Women's T20 WC: આજે વેસ્ટ ઇન્ડિઝને ટૉપ પર પહોંચવા ઇચ્છશે ભારત, જાણો હાલ શું છે પૉઇન્ટ ટેબલની સ્થિતિ
આજની મેચમાં ભારતીય મહિલા ટીમ કેરેબિયન મહિલા ટીમને મોટા અંતરથી હરાવવામાં સફળ રહેશે, તો પૉઇન્ટ ટેબલ પર ટૉપ પર પહોંચી જશે.
Women T20 WC 2023 Points Table: સાઉથ આફ્રિકામાં રમાઇ રહેલા આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2023માં આજે ફરી એકવાર ભારતીય મહિલાઓ મેદાનમાં ઉતરશે. આ વખતે ભારતીય મહિલાઓની ટક્કર વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમ સામે થવાની છે, આ પહેલાની મેચમાં ભારતીય મહિલા ટીમે કટ્ટર હરિફ પાકિસ્તાન સામે જીત મેળવીને વિજયી શરૂઆત કરી દીધી છે. જોકે, વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમને હજુ સુધી જીત નથી મળી શકી.
આજની મેચમાં ભારતીય મહિલા ટીમ કેરેબિયન મહિલા ટીમને મોટા અંતરથી હરાવવામાં સફળ રહેશે, તો પૉઇન્ટ ટેબલ પર ટૉપ પર પહોંચી જશે. જાણો અત્યારે શું છે આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2023ના પૉઇન્ટ ટેબલની સ્થિતિ, ભારત ક્યા સ્થાન પર છે.....
બીજા સ્થાન પર છે ભારતીય ટીમ -
આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2023માં ભારતને ગૃપ 2માં રાખવામાં આવ્યુ છે. આ ગૃપમાં ઇંગ્લેન્ડ, પાકિસ્તાન, વેસ્ટ ઇન્ડિઝ અને આયરલેન્ડની ટીમો પણ છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ગૃપ 2માં બીજા નંબર પર છે. ભારતે અત્યાર સુધી માત્ર એક જ મેચ રમી છે, જેમાં જીત મેળવી છે. તો વળી, ઇંગ્લેન્ડની ટીમ પણ એક મેચ રમ્યા બાદ ગૃપમાં ટૉપ પર છે.
ખરેખરમાં, ગૃપમાં બીજા નંબર પર રહેવા માટે ભારતનો રન નેટ રનરેટ જવાબદાર છે. એક મેચ જીત બાદ ટીમ ઇન્ડિયાનો નેટ રન રેટ +0.497 છે. જ્યારે ઇંગ્લેન્ડનો નેટ રનરેટ +2.497 છે. આ બન્ને ઉપરાંત પાકિસ્તાનનો -0.497, આયરલેન્ડનો -2.215 અને વેસ્ટ ઇન્ડિઝનો -2.767 નેટ રન રેટ છે. આ ગૃપમાં અત્યાર સુધી ભારત અને ઇંગ્લેન્ડની ટીમો જ જીત મળી છે. બાકી ટીમોનું હજુ જીતનુ ખાતુ નથી ખુલી શક્યુ.
ગૃપ 1 માં ટૉપ છે ઓસ્ટ્રેલિયા -
ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે ગૃપ 1માં ટૉપ પર યથાવત છે. કાંગારુ ટીમે અત્યાર સુધી બે મેચો રમી છે, અને બન્નેમાં જીત મેળવવામાં સફળ રહી છે. ઓસ્ટ્રેલિયાએ પોતાની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યુ હતુ, જ્યારે બીજી મેચમાં તેને બાંગ્લાદેશને માત આપી હતી. ગૃપ 1 માં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાએ 2-2 મેચો જીતી છે, કાંગારુ ટીમની નેટ રનરેટ સારી છે, જેના કારણે ટૉપ પર છે. ઓસ્ટ્રેલિયાની નેટ રનરેટ +2.834 છે, જ્યારે શ્રીલંકાની +0.430 છે. સાઉથ આફ્રિકાની ટીમ +1.550 નેટ રનરેટ સાથે પૉઇન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર છે. બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડને હજુ સુધી જીતનો ઇન્તજાર છે. બાંગ્લાદેશની -0.720 નેટ રનરેટ છે, જ્યારે ન્યૂઝીલેન્ડની -4.050 નેટ રનરેટ છે, અને તે પૉઇન્ટ ટેબલમાં પાંચમા નંબર પર છે.