IND vs NZ: હાર્દિક પંડ્યાને વન-ડે ટીમમાં સ્થાન કેમ ન મળ્યું ? BCCI એ કર્યો મોટો ખુલાસો
Hardik pandya excluded odi squad: હાર્દિક પંડ્યાને ટીમમાં સામેલ ન કરવા પાછળનું સૌથી મોટું કારણ તેની બોલિંગ ફિટનેસ છે.

Hardik pandya excluded odi squad: ન્યૂઝીલેન્ડ સામે રમાનારી આગામી વન-ડે શ્રેણી માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટીમમાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું નામ ન હોવાથી ક્રિકેટ ચાહકોમાં આશ્ચર્ય ફેલાયું છે. જોકે, પસંદગીકારોએ સ્પષ્ટતા કરી છે કે હાર્દિકને ટીમમાંથી પડતો મુકાયો નથી, પરંતુ તેના વર્કલોડ મેનેજમેન્ટ (Workload Management) ના ભાગરૂપે તેને આરામ આપવામાં આવ્યો છે. શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળની આ ટીમમાં હાર્દિકની ગેરહાજરીનું મુખ્ય કારણ તેની ફિટનેસ અને આગામી વર્લ્ડ કપ છે.
10 ઓવર ફેંકવા માટે હજુ ગ્રીન સિગ્નલ નહીં
હાર્દિક પંડ્યાને ટીમમાં સામેલ ન કરવા પાછળનું સૌથી મોટું કારણ તેની બોલિંગ ફિટનેસ છે. BCCI ના સેન્ટર ઓફ એક્સેલન્સ (Centre of Excellence) ના અધિકારીઓના જણાવ્યા મુજબ, હાર્દિક પંડ્યા હજુ વન-ડે મેચમાં સતત 10 ઓવર (10 Overs) બોલિંગ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર નથી. મેડિકલ ટીમે તેને હાલ પૂરતી લાંબા સ્પેલની બોલિંગ કરવાની મંજૂરી આપી નથી. બોર્ડનું સંપૂર્ણ ફોકસ આગામી આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026 (ICC T20 World Cup 2026) પર છે. આ મેગા ઈવેન્ટમાં હાર્દિક મહત્વનો ખેલાડી હોવાથી, તેને ઈજાથી બચાવવા અને ફિટ રાખવા માટે વન-ડે ફોર્મેટથી દૂર રાખવામાં આવ્યો છે.
સાઉથ આફ્રિકામાં ઓલરાઉન્ડર પ્રદર્શન
હાર્દિક પંડ્યાએ તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ટી20 સિરીઝ (T20 Series) માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પોતાની ઘાતક બોલિંગ અને બેટિંગથી ટીમને શ્રેણી જીતવામાં મહત્વની મદદ કરી હતી. તે પ્રવાસ દરમિયાન તેણે 2 અડધી સદી (2 Half Centuries) ફટકારી હતી અને 3 વિકેટ (3 Wickets) પણ ઝડપી હતી. તે ટૂંકા ફોર્મેટમાં મેચ વિનર સાબિત થઈ રહ્યો છે, પરંતુ 50 ઓવરના ફોર્મેટ માટે બોર્ડ કોઈ જોખમ લેવા માંગતું નથી.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં છેલ્લે રમ્યો હતો
આંકડા પર નજર કરીએ તો, હાર્દિક પંડ્યાએ ભારત માટે પોતાની છેલ્લી વન-ડે મેચ વર્ષ 2025 માં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) દરમિયાન રમી હતી. ત્યારથી તે વન-ડે ટીમથી દૂર છે. વર્ષ 2016 માં ડેબ્યુ કરનાર હાર્દિકે અત્યાર સુધીમાં કુલ 94 ODI મેચ રમી છે, જેમાં તેણે 1904 રન (Runs) બનાવ્યા છે અને 11 અડધી સદી નોંધાવી છે. બોલિંગમાં પણ તેણે 91 વિકેટ પોતાના નામે કરી છે.
ન્યૂઝીલેન્ડ સામેની ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઈસ કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી અને યશસ્વી જયસ્વાલ.




















