શોધખોળ કરો

IND vs ENG: કોણ છે સૌરભ કુમાર ? ક્રિકેટ માટે છોડી સરકારી નોકરી, વિના IPL રમે ટીમ ઇન્ડિયામાં મળી ગઇ એન્ટ્રી

હૈદરાબાદ ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. આ સીરીઝની બીજી ટેસ્ટ 2 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં રમાશે

Who Is Saurabh Kumar: હૈદરાબાદ ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. આ સીરીઝની બીજી ટેસ્ટ 2 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં રમાશે, પરંતુ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહીં હોય. રવિન્દ્ર જાડેજા રવિવારે પ્રથમ ટેસ્ટ દરમિયાન રમી શક્યો ના હતો ત્યારે તેના પગના સ્નાયુમાં ઈજા થઈ હતી, જ્યારે રાહુલને તેની જમણી જાંઘમાં દુખાવો થઈ રહ્યો હતો. જો કે આ ટેસ્ટ માટે મુંબઈના બેટ્સમેન સરફરાઝ ખાન, લેફ્ટ આર્મ સ્પિનર ​​સૌરભ કુમાર અને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને ટીમ ઈન્ડિયાનો ભાગ બનાવવામાં આવ્યા છે.

સૌરભ કુમાર વિશે કેટલું જાણો છો તમે ?
તમે વોશિંગ્ટન સુંદર અને સરફરાઝ ખાન વિશે ઘણું સાંભળ્યું હશે. પણ તમે સૌરભ કુમાર વિશે કેટલું જાણો છો? ખરેખર, આ ખેલાડીએ અત્યાર સુધી IPL નથી રમી, પરંતુ તેને ઘરેલુ ક્રિકેટનો ઘણો અનુભવ છે. લેફ્ટ આર્મ સ્પિનર ​​સૌરભ કુમાર સ્થાનિક ક્રિકેટમાં ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે. આ ખેલાડીએ 68 ફર્સ્ટ ક્લાસ મેચમાં 27ની એવરેજથી 2061 રન બનાવ્યા છે. તેમજ બોલર તરીકે તેણે વિરોધી ટીમના 290 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા છે. આ ખેલાડીએ યુપી માટે રણજી ટ્રોફી રમવા માટે એરફોર્સની નોકરી છોડી દીધી હતી. જ્યારે આ પહેલા તેણે આર્મી ટીમ સાથે ફર્સ્ટ ક્લાસ ડેબ્યુ કર્યું હતું.

એરફોર્સની નોકરી છોડી, હવે ટીમ ઇન્ડિયાની જર્સીમાં દેખાશે આ ખેલાડી - 
વાસ્તવમાં, સૌરભ કુમારનું એરફોર્સમાં ડેબ્યુ સ્પોર્ટ્સ ક્વૉટા દ્વારા થયું હતું, પરંતુ તે યુપી માટે રમવા માંગતો હતો, તેથી તેણે નોકરી છોડવાનો નિર્ણય કર્યો. જો કે હવે આ ખેલાડી ભારત તરફથી રમતા જોવા મળશે. માનવામાં આવી રહ્યું છે કે ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની ગેરહાજરીમાં સૌરભ કુમારને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે.

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐયર, કેએસ ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રીત બુમરાહ (વાઈસ કેપ્ટન), આવેશ ખાન, રજત પાટીદાર, સરફરાઝ ખાન, વોશિંગ્ટન સુંદર, સૌરભ કુમાર.

IND vs ENG: હૈદરાબાદ ટેસ્ટમાં ઇગ્લેન્ડનો 28 રનથી વિજય, ભારતના બેટ્સમેનો ઘૂંટણીયે પડ્યા

