Asian Games: એશિયન ગેમ્સમાં આ દિગ્ગજ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, જાણો વિગતે
Asian Games 2023, Indian Cricket Team Coaching Staff: એશિયન ગેમ્સ 2023માં ભારતની પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમો પ્રથમ વખત ભાગ લેશે. એશિયન ગેમ્સ 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન ચીનના હાંગઝોઉમાં રમાશે.
Asian Games 2023, Indian Cricket Team Coaching Staff: એશિયન ગેમ્સ 2023માં ભારતની પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમો પ્રથમ વખત ભાગ લેશે. એશિયન ગેમ્સ 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન ચીનના હાંગઝોઉમાં રમાશે. એટલે કે એશિયન ગેમ્સ એશિયા કપ 2023 પછી અને વર્લ્ડ કપ 2023ની શરૂઆતમાં યોજાશે. વર્તમાન ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ એશિયન કપ બાદ વર્લ્ડ કપની તૈયારી શરૂ કરશે. આવી સ્થિતિમાં VVS લક્ષ્મણ એશિયન ગેમ્સમાં મુખ્ય કોચની જગ્યા લઈ શકે છે.
મુખ્ય કોચ સિવાય સાઈરાજ બહુતુલે બોલિંગ કોચની જવાબદારી સંભાળી શકે છે અને ફિલ્ડિંગ કોચની જવાબદારી મનીષ બાલી પર હોઈ શકે છે. BCCI દ્વારા એશિયન ગેમ્સ માટે પુરૂષ અને મહિલા ટીમની ટીમની જાહેરાત પહેલા જ કરી દેવામાં આવી છે. પુરૂષ ટીમનું નેતૃત્વ ઓપનિંગ બેટ્સમેન રૂતુરાજ ગાયકવાડ કરશે અને મહિલા ટીમનું નેતૃત્વ નિયમિત કેપ્ટન હરમનપ્રીત કૌર કરશે.
જ્યારે મહિલા ટીમની વાત કરીએ તો હૃષીકેશ કાટિંકર ટીમના મુખ્ય કોચ હશે. ઋષિકેશ ફેબ્રુઆરીમાં યોજાયેલા મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમના કોચ તરીકે જોવા મળ્યો હતો. આ સિવાય રાજીબ દત્તા બોલિંગ અને સુભદીપ ઘોષ ફિલ્ડિંગ કોચ હશે. ઋષિકેશ કાટિંકરની વાત કરીએ તો તેણે ભારત માટે 2 ટેસ્ટ અને 34 વનડે રમી હતી.
લક્ષ્મણના કોચિંગ હેઠળ ભારતે અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો
તમને જણાવી દઈએ કે નેશનલ ક્રિકેટ એકેડમીના વર્તમાન વડા વીવીએસ લક્ષ્મણ અંડર-19 પુરૂષ ટીમના મુખ્ય કોચ પણ છે. 2022ના વર્લ્ડ કપમાં અંડર-19 ભારતીય ટીમ લક્ષ્મણના કોચિંગ હેઠળ જીતી હતી. ટીમનું સુકાન યશ ધુલે સંભાળ્યું હતું. આ સિવાય લક્ષ્મણે ઘણી વખત સિનિયર પુરુષોની ભારતીય ટીમની કમાન પણ સંભાળી છે.
એશિયન ગેમ્સ માટે ભારતીય પુરુષ ટીમ
ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રાહુલ ત્રિપાઠી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટ કિપર), વૉશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, શિવમ માવી, પ્રભસિમરન સિંહ (વિકેટકિપર) , શિવમ દુબે.
સ્ટેન્ડબાય પ્લેયર્સ- યશ ઠાકુર, સાઈ કિશોર, વેંકટેશ ઐયર, દીપક હુડા, સાઈ સુદર્શન.
એશિયન ગેમ્સ માટે ભારતીય મહિલા ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકી), અમનજોત કૌર, દેવિકા વૈદ્ય, અંજલિ સરવાણી, તિતાસ સાધુ, રાજેશ્વરી ગાયકવાડ, મિનુ મણિ, કનિકા આહુજા, ઉમા ચિત્રી (વિકેટ-કીપર), અનુષા બારેદી.
સ્ટેન્ડબાય ખેલાડીઓ: હરલીન દેઓલ, કાશવી ગૌતમ, સ્નેહ રાણા, સાયકા ઈશાક, પૂજા વસ્ત્રાકર.