શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IPLમાં 1.20 કરોડમાં ખરીદાયેલા સૌરાષ્ટ્રના ચેતનથી ઓસ્ટ્રેલિયાના ક્યા મહાન બોલર થઈ ગયેલા પ્રભાવિત ? શું કહ્યું હતું ?
એમઆરએફ એકેડમીમાં મહાન બોલર ગ્લેન મેકગ્રાથે તેની કારકિર્દીને વળાંક આપ્યો.
મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની હરાજીમાં ભાવનગરના યુવા ખેલાડી ચેતન સાકરિયાને 1.20 કરોડ રૂપિયામાં ખરીદાયો છે. રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમ તરફથી રમતા ચેતન સાકરિયાને તેની 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસથી છ ગણી ઊંચી કિંમતે રૂપિયા 1.20 કરોડમાં. રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે. ગયા વર્ષે ચેતન આઇપીએલમાં રોયલ ચેલેન્જ બેંગ્લોરનો નેટ બોલર હતો.
ચેતન અત્યંત ગરીબ પરિવારનો છોકરો છે. ભાવનગર જિલ્લાના વરતેજ ગામના સાધારણ પરિસ્થિતિ ધરાવતા સાકરિયા કુટુંબના ચેતનના પિતા કાનજીભાઈ ટેમ્પો ચલાવે છે. તેના પરિવાર પાસે ગયા વર્ષ સુધી ટીવી પણ ન હતું તેથી ચેતન સ્થાનિક ક્રિકેટમાં રમતો ત્યારે તેને રમતો જોવા ઘનાં બીજાના ઘરે જવું પડતું હતું. ચેતને કૂચબિહાર ટ્રોફીમાં શાનદાર દેખાવ કર્યા પછી તેને એમઆરએફ પેસ એકેડેમી ખાતે તાલીમ લેવા જવાની તક મળી હતી.
એમઆરએફ એકેડમીમાં મહાન બોલર ગ્લેન મેકગ્રાથે તેની કારકિર્દીને વળાંક આપ્યો. એમઆરએફ એકેડેમીમાં મુખ્ય કોચ ગ્લેન મેકગ્રા તેના સ્વિંગથી પ્રભાવિત હતા. તેમણે ચેતનને કહ્યું હતું કે, તું ફિઝિકલ ફિટનેસ મેળવે તો રણજી ટ્રોફી સુધી તો સરળતાથી રમી શકીશ. તેમણે ચેતનને ઉપયોગી ટિપ્સ પણ આપી હતી અને તેના કારણે ચેતનની બોલિંગમાં જોરદાર સુધારો આવ્યો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion