શોધખોળ કરો
Advertisement
ક્રિકેટમાં ચાર દિવસમાં ત્રીજી સુપરઓવર રમાઇ, જાણો કોણે મારી બાજી
આ પહેલા 29 જાન્યુઆરી અને 31 જાન્યુઆરીએ પુરુષ કેટેગરીમાં ભારત અને ન્યૂઝીલેન્ડ ટી20 મેચ સુપરઓવરમાં ગઇ, અને ભારતે બન્નેમાં જીત મેળવી હતી
નવી દિલ્હીઃ ક્રિકેટના ઇતિહાસમાં હાલ સુપરઓવર સૌથી વધુ ચર્ચાનો વિષય બની ગઇ છે. કેમકે ભારત ઉપરાંત હવે ઇંગ્લેન્ડે પણ સુપરઓવરમાં જીત મેળવી છે. આ સુપરઓવરની સાથે ક્રિકેટના ઇતિહાસમાં ચાર દિવસમાં ત્રીજીવાર સુપરઓવર રમાઇ છે.
હાલ ઇંગ્લેન્ડની મહિલા ટીમે ટી20 ટ્રાઇ સીરીઝમાં શનિવારે પહેલી જીત મેળવી, ઇંગ્લેન્ડ મહિલા ટીમે આ જીત ઓસ્ટ્રેલિયા સામે ટી20ની સુપરઓવરમાં મેળવી હતી. આ ચાર દિવસમાં ત્રીજી સુપરઓવર છે.
આ પહેલા 29 જાન્યુઆરી અને 31 જાન્યુઆરીએ પુરુષ કેટેગરીમાં ભારત અને ન્યૂઝીલેન્ડ ટી20 મેચ સુપરઓવરમાં ગઇ, અને ભારતે બન્નેમાં જીત મેળવી હતી.
ઇંગ્લેન્ડે 156/4 રન બનાવ્યા, કેપ્ટન નાઇટે 78 રન બનાવ્યા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમનો સ્કૉર 114/7 રન હતો. ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરનારી સદરલેન્ડે અણનમ 22 અને કિમિનચે અણનમ 15 રન બનાવીને મેચ ટાઇ કરી દીધી હતી.
સુપરઓવરમાં ઓસ્ટ્રેલિયાએ 8 રન બનાવ્યા, ઇંગ્લેન્ડે 4 બૉલમાં 10 રન બનાવીને મેચ જીતી લીધી હતી. નાઇટે 3 બૉલમાં 2 ચોગ્ગા સાથે 9 રન બનાવ્યા હતા. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. હવે સીરીઝની ત્રીજી મેચમાં રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા રમશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion