Women's T20 World Cup: વર્લ્ડકપમાં છવાઇ વિદેશી બૉલરો, ટૉપ-5માં એકપણ ભારતીય નથી, જુઓ લિસ્ટ
આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટો લેનારી મહિલા બૉલરો પર નજર કરીએ તો ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડના બૉલરો છે.
Women T20 World Cup 2023 Most Wickets: સાઉથ આફ્રિકામાં રમાઇ રહેલી મહિલા ટી20 વર્લ્ડકપ 2023માં અત્યાર સુધી વિદેશી મહિલા બૉલરોએ તરખાટ મચાવી દીધો છે. ટૂર્નામેન્ટમાં ભારતીય મહિલા બૉલરો કંઇ ખાસ કમાલ નથી કરી શક્યા. જોકે, ભારતીય મહિલા ટીમ આ દરમિયાન પોતાની બન્ને મેચો જીતી ચૂકી છે.
આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટો લેનારી મહિલા બૉલરો પર નજર કરીએ તો ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડના બૉલરો છે. આ મહિલા ટી20 વર્લ્ડકપમાં હજુ સુધી ભારતીય બૉલરો સૌથી વધુ વિકેટો લેનારા ટૉપ 5ના લિસ્ટમાં સામેલ નથી થઇ શકી. જુઓ અહીં મહિલા ટી20 વર્લ્ડકપ 2023 સૌથી વધુ વિકેટો લેનારી ટૉપ 5 બૉલરો....
મેગન શૂટ ટૉપ પર -
ઓસ્ટ્રેલિયાની ફાસ્ટ બૉલર મેગન શૂટ આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2023માં અત્યાર સુધી સૌથી વધુ વિકેટો લેવામાં સફળ રહી છે. તેને ત્રણ મેચોમાં 7 વિકેટો ઝડપી છે. 24 રન પર 4 વિકેટો લેવાનો તેનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યુ છે. આ ઉપરાંત પાકિસ્તાનની નશરા સંધૂએ 6 વિકેટો ઝડપી છે. નશરાએ આ ઉપલબ્ધિ 2 મેચોમાં હાંસલ કરી છે. તેની બેસ્ટ બૉલિંગ પરફોર્મન્સ 18 રન આપીને 4 વિકેટો લેવાનુ છે. આ બન્ને ઉપરાંત ઇંગ્લેન્ડની સૉફી એક્લસ્ટૉન 2 મેચોમાં 6 વિકેટ, ઓસ્ટ્રેલિયાની એશલે ગાર્ડનર 3 મેચોમાં 6 વિકેટો અને ન્યૂઝીલેન્ડની લી તાહૂહૂએ 2 મેચોમાં 5 વિેકટો ઝડપી છે. ખાસ વાત છે કે, ટૉપ 5માં ભારતની કોઇ મહિલા બૉલર સામેલ નથી થઇ શકી.
WT20 World Cup: હવે ભારતની ઇંગ્લેન્ડ સામે થશે ટક્કર, જુઓ ડ્રીમ ઇલેવનથી લઇને મેચની તમામ ડિટેલ્સ
ભારતીય મહિલા ટીમ અને ઇંગ્લેન્ડની મહિલા ટીમ, બન્ને ટીમો પોતાની ત્રીજી મેચ રમવા માટે 18 ફેબ્રુઆરીએ સાઉથ આફ્રિકાના પૉર્ટ એલિઝાબેથના મેદાનમાં ઉતરશે. આ બન્ને ટીમો હાલમાં ગૃપ બીમાં છે.
અહીં જુઓ લાઇવ ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગ -
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 18 ફેબ્રુઆરીએ રમાનારી મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની મેચ ભારતીય સમયાનુસાર, સાંજે 6.30 વાગ્યાથી શરૂ થશે. આ મેચ સાઉથ આફ્રિકાના પૉર્ટ એલિઝાબેધના સેન્ટ જૉર્જ પાર્કમાં રમાશે. આ મેચને સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર લાઇવ પ્રસારિત કરવામાં આવશે. જ્યારે ટૂર્નામેન્ટની મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ Disney+Hotstar પર ઉપલબ્ધ રહેશે, તમારે લાઇવ સ્ટ્રીમિંગ જોવા માટે ડિઝ્ની+હૉટસ્ટાર માટેનુ સબ્સક્રિપ્શન પેક લેવુ પડશે. જોકે, આ મેચનું લાઇવ બ્રૉડકાસ્ટ ડીડી સ્પૉર્ટ્સ પર પણ કરવામાં આવશે. ડીડી સ્પૉર્ટ્સ પરથી ફેન્સ ફ્રીમાં લાઇવ બ્રૉડકાસ્ટ જોઇ શકશે.
શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર, એલિસ કેપ્સી, નેટ સીવર બ્રન્ટ, હીથર નાઇટ, દીપ્તિ શર્મા, રેણુકા સિંહ, રાધા યાદવ, લૉરેન બેલ અને સારાહ ગ્લેન.
ક્યાં રમાશે ભારત-ઇંગ્લેન્ડ મેચ ?
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મહિલા ટી20 મેચ સાઉથ આફ્રિકાના પૉર્ટ એલિઝાબેધના સેન્ટ જૉર્જ પાર્કમાં રમાશે. વળી, બન્ને ટીમો વચ્ચેની મેચ સાંજ 6.30 વાગ્યાથી શરૂ થશે.