શોધખોળ કરો
IPLમાં પોતાની નિષ્ફળતા માટે મેક્સવેલે કોને ગણાવ્યા જવાબદાર ? પોતા ચાલતો નથી તેને માટે શું આપ્યું ચોંકાવનારું કારણ ?
મેક્સવેલે આઈપીએલની આ સીઝનની 9 મેચમાં 11.60ની એવરેજ અને 92.06ની સ્ટ્રાઇક રેટથી માત્ર 58 રન જ બનાવ્યા છે.

દુબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રવિવારે કિંગ્સ ઇલેવન પંજાબે જોરદાર પ્રદર્શન કરીને નંબર વન ટીમ મુંબઈ ઈન્ડિયન્સને હરાવી પણ ગ્લેન મેક્સવેલનો ખરાબ સમય ચાલુ રહેતાં ચાહકો તેને ટ્રોલ કરી રહ્યા છે. મેક્સવેલે આઈપીએલની આ સીઝનની 9 મેચમાં 11.60ની એવરેજ અને 92.06ની સ્ટ્રાઇક રેટથી માત્ર 58 રન જ બનાવ્યા છે. મેક્સેવેલે તેના માટે ટીમ મેનેજમેન્ટને જવાબદાર ગણાવ્યું છે. મેક્સવેલને તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું કે, તમે ઓસ્ટ્રેલિયા માટે આટલા સફળ થયા છો, પણ આઈપીએલની મેચોમાં ચાલતા જ નથી. આઈપીએલ જેવી સ્પર્ધામાં સફળતાનો સ્વાદ ચાખ્યો કેમ નથી? મેક્સવેલે કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા વતી રમતી વખતે મારો રોલ સ્પષ્ટ હોય છે અને મને ખબર હો છે કે મારે શું કરવાનું છે અને બીજા ખેલાડી શું કરશે. IPLમાં રમતી વખતે ચિત્ર અલગ છે અને મારો રોલ સ્પષ્ટ જ નથી. મેક્સવેલે સીધી રીતે જ ટીમ મેનેજમેન્ટ પર પોતાની નિષ્ફળતાનો ટોપલો ઢોળી દીધો છે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
ગુજરાત
સ્પોર્ટ્સ
ધર્મ-જ્યોતિષ
રાજકોટ



















