IND vs NZ: ધૂંઆધાર બેટિંગથી સુંદરને મોટી ઉપલબ્ધિ, રૈના અને કપિલને આ મામલે પાછળ પાડ્યા
મેચમાં ભારતના ઓલરાઉન્ડર વૉશિંગટન સુંદરે બેટિંગથી લોકોને ચોંકાવી દીધા. સુંદરે છેલ્લે આવીને ધૂંઆધાર બેટિંગ કરી હતી અને ભારતને 300 રનને પાર પહોંચાડ્યુ હતુ.
Washington Sundar: ગઇકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે સીરીઝની પ્રથમ મેચ રમાઇ, આ મેચમાં કીવી ટીમે ભારતીય ટીમ પર જીત સાથે જ ત્રણ મેચોની વનડે સીરીઝમાં 1-0થી લીડ બનાવી લીધી. ભારતીય ટીમે પણ આ મેચમાં સારી બેટિંગ કરી પરંતુ અંતે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ભારતના ઓલરાઉન્ડર વૉશિંગટન સુંદરે બેટિંગથી લોકોને ચોંકાવી દીધા. સુંદરે છેલ્લે આવીને ધૂંઆધાર બેટિંગ કરી હતી અને ભારતને 300 રનને પાર પહોંચાડ્યુ હતુ. સુંદરે પોતાની આ ઇનિંગથી સુરેશ રૈનાનો 13 વર્ષ જુનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. રૈના ઉપરાંત આ દિગ્ગજ ઓલરાઉન્ડ કપિલ દેવથી પણ આગળની નીકળી ગયો. જાણો શું મળી સુંદરને ખાસ ઉપલબ્ધિ....
સુંદરે તોડ્યો રૈનાનો રેકોર્ડ -
સુંદરે છેલ્લે આવીને 16 બૉ઼લમાં 37 રનોની ધૂંઆધાર ઇનિંગ રમી હતી, જેમાં તેને ત્રણ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા, આની સાથે જ સુંદર ન્યૂઝીલેન્ડમા સૌથી ફાસ્ટ 30 થી વધુ રન બનાવનારો ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેને સુરેશ રૈના દ્વારા 2009 માં બનાવવામાં આવેલા રેકોર્ડને તોડી નાંખ્યો છે. રૈનાએ 18 બૉલમાં 38 રનોની ઇનિંગદ રમી હતી, અને તેની સ્ટ્રાઇક રેટ 211.11 ની રહી હતી, 1992 માં કપિલ દેવે ન્યૂઝીલેન્ડમાં 206.25 ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા.
ભારતને મળી હાર -
ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 307 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ન્યૂઝીલેન્ડે 47.1 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ટોમ લાથમ અને કેન વિલિયમસન ભારતની હારનું સૌથી મોટું કારણ બન્યા. ભારતીય બોલરો આ બંને વચ્ચેની ભાગીદારીને તોડવામાં નિષ્ફળ રહ્યા હતા. સારી શરૂઆત છતાં ટીમ ઈન્ડિયા મેચ હારી ગઈ હતી.
બન્નેની પ્લેઇંગ ઇલેવન -
ભારતીય ટીમ - શિખર ધવન (કેપ્ટન), શુભમન ગીલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), સંજૂ સેમસન, વૉશિંગટન સુંદર, શાર્દૂલ ઠાકુર, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, યુજવેન્દ્ર ચહલ.
ન્યૂઝીલેન્ડ ટીમ - ફિન એલન, ડેવૉન કૉન્વ, કેન વિલિયમસન (કેપ્ટન), ટૉમ લાથમ (વિકેટકીપર), ડેરિલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, એડમ મિલ્ને, મેટ હેનરી, ટિમ સાઉથી, લૉકી ફર્ગ્યૂસન.