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ ઈંગ્લેન્ડે 28 રને જીતી લીધી છે. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 246 રન કર્યા હતા. જેના  જવાબમાં ભારતે 436 રન કર્યા હતા અને 190 રનની લીડ મેળવી હતી. બીજા દાવમાં ઈંગ્લેન્ડે 420 રન બનાવ્યા અને ભારતને 231 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં ટીમ ઈન્ડિયા 202 રનમાં સમેટાઈ ગઈ હતી અને મેચ હારી ગઈ હતી. ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટમાં ભારતને 28 રને હરાવ્યું છે. આ મેચમાં ચોથા દિવસની શરૂઆત સુધી ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં હતી પરંતુ છેલ્લા દિવસે ઈંગ્લેન્ડે શાનદાર બોલિંગ કરી અને મેચ જીતી લીધી હતી. ઇંગ્લેન્ડે આ મેચ 190 રનથી પાછળ રહીને જીતી લીધી હતી. ઈંગ્લેન્ડની આ ઐતિહાસિક જીતના હિરો ઓલી પોપ હતો, જેણે બીજી ઈનિંગમાં 196 રન બનાવ્યા હતા અને ટોમ હાર્ટલી જેણે બીજી ઈનિંગમાં સાત વિકેટ લીધી હતી. ભારતીય ટીમ તેની છેલ્લી ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે હારી ગઈ હતી. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને પ્રથમ દાવમાં 246 રન બનાવ્યા. જવાબમાં ભારતે 436 રન બનાવ્યા હતા અને 190 રનની લીડ મેળવી હતી. બીજા દાવમાં ઈંગ્લેન્ડે 420 રન બનાવ્યા અને ભારતને 231 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં ટીમ ઈન્ડિયા 202 રનમાં સમેટાઈ ગઈ હતી અને મેચ હારી ગઈ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે
વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે
Donald Trump On Bangladeshi Hindu: બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા પર ટ્રમ્પ ભડક્યા, કહ્યું - 'અમે તમારી આઝાદી માટે લડીશું'
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા પર ટ્રમ્પ ભડક્યા, કહ્યું - 'અમે તમારી આઝાદી માટે લડીશું'
અમેરિકાએ 15 ભારતીય કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ
અમેરિકાએ 15 ભારતીય કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ
પાક નિષ્ફળ જતાં કેશોદના શેરગઢમાં ખેડૂતની આત્મહત્યા, 4 દીકરીઓએ કરી પિતાની અંતિમવિધિ
પાક નિષ્ફળ જતાં કેશોદના શેરગઢમાં ખેડૂતની આત્મહત્યા, 4 દીકરીઓએ કરી પિતાની અંતિમવિધિ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ: જંકફૂડમાં ઝેરHun To Bolish: હું તો બોલીશ: લોહિયાળ દિવાળીDiwali 2024 | હસતાં હસતાં ખેલાતું યુદ્ધ! : સાવરકુંડલામાં લોકોએ ઈંગોરિયા યુદ્ધનો આનંદ માણ્યોBhavnagar: દિવાળી પર્વમાં ગામડાઓમાં રોનક જામી, ભાવનગરના આ ગામમાંવડીલો સાથે યુવાનોએ ઉજવ્યો પર્વ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે
વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે
Donald Trump On Bangladeshi Hindu: બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા પર ટ્રમ્પ ભડક્યા, કહ્યું - 'અમે તમારી આઝાદી માટે લડીશું'
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા પર ટ્રમ્પ ભડક્યા, કહ્યું - 'અમે તમારી આઝાદી માટે લડીશું'
અમેરિકાએ 15 ભારતીય કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ
અમેરિકાએ 15 ભારતીય કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ
પાક નિષ્ફળ જતાં કેશોદના શેરગઢમાં ખેડૂતની આત્મહત્યા, 4 દીકરીઓએ કરી પિતાની અંતિમવિધિ
પાક નિષ્ફળ જતાં કેશોદના શેરગઢમાં ખેડૂતની આત્મહત્યા, 4 દીકરીઓએ કરી પિતાની અંતિમવિધિ
Deepika Padukone અને Ranveer Singh એ દિવાળી પર દીકરીની પ્રથમ ઝલક બતાવી, જાણો શું રાખ્યું નામ
Deepika Padukone અને Ranveer Singh એ દિવાળી પર દીકરીની પ્રથમ ઝલક બતાવી, જાણો શું રાખ્યું નામ
'હું મહિલા છું, માલ નથી', અરવિંદ સાવંત વિરુધ્ધ શાઈના એનસીએ નોંધાવી FIR
'હું મહિલા છું, માલ નથી', અરવિંદ સાવંત વિરુધ્ધ શાઈના એનસીએ નોંધાવી FIR
4 રન બનાવીને પણ કોહલીએ સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, આવું કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો
4 રન બનાવીને પણ કોહલીએ સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, આવું કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો
4 Essential Vaccines Every Woman Should Get: છોકરીઓએ આ 4 રસી જરૂર લેવી જોઈએ, ફટાફટ નોંધી લો નામ
છોકરીઓએ આ 4 રસી જરૂર લેવી જોઈએ, ફટાફટ નોંધી લો નામ
Embed widget