kiss Virat Kohli: ભારતીય ટીમ અત્યારે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે છે, હાલમાં બન્ને દેશો વચ્ચે ટેસ્ટ સીરીઝ રમાઇ રહી છે, પૉર્ટ ઓફ સ્પેનમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 438 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી, તો વેસ્ટ ઈન્ડિઝ ટીમ સ્ટમ્પ સુધી 1 વિકેટ ગુમાવીને 86 રનના સ્કૉર સુધી પહોંચી હતી.
બીજા દિવસે રમત પુરા થયા પછી, જ્યારે ટીમો બસ દ્વારા હૉટેલ પરત ફરી રહી હતી, ત્યારે એક ઇમૉશનલ મૂવમેન્ટ જોવા મળી હતી, ટીમની બસની આગળ અચાનક વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટર અને વિકેટકીપર જોશુઆ ડી સિલ્વાની માતા કોહલીને જોઇને રડી પડી હતી, આ દરમિયાન વિરાટ પણ સામેથી આવી રહ્યો હતો, બાદમાં વિરાટે પણ દરિયાદિલી બતાવી અને તેની માં પ્રત્યે વ્હાલભર્યુ લાડ કર્યુ હતુ, જોશુઆની માતા અહીં જ ન અટકી, તેને વિરાટ કોહલીને ગળે લગાવ્યો અને તેને પ્રેમથી કિસ કરી. વળી, આ ક્ષણે વિરાટે પણ લાંબા સમય સુધી વાત કરી હતી. આનો વીડિયો હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
The moment Joshua De Silva's mother meet Virat Kohli and she hugged and kissed Him ☺️🤍..
— Dinesh (@viratianjoy) July 22, 2023
One of the greatest moments ever in the history - This is so beautiful, precious!@imVkohli @mufaddal_vohra @ViratFanTeam @ImTanujSingh @BluntIndianGal @CricCrazyJohns #ViratKohli pic.twitter.com/da5trwLh4s
જોકે, મેચના પહેલા જ દિવસે વિરાટ કોહલી સાથે વિકેટકીપર જોશુઆ ડી સિલ્વાનો વીડિયો ચર્ચામાં આવ્યો હતો. ખરેખરમાં, જોશુઆ દી સિલ્વાએ વિરાટને કહ્યું હતું કે તેની માતા ક્વીન્સ પાર્ક ઓવલ (પોર્ટ ઓફ સ્પેન) આવશે. વિરાટ અને જોશુઆ વચ્ચેની વાતચીત પણ સ્ટમ્પ માઈકમાં રેકોર્ડ કરવામાં આવી હતી. વિરાટ કોહલી પણ આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો.
Joshua Da Silva taking the picture of his mother with Virat Kohli.
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 22, 2023
Joshua's mother got emotional describing what Virat Kohli means to them.
- King Kohli an icon! pic.twitter.com/QBEhimVykt
જોશુઆએ મેચ દરમિયાન જે કહ્યું હતું તે સાચું સાબિત થયું અને તેની માતા વિરાટ કોહલીને મળવા ગઈ. વિરાટે જોશુઆની માતા સાથે પણ લાંબા સમય સુધી વાત કરી હતી. જોશુઆની માતા જે રીતે વિરાટને મળી હતી તેનાથી ફરી એકવાર સાબિત થયું છે કે વિરાટ કોહલીની લોકપ્રિયતા કેરેબિયન દેશોમાં પણ ખુબ છે.